IND vs BAN: પાકિસ્તાની અભિનેત્રીએ ટીમ ઇન્ડિયાની હારની દુઆ કરી, જો ભારત હાર્યું તો બાંગ્લાદેશી ક્રિકેટરો સાથે ડિનર પર જશે; જાણો કોણ છે સેહર શિનવારી

Sehar Shinwari Tweet On IND vs BAN Match : પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ વર્લ્ડ કપ 2023માં ટીમ ઇન્ડિયાની હાર થાય તેવી દુઆ કરી છે. શિનવારી એક ટ્વિટમાં લખ્યું કે, જો બાંગ્લાદેશ ટીમ ઈન્ડિયાને હરાવશે તો તે બાંગ્લાદેશી ક્રિકેટરો સાથે ડિનર પર જશે

Written by Ajay Saroya
October 18, 2023 17:59 IST
IND vs BAN: પાકિસ્તાની અભિનેત્રીએ ટીમ ઇન્ડિયાની હારની દુઆ કરી, જો ભારત હાર્યું તો બાંગ્લાદેશી ક્રિકેટરો સાથે ડિનર પર જશે; જાણો કોણ છે સેહર શિનવારી
પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારી (Photo : twitter)

Sehar Shinwari Tweet On IND vs BAN Match : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ટીમ ઇન્ડિયા સામે બાંગ્લાદેશની ટીમ 19 ઓક્ટોબરે ટકરાશે. આ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારીની એક ટ્વિટ વાયરલ થઈ છે.

પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ ક્રિકેટ મેચમાં ભારતની હારની દુઆ માંગી (Sehar Shinwari Tweet On IND vs BAN Match)

પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારીએ ટ્વિટમાં લખ્યું છે, જો બાંગ્લાદેશની ટીમ ભારતને હરાવશે તો તે ઢાકા જશે અને બાંગ્લાદેશના ક્રિકેટરો સાથે ડિનર કરશે. આ ટ્વિટ પાકિસ્તાની અભિનેત્રી ભારતીયોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. લોકો તેના વિશે જાણવા માંગે છે કે આ અભિનેત્રી કોણ છે, જે ભારતીય ટીમની હાર માટે દુઆ કરી રહી છે.

કોણ છે પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારી? (Who is Pakistani Actress Sehar Shinwari)

પાકિસ્તાની અભિનેત્રીની સોશિયલ મીડિયા પોસ્ટ્સ જોયા પછી, એક વાત સ્પષ્ટ થાય છે કે તે ક્રિકેટની ખૂબ જ ક્રેઝી છે. તે ઘણીવાર આવી ટ્વિટ કરતી જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 25.5K ફેન ફોલોઈંગ છે. સહેર નો જન્મ પાકિસ્તાનના હૈદરાબાદમાં થયો હતો. તે કોહાટ વિસ્તારના શિનવારી સમુદાયની છે. અભિનેત્રીએ વર્ષ 2014માં કોમેડી સીરીયલ શેર સવા શેરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2015 માં, તેણે કરાચીમાં એક શો પણ હોસ્ટ કર્યો હતો.

સેહર શિનવારી અગાઉ પણ આવા દાવા કરી ચૂકી છે (Pakistani Actress Sehar Shinwari Tweet)

જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે સેહર શિનવારીએ આ પ્રકારનું ટ્વીટ કર્યું હોય. અગાઉ, 2022 T-20 વર્લ્ડ કપ દરમિયાન, પણ સેહર શિનવારી તેના ટ્વિટને કારણે ચર્ચામાં આવી હતી. તેણે કહ્યું હતું કે, જો ઝિમ્બાબ્વેની ટીમ ભારતને હરાવશે તો તે ઝિમ્બાબ્વેના છોકરા સાથે લગ્ન કરશે. સેહર શિનવારીએ શ્રીલંકા-ભારત મેચ દરમિયાન પણ આવુ ટ્વિટ કર્યું હતું.

આ પણ વાંચો | વન-ડે વર્લ્ડ કપના સૌથી મોટા અપસેટ, બે વખત ભારત પણ બન્યું છે શિકાર

સેહર શિનવારી ભાજપની હારની પણ દુઆ માંગી હતી

સેહર શિનવારી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ટ્વીટ કર્યું હતું કે હું શરત લગાવું છું કે ગુજરાત ચૂંટણીમાં ભાજપની શરમજનક હાર થશે. જો આવું ન થાય, તો તમે જે ઇચ્છો તે મને કહેજો. ત્યારબાદ જ્યારે ભાજપ ચૂંટણી જીતી, ત્યારે ભારતીય છોકરાઓએ ટ્વિટર પર તેમની ખૂબ ટીકા કરી. તેણે ટ્વીટ કર્યું હતું કે જો ભારત T20 મેચમાં પાકિસ્તાનને હરાવશે તો તે હંમેશા માટે ટ્વિટર છોડી દેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ