IND vs ENG Test : ભારતીય ક્રિકેટ ટીમના સિનીયર સ્પિનર રવિચંદ્રન અશ્વિને રાજકોટ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગ્સમાં ઈંગ્લેન્ડના ઓપનર બેટ્સમેન ઝેક ક્રાઉલીને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં 500મી વિકેટ પુરી કરી હતી. આર અશ્વિન ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં આ વિકેટના આંકડા સુધી પહોંચનારો અનિલ કુંબલે બાદ બીજો બોલર બન્યો હતો.
અશ્વિને તેની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની 98મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે કુંબલે 105મી ટેસ્ટમાં 500 વિકેટના આંકડા સુધી પહોંચ્યો હતો. બોલના મામલે સૌથી ઝડપી 500 ટેસ્ટ વિકેટ લેવાની વાત કરીએ તો અશ્વિને બીજા નંબર પર પહોંચી ગયો છે. તેણે જેમ્સ એન્ડરસનનો રેકોર્ડ તોડ્યો છે.
આર અશ્વિને જેમ્સ એન્ડરસનને પાછળ રાખ્યો
અશ્વિને કુલ 25,714 બોલ ફેંકીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 500 વિકેટ ઝડપી હતી જ્યારે જેમ્સ એન્ડરસને આ માટે 28,150 બોલ ફેંક્યા હતા. હવે સૌથી ઓછા બોલમાં 500 ટેસ્ટ વિકેટ લેવાની વાત કરીએ તો આર અશ્વિન આ લિસ્ટમાં બીજા નંબર પર પહોંચી ગયો છે. જેમ્સ એન્ડરસન ત્રીજા નંબર પર આવી ગયો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 500 વિકેટ લેવાનો રેકોર્ડ ગ્લેન મેકગ્રાના નામે નોંધાયેલો છે, તેણે 25,528 બોલમાં 500 વિકેટ ઝડપી હતી.
ટેસ્ટમાં સૌથી ઓછા બોલમાં 500 વિકેટ ઝડપનાર બોલર
- 25528 બોલ – ગ્લેન મેકગ્રા
- 25714 બોલ – આર અશ્વિન
- 28150 બોલ – જેમ્સ એન્ડરસન
- 28430 બોલ- સ્ટુઅર્ટ બ્રોડ
- 28833 બોલ- કર્ટની વોલ્શ
આ પણ વાંચો – સરફરાઝ ખાન માટે પિતાનો સંઘર્ષ, આઝમગઢથી મુંબઈ પહોંચ્યા, ટ્રેનમાં ટોફી-કાકડી વેચી
અશ્વિનના નામે છે કમાલનો રેકોર્ડ
ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિને 500 વિકેટ પુરી કરી છે. આ સાથે જ તેણે ભારત તરફથી ટેસ્ટમાં સૌથી ઝડપી 50, 100, 150, 200, 250, 300, 350, 350, 400, 450, 500 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે. આ સિવાય તે ટેસ્ટ ફોર્મેટમાં 500 વિકેટ ઝડપનારો 9મો બોલર બન્યો છે. અશ્વિન ઉપરાંત મુથૈયા મુરલીધરન, શેન વોર્ન, જેમ્સ એન્ડરસન, અનિલ કુંબલે, સ્ટુઅર્ટ બ્રોડ, ગ્લેન મેકગ્રા, કર્ટની વોલ્શ અને નાથન લાયનનો સમાવેશ થાય છે.
ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ
- 800 – મુથૈયા મુરલીધરન
- 708 – શેન વોર્ન
- 696 – જેમ્સ એન્ડરસન
- 619 – અનિલ કુંબલે
- 604 – સ્ટુઅર્ટ બ્રોડ
- 563 – ગ્લેન મેકગ્રા
- 519 – કર્ટની વોલ્શ
- 517 – નાથન લિયોન
- 500 – આર અશ્વિન
સૌથી ઓછી ઈનિંગ્સમાં 500 વિકેટ ઝડપનારા ટોપ 5 બોલરો
- 144 ઇનિંગ્સ – મુથૈયા મુરલીધરન
- 184 ઇનિંગ્સ – રવિચંદ્રન અશ્વિન
- 186 ઇનિંગ્સ – અનિલ કુંબલે
- 201 ઇનિંગ્સ – શેન વોર્ન
- 214 ઇનિંગ્સ – ગ્લેન મેકગ્રા