અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ ગ્રીન આર્મ બેન્ડ પહેરી મેદાનમાં ઉતર્યા, જાણો શું છે કારણ

Cricketers Wearing Green Arm Bands : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમના ખેલાડીઓ ગ્રીન આર્મ બેન્ડ પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. આ પાછળનું કારણ પણ ખાસ છે

Written by Ashish Goyal
February 12, 2025 14:57 IST
અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ ગ્રીન આર્મ બેન્ડ પહેરી મેદાનમાં ઉતર્યા, જાણો શું છે કારણ
ભારત અને ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓ ગ્રીન આર્મ બેન્ડ પહેરીને મેદાનમાં ઉતર્યા હતા (તસવીર - સોશિયલ મીડિયા)

Cricketers Wearing Green Arm Bands : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી અને આખરી વન ડે મેચ અમદાવાદમાં રમાઇ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

મેચના ટોસ દરમિયાન જ્યારે રોહિત અને બટલર ક્રિઝ પર આવ્યા ત્યારે તેમણે પોતાના હાથ પર બેન્ડ પહેર્યા હતા. આ બેન્ડ ગ્રીન કલરના હતા. બંને ટીમના ખેલાડીઓ ગ્રીન આર્મ બેન્ડ પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. આ પાછળનું કારણ પણ ખાસ છે.

સામાન્ય રીતે કોઈના નિધન બાદ ખેલાડીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મેદાન પર કાળી આર્મ બેન્ડ પહેરે છે. પરંતુ આ વખતે તે કારણ નથી. બીસીસીઆઈએ એક ખાસ અભિયાન શરૂ કર્યું છે, જેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો – જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર, આ ખેલાડીનો ટીમમાં કરાયો સમાવેશ

બીસીસીઆઈએ જણાવ્યું કારણ

બીસીસીઆઈએ એક્સ પર પોસ્ટ કરીને આનું કારણ જણાવ્યું હતું. તેમણે લખ્યું કે બન્ને ટીમોએ બીસીસીઆઈની “Donate Organs, Save Lives” (અંગદાન કરો, જીવન બચાવો)ની પહેલને ટેકો આપવા માટે ગ્રીન આર્મ બેન્ડ્સ પહેર્યા છે.

આ પહેલનું નેતૃત્વ આઈસીસીના ચેરમેન જય શાહ કરી રહ્યા છે. પ્રતિજ્ઞા લો, સંદેશો ફેલાવો અને ચાલો આપણે કેટલાક સાર્થક કાર્યનો ભાગ બનીએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ