IND vs ENG 4th T20 : ભારતનો ચોથી ટી-20માં 15 રને વિજય, શ્રેણીમાં અજેય લીડ મેળવી

India (IND) vs England (ENG) 4th T20 Score : શિવમ દુબે (53) અને હાર્દિક પંડ્યાની (53)અડધી સદી. ભારતે પાંચ મેચની શ્રેણીમાં 3-1થી અજેય લીડ મેળવી લીધી છે. શ્રેણીની પાંચમી અને અંતિમ ટી 20 મેચ 2 ફેબ્રુઆરીએ મુંબઈમાં રમાશે.

Written by Ashish Goyal
Updated : January 31, 2025 22:49 IST
IND vs ENG 4th T20 : ભારતનો ચોથી ટી-20માં 15 રને વિજય, શ્રેણીમાં અજેય લીડ મેળવી
IND vs ENG 4th T20 : ભારત વિ ઇંગ્લેન્ડ ચોથી ટી 20 મેચ

India vs England 4th T20 Score, IND vs ENG Cricket Score: હાર્દિક પંડ્યા (53 )અને શિવમ દુબે (53)ની અડધી સદી પછી બાલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ચોથી ટી 20માં ઇંગ્લેન્ડ સામે 15 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 19.4 ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 3-1થી અજેય લીડ મેળવી લીધી છે. શ્રેણીની પાંચમી અને અંતિમ ટી 20 મેચ 2 ફેબ્રુઆરીએ મુંબઈમાં રમાશે. ભારત તરફથી રવિ બિશ્નોઇ અને હર્ષિત રાણાએ 3-3 વિકેટ ઝડપી છે. વરુણ ચક્રવર્તીને 2, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ.

ઇંગ્લેન્ડ : બેન ડકેટ, ફિલિપ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેકોબ બેથેલ, જેમી ઓવરટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશીદ, શાકિબ મહમુદ

Live Updates

IND vs ENG 4th T20 Live : રવિ બિશ્નોઇ અને હર્ષિત રાણાએ 3-3 વિકેટ ઝડપી

ભારત તરફથી રવિ બિશ્નોઇ અને હર્ષિત રાણાએ 3-3 વિકેટ ઝડપી છે. વરુણ ચક્રવર્તીને 2, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી

IND vs ENG 4th T20 Live : ભારતનો ચોથી ટી 20માં વિજય, શ્રેણીમાં અજેય લીડ મેળવી

હાર્દિક પંડ્યા (53 )અને શિવમ દુબે (53)ની અડધી સદી પછી બાલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ચોથી ટી 20માં ઇંગ્લેન્ડ સામે 15 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 19.4 ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 3-1થી અજેય લીડ મેળવી લીધી છે. શ્રેણીની પાંચમી અને અંતિમ ટી 20 મેચ 2 ફેબ્રુઆરીએ મુંબઈમાં રમાશે.

IND vs ENG 4th T20 Live : જેકોબ બેથલ 6 રને આઉટ

બ્રાયડન કાર્સ 00, જેકોબ બેથલ 6 અને જોફ્રા આર્ચર ખાતું ખોલાયા વિના આઉટ થયો. ઇંગ્લેન્ડે 146 રને આઠમી વિકેટ ગુમાવી.

IND vs ENG 4th T20 Live : હેરી બ્રુક 51 રને આઉટ

હેરી બ્રુક 26 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે 51 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 133 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

IND vs ENG 4th T20 Live : લિવિંગસ્ટોન 9 રને આઉટ

લિવિંગસ્ટોન 13 બોલમાં 9 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 95 રને ચોથી વિકેટ ગુમાવી.

IND vs ENG 4th T20 Live : ફિલિપ સોલ્ટ 23 રને આઉટ

ફિલિપ સોલ્ટ 23 અને બટલર 2 રન બનાવી આઉટ થયા. ઇંગ્લેન્ડે 67 રને ત્રીજી વિકેટ ગુમાવી.

IND vs ENG 4th T20 Live : ડકેટ 39 રને આઉટ

બેન ડકેટ 19 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે 39 રન બનાવી રવિ બિશ્નોઇની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 62 રને પ્રથમ વિકેટ ગુમાવી.

IND vs ENG 4th T20 Live : ઇંગ્લેન્ડને જીતવા માટે 182 રનનો પડકાર

શિવમ દુબે (53) અને હાર્દિક પંડ્યાની (53)અડધી સદીની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટી 20માં 20 ઓવરમાં 9 વિકેટે 181 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 182 રનનો પડકાર મળ્યો છે. શિવમ દુબે 34 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે 53 રને રન આઉટ થયો.

IND vs ENG 4th T20 Live : અક્ષર પટેલ આઉટ

અક્ષર પટેલ 5 રને ઓવરટનની ઓવરમાં કેચ આઉટ થયો. અર્શદીપ સિંહ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના રન આઉટ થયો.

IND vs ENG 4th T20 Live : શિવમ દુબેની અડધી સદી

શિવમ દુબેએ 31 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.

IND vs ENG 4th T20 Live : હાર્દિક પંડ્યા 53 રને આઉટ

હાર્દિક પંડ્યા 30 બોલમાં 4 ફોર 4 સિક્સર સાથે 53 રન બનાવી ઓવરટનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 166 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

IND vs ENG 4th T20 Live : હાર્દિક પંડ્યાની અડધી સદી

હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 4 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

IND vs ENG 4th T20 Live : રિંકુ સિંહ 30 રને આઉટ

રિંકુ સિંહ 26 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 30 રન બનાવી બ્રાયડન કાર્સની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 79 રને પાંચમી વિકેટ ગુમાવી.

IND vs ENG 4th T20 Live : અભિષેક શર્મા 29 રને આઉટ

અભિષેક શર્મા 19 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 29 રન બનાવી રાશિદની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 57 રને ચોથી વિકેટ ગુમાવી.

IND vs ENG 4th T20 Live : સૂર્યકુમાર યાદવ શૂન્ય રને આઉટ

સૂર્યકુમાર યાદવ 4 બોલમાં ખાતું ખોલાયા વિના શાકિબ મહમુદની ઓવરમાં આઉટ થયો. ભારતે બીજી ઓવરમાં 3 વિકેટ ગુમાવી.

IND vs ENG 4th T20 Live : ભારતે 12 રને 2 વિકેટ ગુમાવી

સંજુ સેમસન 1 અને તિલક વર્મા ખાતું ખોલાયા વિના શાકિબ મહમુદની ઓવરમાં કેચ આઉટ થયા. ભારતે 12 રને બીજી વિકેટ ગુમાવી.

IND vs ENG 4th T20 Live : ભારત પ્લઇંગ ઇલેવન

સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ.

IND vs ENG 4th T20 Live : ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન

બેન ડકેટ, ફિલિપ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેકોબ બેથેલ, જેમી ઓવરટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશીદ, શાકિબ મહમુદ.

IND vs ENG 4th T20 Live : ઇંગ્લેન્ડે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત સામેની ચોથી ટી 20 મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જોશ બટલરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

IND vs ENG 4th T20 Live : ભારત વિ ઇંગ્લેન્ડ ચોથી ટી 20

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટી 20 મેચ પૂણેના એમસીએ સ્ટેડિયમમાં રમાશે. પાંચ મેચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. ભારત શ્રેણી જીતવા માંગશે. જ્યારે ઇંગ્લેન્ડ શ્રેણી સરભર કરવાના ઇરાદા સાથે ઉતરશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7.00 કલાકેથી શરુ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ