IND vs ENG 1st T20, ભારત વિ ઇંગ્લેન્ડ પ્રથમ ટી 20 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીએ પ્રથમ ટી 20 સાથે જ પાંચ મેચની ટી 20 શ્રેણીની શરૂઆત થશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપવાળી આ ટીમ 2025માં જીત સાથે સફરની શરૂઆત કરવા માંગશે. પ્રથમ ટી 20 મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7.00 કલાકેથી શરુ થશે.
ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ગત વર્ષ ભારત શાનદાર રહ્યું હતું. 17 વર્ષ બાદ ટી-20 વર્લ્ડ કપ જીતનારી ટીમ 2024માં માત્ર 2 ટી 20 મેચ હારી હતી. ભારતે 2024માં 26માંથી 24માં જીત મેળવી હતી.
ભારત વિ ઇંગ્લેન્ડ હેડ ટૂ હેડ રેકોર્ડ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 24 આંતરરાષ્ટ્રીય ટી 20 મેચ રમાઇ છે. જેમાં 13 મેચમાં ભારતનો વિજય થયો છે. જ્યારે 11 મેચમાં ઇંગ્લેન્ડનો વિજય થયો છે. છેલ્લે બન્ને જૂન 2024માં ટી 20 વર્લ્ડ કપમાં ટકરાયા હતા. જેમાં ભારતનો 68 રને વિજય થયો હતો. છેલ્લી પાંચ ટી 20 મેચની વાત કરવામાં આવે તો 3 મેચમાં ભારતનો અને 2 મેચમાં ઇંગ્લેન્ડનો વિજય થયો છે.
શમી 26 મહિના પછી ભારત માટે ટી 20 રમશે
આ સિરીઝમાં સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી થશે. મોહમ્મદ શમી નવેમ્બર 2023 પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. ઈજાના કારણે તે 14 મહિના સુધી ભારતીય ટીમની બહાર રહ્યો હતો. તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વનડે વર્લ્ડ કપ 2023 માં ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ હતી.
આ સિવાય તે નવેમ્બર 2022 બાદ ભારત માટે ટી-20 ક્રિકેટ રમ્યો નથી. તે છેલ્લે ટી-20 વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડ સામે સેમિ ફાઈનલ રમ્યો. તેણે 23 મેચમાં 24 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચો – પ્રથમ ટી 20 માટે આ 4 ખેલાડીઓએ રાહ જોવી પડશે
પ્રથમ ટી-20 મેચ માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી, અર્શદીપ
ઈંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણી માટે ભારતની ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડયા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ કેપ્ટન), ધ્રુવ જુરેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર.