IND vs BAN T20: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝ પૂર્ણ થયા બાદ બંને દેશ વચ્ચે ત્રણ ટી20 મેચ રમાનાર છે. 6 થી 12 ઓક્ટોબર વચ્ચેની આ સિરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટીમ ઇન્ડિયા જાહેર કરવામાં આવી છે. જેમાં મહત્વની બાબત એ છે કે,ટેસ્ટ સીરીઝમાં સારો દેખાવ કરનાર તેમજ ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમનો હિસ્સો રહેલ ખેલાડી ઋષભ પંત બહાર થયો છે જ્યારે યુવા ખેલાડી મયંક યાદવ ટીમમાં સ્થાન પામ્યો છે.
ભારત વિ બાંગ્લાદેશ ત્રણ મેચની ટી20 શ્રેણી 6 ઓક્ટોબરથી શરુ થશે. આ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ રમશે. અહીં ખાસ બાબત એ છે કે, ટીમમાં ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ સહિતને આરામ આપવામાં આવ્યો છે. બીજી તરફ રાજસ્થાન એક્સપ્રેસ તરીકે ઓળખાતા મયંક યાદવ પહેલી વખત પસંદ કરાયો છે.
આ પણ વાંચો – IPL હરાજી અંગે શું છે નવા નિયમો
બાંગ્લાદેશ સામેની ટી20 સીરીઝમાં શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ બંનેમાંથી કોઇની પસંદગી કરવામાં આવી નથી. જેને લઇને ટીમ ઇન્ડિયા માટે ઓપનિંગ જોડીને લઇને કસોટી થઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે. અભિષેક અને સંજૂ બંને ઓપનિંગ કરી શકે છે.
બાંગ્લાદેશ સામેની ભારતીય ટી20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, રિંકૂ સિંહ, સંજૂ સેમસન (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દૂબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જિતેશ શર્મા, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ
ટીમમાં ત્રણ ફાસ્ટર, ત્રણ સ્પિનર અને ત્રણ ઓલ રાઉન્ડર
બાંગ્લાદેશ સામેની ટી20 સીરીઝ માટેની ભારતીય ટીમમાં ફાસ્ટર, સ્પિનર અને ઓલ રાઉન્ડર ને સરખું મહત્વ અપાયું છે. ટીમમાં સ્પિનર તરીકે રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી અને વોશિંગ્ટન સુંદર છે. પેસર તરીકે અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને મયંક યાદવ તેમજ ઓલ રાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા, શિવમ દૂબે અને નીતિશ કુમાર રેડ્ડીને તક આપવામાં આવી છે.
ઋષભ પંત બહાર, સંજૂ, જિતેશને તક
ટી20 માટે જાહેર કરાયેલ ટીમમાં ટી20 વર્લ્ડ કપ વિનિંગ સ્ક્વોડનો ભાગ રહેલ ઋષભ પંતનું નામ નથી. બની શકે છે કે ટેસ્ટ સીરીઝ બાદ પંતને આરામ આપવામાં આવ્યો હોઇ શકે છે. બીજી તરફ સિલેક્ટર્સ દ્વારા સંજૂ સેમસન, જિતેશ શર્મા અને મયંદ યાદવ પર ભરોસો મુકાયો છે અને ટીમમાં સ્થાન અપાયું છે.