Aakash Chopra on Rishabh Pant: ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર આકાશ ચોપડાને લાગે છે કે બાંગ્લાદેશ સામેની વન-ડે શ્રેણીમાં ખરાબ પ્રદર્શન કરવા પર ઋષભ પંત માટે મુશ્કેલ સમય આવી શકે છે. તે ટીમમાંથી બહાર પણ થઇ શકે છે. પંત ન્યૂઝીલેન્ડ સામે ફક્ત 25 રન જ બનાવી શક્યો છે. ક્રાઇસ્ટચર્ચમાં અંતિમ મેચમાં પંતે ફક્ત 10 રન બનાવ્યા હતા.
પંતના સતત ખરાબ પ્રદર્શન છતા ટીમ મેનજમેન્ટથી સાથ મળી રહ્યો છે. ટિકાઓ છતા તેને સતત તક મળી રહી છે. સંજૂ સેમસન અને ઇશાન કિશન જેવા ખેલાડી બેન્ચ પર બેસી રહ્યા છે. આ દરમિયાન આકાશ ચોપડાએ ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડે શ્રેણીની સમીક્ષા કરતા પોતાની યૂટ્યુબ ચેનલ પર આ વાત કહી હતી.
પંતે તકનો ફાયદો ઉઠાવ્યો નથી
આકાશ ચોપડાએ કહ્યું કે આ એક મોટી વાત છે કે પંતે મળેલી તકનો ફાયદો ઉઠાવ્યો નથી. તેણે શ્રેણીમાં તેટલું સારું પ્રદર્શન કર્યું નથી જેટલું તેણે કરવું જોઈએ. તે આ પ્રવાસમાં ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન હતો. તે આગામી પ્રવાસમાં પણ જઈ રહ્યો છે. જોકે ત્યાં વાઇસ કેપ્ટન નથી. જોકે આપણી પાસે ઇશાન કિશનના રુપમાં અન્ય એક કીપર છે.
આ પણ વાંચો – મહિલા આઈપીએલની ટીમો માટે લાગશે બોલી, 400 કરોડ હોઇ શકે છે ફ્રેન્ચાઇઝીની બેઝ પ્રાઇઝ
કેએલ રાહુલ પણ વિકેટકિપિંગનો વિકલ્પ
આકાશ ચોપડાએ કેએલ રાહુલની વિકેટકિપિંગને લઇને કહ્યું કે મને નથી લાગતું કે કેએલ રાહુલને એક કીપરના રુપમાં જોઇ રહી હશે. જોકે રોહિત શર્મા અને શિધર ધવન બન્ને છે તેથી રાહુલને મધ્યમક્રમમાં બેટ્સમેન અને કીપરના રુપમાં જોઇ શકાય છે. જોકે રાહુલ વાઇસ કેપ્ટન છે તે કહી શકે છે કે તે ઓપનિંગ કરવા માંગે છે.
શ્રીલંકા સામે ટી-20 ટીમમાંથી કપાઇ શકે છે પંતનું પત્તુ
આકાશ ચોપડાએ પંતને લઇને કહ્યું કે ઇન્ડિયન ક્રિકેટમાં માહોલ ચાલે છે. એક વખત માહોલ બની જાય કે યાર આ ઘણો સારો છે તો ઇન્ડિયામાં રમી જાય છે. જો એક વખત એ માહોલ બની જાય કે આ કશું કરતો નથી તો તે ડ્રોપ પણ થઇ જાય છે. મને લાગે છે કે પંત પર ફરી એકવખત તલવાર લટકી રહી છે. વન-ડે ક્રિકેટમાં 2022ને જોવામાં આવે તો તેના નંબર ખરાબ નથી પણ તે સારું પ્રદર્શન નહીં કરે તો બાંગ્લાદેશ સામે ત્રણ મેચમાં રમવા મળશે નહીં. જ્યારે શ્રીલંકા આવે અને તે પ્રથમ ત્રણ ટી-20નો સભ્ય ના હોય તો મને આશ્ચર્ય નહીં હોય. ગત શ્રેણીનો વાઇસ કેપ્ટન આ ટીમનો ભાગ ના હોય એવું પણ થઇ શકે છે.