India vs Bangladesh 2nd Test Match Live Score updates: ભારત બાંગ્લાદેશ વચ્ચેની 2 ટેસ્ટ મેચની શ્રેણીની શુક્રવારથી બીજી ટેસ્ટ મેચ કાનપુર ખાતે શરુ થઇ છે. કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમ ખાતે સવારથી શરુ થયેલ ટેસ્ટ મેચમાં ભારત મજબૂત સ્થિતિમાં છે. ભારતીય ફાસ્ટર આકાશ દિપ બોલિંગમાં ઝળક્યો છે. ભારતે ટોસ જીતી બાંગ્લાદેશને પ્રથમ દાવ આપ્યો છે. બાંગ્લાદેશ સ્કોર 3 વિકેટ પર 107 રન છે.
કાનપુર સ્ટેડિયમ હવામાનની વાત કરીએ તો અહીં ગત રાતે વરસાદ પડ્યો હતો. જેને લીધે ટોસ કરવામાં મોડું થયું હતું. સવારે 10 કલાકે ટોસ થયો હતો અને 10.30 કલાકે મેચ શરુ થઇ શકી હતી. ભારતે ટોસ જીત્યો અને બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ આપી છે. મેચ મોડી શરુ થઇ હોવાથી સાંજે અડધો કલાક વધારાનો સમય મળી શકે છે.
આ પણ વાંચો – ભારતે પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને હરાવ્યું
બાંગ્લાદેશ પ્રથમ દાવ સ્કોર અપડેટ
- ઝાકિર હસન 0 રને કેચ આઉટ, આકાશ દિપની બોલિંગમાં યશસ્વી જયસ્વાલે કેચ પકડ્યો
- શાદમાન ઇસ્લામ 24 રન બનાવી આકાશ દિપની બોલિંગમાં એલબીડબલ્યુ આઉટ
- નાઝમૂલ હુસૈન શાન્તો 31 રન બનાવી રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં એલબીડબલ્યુ આઉટ
ભારત પ્લેઇંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, આકાશ દિપ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ
બાંગ્લાદેશ પ્લેઇંગ 11
નજમુલ હુસેન શાન્તો (કેપ્ટન), શાદમાન ઇસ્લામ, જાકિર હસન, મોમિનુલ હક, મુશ્ફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટ્ટન દાસ, મહેદી હસન મિરાજ, તૈજુલ ઇસ્લામ, હસન મહમૂદ, ખાલિક અહમદ





