India vs England 2nd T20 Score, IND vs ENG Cricket Score: તિલક વર્માના લડાયક અણનમ 72 રનની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટી 20માં 2 વિકેટે વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19.2 ઓવરમાં 8 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી ટી 20 મેચ 28 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. તિલક વર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
લ
વ
ભારત તરફથી અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે અભિષેક શર્મા, અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદરને 1-1 વિકેટ મળી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ
ઇંગ્લેન્ડ : બેન ડકેટ, ફિલિપ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેમી સ્મિથ, જેમી ઓવરટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશીદ, માર્ક વુડ.





