ભારત વિ ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટ : ઇંગ્લેન્ડ માટે જીત મેળવવી કેમ છે મુશ્કેલ, આંકડા આપી રહ્યા છે સાબિતી

IND vs ENG 2nd test : ભારતને જીત માટે 9 વિકેટની જરૂર છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમને જીતવા માટે હજુ 332 રનની જરૂર છે

Written by Ashish Goyal
Updated : February 04, 2024 22:38 IST
ભારત વિ ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટ : ઇંગ્લેન્ડ માટે જીત મેળવવી કેમ છે મુશ્કેલ, આંકડા આપી રહ્યા છે સાબિતી
શુભમન ગિલ અને અક્ષર પટેલ (તસવીર -BCCI)

IND vs ENG 2nd test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચ રોમાંચક મોડ પર પહોંચી ગઇ છે. ત્રીજા દિવસની રમત પૂરી થયા બાદ ભારતને જીત માટે 9 વિકેટની જરૂર છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમને મેચ જીતવા માટે હજુ 332 રનની જરૂર છે. આ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો છે અને ત્રીજા દિવસની રમતના અંત સુધી ઇંગ્લેન્ડની ટીમે એક વિકેટના નુકસાન પર 67 રન બનાવી લીધા છે.

હવે રમતમાં બે દિવસ બાકી રહ્યા છે અને પિચ પણ બોલરોને મદદ કરશે તેમ મનાય છે. આ સ્થિતિમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનો માટે બેટીંગ કરવી અને ત્યાર બાદ 332 રનના સ્કોર સુધી પહોંચવું આસાન લાગતું નથી. આમ પણ એશિયાની ધરતી પર હજુ સુધી કોઈ પણ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં 399 રનનો લક્ષ્યાંક મેળવી શક્યો નથી. જો ઈંગ્લેન્ડ આવું કરશે તો તે એક નવો રેકોર્ડ હશે અને તે વેસ્ટ ઈન્ડીઝનો રેકોર્ડ તોડી નાંખશે.

ઈંગ્લેન્ડ માટે જીત આસાન નથી

એશિયામાં અત્યાર સુધીના રેકોર્ડ મુજબ ઇંગ્લેન્ડની ટીમને નિરાશ થવું પડી શકે છે. એશિયામાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટો રન ચેઝ 395 રનનો છે અને આ સિદ્ધિ વેસ્ટ ઈન્ડીઝે 2021માં બાંગ્લાદેશ સામે મેળવી હતી. હવે ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો છે અને આ રેકોર્ડ પ્રમાણે આ આસાન ટાર્ગેટ નથી. એશિયામાં સૌથી વધુ રન ચેઝ કરવાના મામલે બીજા ક્રમે 391 રન છે. જે શ્રીલંકાએ 2017માં ઝિમ્બાબ્વે સામે રનચેઝ કર્યા હતા. આ લિસ્ટમાં ત્રીજા નંબરે ભારત છે. જેણે 2008માં ઈંગ્લેન્ડ સામે 387 રનનો લક્ષ્યાંક વટાવી લીધો હતો.

આ પણ વાંચો – શુભમન ગિલની સદી, 399 રનના પડકાર સામે ઇંગ્લેન્ડના ત્રીજા દિવસના અંતે 1 વિકેેટે 67 રન

એશિયામાં સૌથી સફળ રન ચેઝ

  • 395/7 – વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ બાંગ્લાદેશ (ચટ્ટોગ્રામ, 2021)
  • 391/6 – શ્રીલંકા વિરુદ્ધ ઝિમ્બાબ્વે (કોલંબો, 2017)
  • 387/4 – ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ (ચેન્નાઇ, 2008)

ભારત સામે ઘરઆંગણે સૌથી મોટો સફળ રન ચેઝ

ભારતમાં ભારત સામે આજ સુધી કોઈ ટીમે આટલું મોટું પડકાર મેળવ્યો નથી. ભારત સામે ઘરઆંગણે અત્યાર સુધીનો સૌથી વધુ સફળ રન ચેઝ 276 રનનો છે, જે 1987માં વેસ્ટ ઇન્ડીઝે મેળવ્યો હતો. આ મેચ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં રમાઈ હતી.

આ મેચમાં વિવ રિચર્ડ્સની સદીને કારણે વેસ્ટ ઈન્ડીઝે ભારત સામે 276 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. આ પછી બીજો સૌથી વધુ સફળ રન ચેઝ ઇંગ્લેન્ડના નામે છે, જેણે 1972માં 207 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ