India vs England 5th T20 Score, IND vs ENG Cricket Score: અભિષેક શર્માની સદી (135) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટી 20માં 150 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 247 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 10.3 ઓવરમાં 97 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટી 20 શ્રેણી 4-1થી જીતી લીધી છે.
ભારતે ટી 20માં રનની દ્રષ્ટીએ પોતાનો બીજો મોટો વિજય મેળવ્યો છે. ભારતનો ટી 20માં સૌથી મોટો વિજય 168 રનનો છે. જે 2023માં ન્યૂઝીલેન્ડ સામે બનાવ્યો હતો. અભિષેક શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. રત અને ઇંગ્લેન્ડ વચ્ચે હવે ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાશે. પ્રથમ વન ડે 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે.
ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ, જ્યારે શિવમ દુબે, અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઇને 1 વિકેટ મળી હતી.
આ પણ વાંચો – અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ, 54 બોલમાં 135 રનની ઇનિંગ્સમાં આટલા રેકોર્ડ તોડ્યો
બન્નેન ટીમો આ પ્રમાણે છે
ભારત : સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઇ, મોહમ્મદ શમી.
ઇંગ્લેન્ડ : બેન ડકેટ, ફિલિપ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેકોબ બેથલ, જેમી ઓવરટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશીદ, માર્ક વુડ.