શુભમન ગિલે રચ્યો ઇતિહાસ, આવી સિદ્ધિ મેળવનાર ભારતનો પ્રથમ કેપ્ટન બન્યો

Shubman Gill Record : શુભમન ગિલે બર્મિંગહામ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં બેવડી સદી ફટકાર્યા બાદ બીજી ઈનિંગમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો, ગ્રેહામ ગૂચની કરી બરાબરી

Written by Ashish Goyal
Updated : July 05, 2025 21:59 IST
શુભમન ગિલે રચ્યો ઇતિહાસ, આવી સિદ્ધિ મેળવનાર ભારતનો પ્રથમ કેપ્ટન બન્યો
શુભમન ગિલ ટેસ્ટ મેચમાં બેવડી સદી અને સદી ફટકારનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો બીજો કેપ્ટન બન્યો (તસવીર - બીસીસીઆઈ)

Ind vs Eng 2nd Test, Shubman Gill Record : ભારતીય ટીમના કેપ્ટન બનતા પહેલા શુભમન ગિલની ટેસ્ટ કારકિર્દી પર સવાલો ઉઠી રહ્યા હતા. એશિયાની બહાર તેનો રેકોર્ડ તદ્દન સામાન્ય હતો. ટિકાકારો ગિલને કેપ્ટન બનાવવાની તો વાત જ છોડો તેની પસંદગી પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે ગિલે ઈંગ્લેન્ડ પ્રવાસમાં પ્રથમ 4 ઈનિંગમાં 1 બેવડી સદી અને 2 સદી ફટકારીને બધા જ સવાલો પૂર્ણ વિરામ મૂકી દીધો છે. બર્મિંગહામ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં બેવડી સદી ફટકાર્યા બાદ ગિલે બીજી ઈનિંગમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે.

શુભમન ગિલ ટેસ્ટ મેચમાં બેવડી સદી અને સદી ફટકારનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો બીજો કેપ્ટન બન્યો છે. ગિલ સિવાય ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્રેહામ ગૂચ જ આ પ્રકારની સિદ્ધિ મેળવી શક્યા છે. ગૂચે 1990માં લોર્ડ્ઝમાં ભારત સામે ત્રેવડી સદી અને સદી ફટકારી હતી. ગૂચે 333 અને 123 રન બનાવ્યા હતા. ગિલ પહેલા 8 બેટ્સમેન ટેસ્ટ મેચોમાં એક સદી અને બેવડી સદી ફટકારી ચૂક્યા છે. જેમાં લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરનો પણ સમાવેશ થાય છે.

શુભમન ગિલના એક ટેસ્ટમાં 430 રન

ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શુભમન ગિલે કુલ 430 રન બનાવ્યા છે. ગિલે પ્રથમ ઇનિંગ્સમાં 269 અને બીજી ઇનિંગ્સમાં 161 રન બનાવ્યા હતા. આ સાથે જ તે એક ટેસ્ટમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બની ગયો છે. તેણે સુનીલ ગાવસ્કરને પાછળ રાખી દીધો છે. ગાવસ્કરે વેસ્ટ ઇન્ડીઝ સામે એક ટેસ્ટમાં 334 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં 124 અને બીજી ઇનિંગ્સમાં 220 રન ફટકાર્યા હતા.

આ પણ વાંચો – શુભમન ગિલની બેવડી સદી, રચ્યો ઇતિહાસ, તોડી નાખ્યા ઘણા રેકોર્ડ

ગાવસ્કર-કોહલીની ક્લબમાં જોડાયો

શુભમન ગિલ ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં સદી ફટકારનાર ભારતનો ત્રીજો કેપ્ટન બન્યો છે. આ પહેલા સુનીલ ગાવસ્કર અને વિરાટ કોહલીએ આવી સિદ્ધિ મેળવી. ગિલ પહેલા ભારતના 7 બેટ્સમેનોએ બંને ઈનિંગમાં સદી ફટકારી છે. ઋષભ પંતે ગત મેચમાં આવી સિદ્ધિ મેળવી હતી. તે ઈંગ્લેન્ડમાં બંને ઈનિંગમાં સદી ફટકારનારો સૌપ્રથમ ભારતીય બન્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ