ભારત વિ ઇંગ્લેન્ડ ટેસ્ટ : ભારતની પ્લેઇંગ 11 માં 4 સ્થાન ખાલી? જાણો કયા ખેલાડીઓને મળશે તક

IND vs ENG Test : વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ બાદ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની શ્રેણી સાથે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના નવા યુગનો પ્રારંભ થશે. ભારતની પ્લેઇંગ 11 માં હાલ 7 ખેલાડીઓનું સ્થાન પાક્કું છે. ચાર સ્થાન માટે ઘણા પ્લેયર્સની દાવેદારી છે

Written by Ashish Goyal
Updated : June 07, 2025 16:32 IST
ભારત વિ ઇંગ્લેન્ડ ટેસ્ટ : ભારતની પ્લેઇંગ 11 માં 4 સ્થાન ખાલી? જાણો કયા ખેલાડીઓને મળશે તક
ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન શુભમન ગિલ અને વાઇસ કેપ્ટન ઋષભ પંત (તસવીર - બીસીસીઆઈ)

IND vs ENG Test : આઈપીએલ 2025ની સમાપ્તિ બાદ ભારતીય ખેલાડીઓ નેશનલ ડ્યુટી તરફ પર પાછા ફર્યા છે. દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ બાદ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની શ્રેણી સાથે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના નવા યુગનો પ્રારંભ થશે. આ સિરીઝ 20 જૂનથી શરૂ થવાની છે અને ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. ભારતીય ટીમની તૈયારીઓની વાત કરીએ તો કેટલાક ખેલાડીઓ ઇંગ્લેન્ડ પહોંચી ચૂક્યા છે.

ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા એ નું પ્રતિનિધિત્વ કરીને કેટલાક ખેલાડીઓએ ભારતીય ટીમના પ્લેઈંગ 11માં સ્થાન મેળવવા માટે દાવેદારી નોંધાવી છે. આ ખેલાડીઓમાં કેએલ રાહુલ, કરુણ નાયર અને ધ્રુવ જુરેલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારતીય ટીમના પ્લેઇંગ 11ની વાત કરીએ તો 7 ખેલાડીઓનું સ્થાન પાક્કું છે. ટોપ ઓર્ડરમાં સાઈ સુદર્શન અને કરુન નાયર વચ્ચે જંગ ચાલી રહ્યો છે. આ ઉપરાંત ધ્રુવ જુરેલે 6 નંબર માટે દાવો કર્યો છે.

ધ્રુવ જુરેલને અવગણી શકાય નહીં

ધ્રુવ જુરેલે ઇંગ્લેન્ડ લાયન્સ સામે સતત 3 ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી છે. આવી સ્થિતિમાં નીતિશ કુમાર રેડ્ડીનો દાવો નબળો પડ્યો છે. જુરેલ અને નીતિશમાંથી માત્ર એક જ ખેલાડીને તક મળશે, કારણ કે જો આમ નહીં થાય તો બોલિંગ ડિપાર્ટમેન્ટ નબળું પડી જશે. હાલ શાર્દુલ ઠાકુર 8માં નંબર પર રમશે તે નક્કી લાગી રહ્યું છે. નીતિશની બોલિંગમાં ખાસ દમ નથી લાગતો અને જુરેલના પર્ફોમન્સને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.

સાંઈ સુદર્શન અને કરુણ નાયરમાંથી કોને મળશે તક?

કરુણ નાયરે ઇંગ્લેન્ડ લાયન્સ સામે શાનદાર બેટિંગ કરી છે. પ્રથમ મેચમાં તેણે બેવડી સદી ફટકારી હતી. ત્યારબાદ બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 40 રન બનાવ્યા હતા. હાલ તો તે પ્લેઈંગ 11માં સ્થાન બનાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સાંઈ સુદર્શનને રાહ જોવી પડી શકે છે. બીજી મેચમાં કેએલ રાહુલે ઓપનર તરીકે સદી ફટકારી હતી. તે યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરવા માટે આવ્યો હતો. આ સંકેત આપે છે કે અભિમન્યુ ઇશ્વરનને ડેબ્યૂની રાહ જોવી પડશે.

આ પણ વાંચો – 36 વર્ષની ઉંમરમાં ભારતીય સ્પિનરે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, 2 વર્લ્ડ કપ વિજેતા ટીમનો રહ્યો હતો ભાગ

ત્રીજો ફાસ્ટર કોણ હશે?

ફાસ્ટ બોલિંગમાં વધુ એક જગ્યા ખાલી છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ રમવા માટે તૈયાર છે. ત્રીજા પેસર માટે અર્શદીપ સિંહ, આકાશદીપ અને પ્રસિદ્ધ કૃષ્ણા વિકલ્પો છે. અર્શદીપને ડેબ્યૂ માટે રાહ જોવી પડી શકે છે. શરુઆતમાં આકાશદીપ કે પ્રસિદ્ધ કૃષ્ણા માંથી કોઈ એક ખેલાડીને તક મળશે.

ભારતની સંભવિત પ્લેઈંગ 11

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન/કરૂણ નાયર, ઋષભ પંત, નીતિશ કુમાર રેડ્ડી/ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ/પ્રસિદ્ધ કૃષ્ણા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ