શુભમન ગિલ બાંગ્લાદેશ સામેની ટી-20 શ્રેણી નહીં રમે? ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે ઇશાન કિશન

Ind Vs Ban T20i : શુભમન ગિલ ઉપરાંત કેટલાક અન્ય મહત્વપૂર્ણ ખેલાડીઓને પણ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીને ધ્યાનમાં રાખીને ટી-20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવશે

Written by Ashish Goyal
September 15, 2024 16:43 IST
શુભમન ગિલ બાંગ્લાદેશ સામેની ટી-20 શ્રેણી નહીં રમે? ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે ઇશાન કિશન
ભારતીય યુવા ક્રિકેટર શુભમન ગિલ. (તસવીર - શુભમન ગિલ ટ્વિટર)

IND vs BAN: લિમેટેડ ઓવરોના ક્રિકેટમાં ભારતના વાઇસ કેપ્ટન શુભમન ગિલ એવા મહત્વના ખેલાડીઓમાં સામેલ છે કે જેને બીસીસીઆઇની વર્કલોડ મેનેજમેન્ટ પોલિસી અંતર્ગત 7 ઓક્ટોબરથી શરુ થઈ રહેલી બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં આરામ આપવામાં આવશે. ટેસ્ટ ઈન્ડિયા માટે નંબર-3 પર રમનાર ગિલ ટીમના ટોપ ઓર્ડરનો મુખ્ય સભ્ય છે, તેની સાથે સુકાની રોહિત શર્મા, વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ પણ છે. તેમને આ સિઝનમાં તમામ 10 ટેસ્ટમાં રમવાની આશા છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર શુભમન ગિલ ઉપરાંત કેટલાક અન્ય મહત્વપૂર્ણ ખેલાડીઓને પણ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીને ધ્યાનમાં રાખીને ટી-20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવશે. તેમાં ઋષભ પંતનો પણ સમાવેશ થઈ શકે છે. જો આમ થશે તો ફરી એકવાર ઇશાન કિશનના નામ પર વિચાર કરવામાં આવે તેવી શક્યતા છે. તે 9 મહિનાથી ટીમની બહાર છે. ભારતે તેની આગામી આંતરરાષ્ટ્રીય સિઝનની શરૂઆત 19 સપ્ટેમ્બરથી ચેન્નાઇમાં બાંગ્લાદેશ સામે બે ટેસ્ટની શ્રેણીથી કરી છે, ત્યારબાદ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં બીજી ટેસ્ટ મેચ રમાશે.

શુભમન ગિલને આરામ આપવો મહત્વપૂર્ણ છે

ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે હા, શુભમનને બાંગ્લાદેશ સામેની ટી -20 આઇ શ્રેણી માટે આરામ આપવામાં આવશે. જો તમે મેચના કાર્યક્રમ પર નજર નાખો તો ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ 7 ઓક્ટોબર (ગ્વાલિયર), 10 (દિલ્હી) અને 13 (હૈદરાબાદ)ઓક્ટોબરના રોજ રમાશે. હવે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ તારીખ 16મી ઓક્ટોબરથી શરુ થશે. તેથી જ ગિલને ત્રણ દિવસના ટર્નઅરાઉન્ડ સાથે આરામ આપવો મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો – બાંગ્લાદેશ સામે ચેન્નાઇમાં કેવી હશે પીચ?

ટેસ્ટ પર રહેશે ફોકસ

ગિલે અત્યાર સુધીમાં 21 આંતરરાષ્ટ્રીય ટી 20 મેચ રમી છે અને તેના નામે એક સદી, ત્રણ અડધી સદી ઉપરાંત લગભગ 140 ની સ્ટ્રાઇક રેટ છે. તાજેતરમાં જ ઝિમ્બાબ્વે સામે હરારેમાં રમાયેલી પાંચ મેચની શ્રેણી માટે તેને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, જેમાં ભારતે 4-1થી વિજય મેળવ્યો હતો. હાલમાં ચાલી રહેલી સિઝનમાં ભારતીય ટીમ માટે ટી-20 સૌથી ઓછી પ્રાથમિકતા છે, કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ અને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની શ્રેણી એજન્ડામાં ટોચ પર છે.

જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને મળશે આરામ

વન-ડે પણ એટલા માટે મહત્વની બની રહેશે કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફી વન-ડે ફોર્મેટમાં ફેબ્રુઆરી-માર્ચમાં રમાવાની છે. એવું માનવામાં આવે છે કે ટેસ્ટ ટીમમાં મોટાભાગના ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની ટી 20 માં ભાગ લે તેવી સંભાવના નથી. રોહિત, વિરાટ અને રવિન્દ્ર જાડેજાની ત્રિપુટીએ ટી-20ના ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. બીજી તરફ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને પણ વર્કલોડ મેનેજમેન્ટની જરુરિયાત અનુસાર આરામ આપવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ