/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/IND-vs-END-3rd-T20-Live-Score.jpg)
IND vs END 3rd T20 Score : ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી 20 મેચ
India vs England 3rd T20 Score IND vs ENG Cricket Score : બેન ડટેકની અડધી સદી (51)પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામેની ત્રીજી ટી 20માં 26 રને વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 9 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ઇંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણી જીવંત રાખી છે. જોકે ભારત હજુ 2-1થી આગળ છે. શ્રેણીની ચોથી ટી 20 મેચ 31 જાન્યુઆરીએ પૂણેમાં રમાશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઇ, મોહમ્મદ શમી.
ઇંગ્લેન્ડ : બેન ડકેટ, ફિલિપ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેમી સ્મિથ, જેમી ઓવરટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશીદ, માર્ક વુડ.
- Jan 28, 2025 22:31 IST
IND vs ENG 3rd T20 Live : ત્રીજી ટી 20માં ટીમ ઇન્ડિયાનો 26 રને પરાજય
બેન ડટેકની અડધી સદી (51)પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામેની ત્રીજી ટી 20માં 26 રને વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 9 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ઇંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણી જીવંત રાખી છે. જોકે ભારત હજુ 2-1થી આગળ છે. શ્રેણીની ચોથી ટી 20 મેચ 31 જાન્યુઆરીએ પૂણેમાં રમાશે.
- Jan 28, 2025 22:27 IST
IND vs ENG 3rd T20 Live : હાર્દિક પંડ્યા 40 રને આઉટ
હાર્દિક પંડ્યા 35 બોલમાં 1 ફોર 2 સિક્સર સાથે 40 રન બનાવી ઓવરટનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 131 રને સાતમી વિકેટ ગુમાવી.
- Jan 28, 2025 22:26 IST
IND vs ENG 3rd T20 Live : અક્ષર પટેલ આઉટ
અક્ષર પટેલ 16 બોલમાં 2 ફોર સાથે 15 રન બનાવી આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો.
- Jan 28, 2025 21:59 IST
IND vs ENG 3rd T20 Live : વોશિંગ્ટન સુંદર આઉટ
વોશિંગ્ટન સુંદર 15 બોલમાં 6 રન બનાવી ઓવરટનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 85 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Jan 28, 2025 21:44 IST
IND vs ENG 3rd T20 Live : તિલક વર્મા 18 રને આઉટ
તિલક વર્મા 14 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 18 રન બનાવી રાશિદની ઓવરમાં બોલ્ડ થયો.
- Jan 28, 2025 21:26 IST
IND vs ENG 3rd T20 Live : સૂર્યકુમાર યાદવ 14 રને આઉટ
અભિષેક શર્મા 14 બોલમાં 5 ફોર સાથે 24 રને અને સૂર્યકુમાર યાદવ 7 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 14 રને આઉટ થયો. ભારતે 28 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Jan 28, 2025 21:03 IST
IND vs ENG 3rd T20 Live : સેમસન 6 રને આઉટ
સંજુ સેમસન 6 બોલમાં 3 રન બનાવી જોફ્રા આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 16 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Jan 28, 2025 20:38 IST
IND vs ENG 3rd T20 Live : વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ ઝડપી
ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ 24 રનમાં 5 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાને 2 અને રવિ બિશ્નોઇ, અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી.
- Jan 28, 2025 20:37 IST
IND vs ENG 3rd T20 Live : ભારતને 172 રનનો પડકાર
ત્રીજી ટી 20માં ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 9 વિકેટે 171 રન બનાવી લીધા છે. ભારતને જીતવા માટે 172 રનનો પડકાર મળ્યો છે.
- Jan 28, 2025 20:24 IST
IND vs ENG 3rd T20 Live : લિવિંગસ્ટોન 43 રને આઉટ
લિવિંગસ્ટોન 24 બોલમાં 1 ફોર 5 સિક્સર સાથે 43 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો.
- Jan 28, 2025 20:18 IST
IND vs ENG 3rd T20 Live : વેંકટેશ ઐયરેની 5 વિકેટ
હેરી બ્રુક 8, જેમી સ્મિથ 6, જેમી ઓવરટોન 0, બ્રાયડન કાર્સ 3 અને જોફ્રા આર્ચર ખાતું ખોલાયા વિના આઉટ થયો. ઇંગ્લેન્ડે 127 રને આઠમી વિકેટ ગુમાવી. વેંકટેશ ઐયરે 24 રનમાં 5 વિકેટ ઝડપી.
- Jan 28, 2025 19:48 IST
IND vs ENG 3rd T20 Live : બેન ડકેટ 51 રને આઉટ
બેન ડકેટ 28 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે 51 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 87 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Jan 28, 2025 19:47 IST
IND vs ENG 3rd T20 Live : જોશ બટલર 24 રને આઉટ
જોશ બટલર 22 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 24 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો.
- Jan 28, 2025 19:28 IST
IND vs ENG 3rd T20 Live : ઇંગ્લેન્ડે 5.1 ઓવરમાં 50 રન પુરા કર્યા
ઇંગ્લેન્ડે 5.1 ઓવરમાં 50 રન પુરા કર્યા. ઇંગ્લેન્ડના 6 ઓવરમાં 1 વિકેટે 52 રન.
- Jan 28, 2025 19:10 IST
IND vs ENG 3rd T20 Live : ફિલિપ સોલ્ટ આઉટ
ફિલિપ સોલ્ટ 7 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો.
- Jan 28, 2025 18:49 IST
IND vs ENG 3rd T20 Live : ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન
બેન ડકેટ, ફિલિપ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેમી સ્મિથ, જેમી ઓવરટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશીદ, માર્ક વુડ.
- Jan 28, 2025 18:48 IST
IND vs ENG 3rd T20 Live : ભારત પ્લેઇંગ ઇલેવન
ભારત : સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઇ, મોહમ્મદ શમી.
- Jan 28, 2025 18:35 IST
IND vs ENG 3rd T20 Live : ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટી 20માં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- Jan 28, 2025 18:08 IST
IND vs ENG 3rd T20 Live : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી 20 મેચ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી 20 મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. પાંચ મેચની શ્રેણીમાં ભારત 2-0થી આગળ છે. ભારત લીડ મેળવવા માંગશે. જ્યારે ઇંગ્લેન્ડ શ્રેણી સરભર કરવાના ઇરાદા સાથે ઉતરશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7.00 કલાકેથી શરુ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us