Anshul Kambhoj Test Debut in Manchester : ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં અંશુલ કંબોજને ભારતીય ટીમમાં ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી છે. ફાસ્ટ બોલર અંશુલ કંબોજને ભારતીય ટીમમાં આકાશ દીપ અને અર્શદીપ સિંહના કવર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો, જેઓ ફિટ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. આકાશ દીપ અને અર્શદીપ સિંહ ઇજાથી પરેશાન છે. જેના કારણે અંશુલ કંબોજને તક મળી છે.
અંશુલ કંબોજ કોણ છે?
અંશુલ કંબોજનો જન્મ 6 ડિસેમ્બર 2000 ના રોજ હરિયાણાના કરનાલમાં થયો હતો. અંશુલ બોલિંગ ઓલરાઉન્ડર છે. તે ઘરેલુ ક્રિકેટમાં હરિયાણા માટે રમે છે. તે IPLમાં પણ રમી ચૂક્યો છે. હાલમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે જ્યારે અગાઉ તે મુંબઈ ઇન્ડિયન્સ માટે રમતો હતો.
રણજી ટ્રોફીમાં એક ઇનિંગ્સમાં 10 વિકેટ ઝડપી હતી
કંબોજે ટેસ્ટ શ્રેણી પહેલા ઇંગ્લેન્ડ લાયન્સ સામેની બે મેચમાં ઇન્ડિયા A માટે સારું પ્રદર્શન કર્યું હતું. તેણે નોર્થમ્પ્ટન અને કેન્ટરબરીમાં ચાર ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી. ગયા વર્ષે લાહલીમાં કેરળ સામેની રણજી ટ્રોફી મેચમાં તેણે હરિયાણા માટે એક ઇનિંગ્સમાં 10 વિકેટ ઝડપી હતી. તેણે કેરળ સામે 49 રન આપીને 10 વિકેટ ઝડપી હતી. તે બંગાળના પ્રેમાંશુ ચેટર્જી (1956-57) અને રાજસ્થાનના પ્રદીપ સોમાસુંદરમ (1985-86) પછી આ સિદ્ધિ મેળવનાર ત્રીજો બોલર બન્યો હતો. તેણે ગયા સિઝનમાં છ રણજી મેચમાં 34 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો – ભારત વિ ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટ પ્રથમ દિવસ લાઇવ સ્કોર
અંશુલ કંબોજનો રેકોર્ડ, ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ (રણજી ટ્રોફી)
- મેચ: 22
- વિકેટ: 74
- એવરેજ : 22.66
- શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન: 10/49