Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Team-India-.jpg)
ભારતીય ટેસ્ટ ટીમ (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)
Ind vs Eng 5th Test Highlights : યશસ્વી જયસ્વાલની સદી પછી મોહમ્મદ સિરાજ (5 વિકેટ) અને પ્રસિદ્ધ ક્રિષ્નાની (4 વિકેટ) શાનદાર બોલિંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં 6 રને રોમાંચક વિજય મેળવ્યો છે. ભારતે જીતવા માટે આપેલા 374 રનના પડકાર સામે ઇંગ્લેન્ડ 367 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરી છે. આ શ્રેણીમાં ઘણા રેકોર્ડ્સ બન્યા છે. જેમાં કેટલાક ખાસ અહીં જણાવી રહ્યા છીએ.
Advertisment
ભારત વિ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી ખાસ ફેક્ટ્સ
- ટેસ્ટ શ્રેણીમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમે મળીને કુલ મળીને 7187 રન બનાવ્યા છે. આ કોઇપણ ટેસ્ટ શ્રેણીમાં બીજા નંબરના સૌથી વધારે રન છે.
- જ્યારે ભારતે ઘરની બહાર કોઇ ટેસ્ટ શ્રેણીની પાંચમી મેચ જીતી હોય તેવું પ્રથમ વખત બન્યું છે.
- ઇંગ્લેન્ડે 2018માં ઘરેલું મેદાન પર 4-1થી જીત પછી (2 ભારત, 2 ડ્રો) ભારત સામે કોઇપણ ટેસ્ટ શ્રેણી જીતી નથી.
Advertisment
- ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ શ્રેણીમાં 15 વખત ટીમોએ 300 કે તેનાથી વધારે રનનો આંકડો પાર કર્યો હતો.
- ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં બન્ને ટીમના ખેલાડીઓએ 50 વખત અડધી સદીથી વધારે રન બનાવ્યા.
- ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં બન્ને ટીમોના ખેલાડીઓ તરફથી કૂલ 21 સદી ફટકારી.
- ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં બન્ને ટીમો તરફથી સર્વાધિક 19 સદીની ભાગીદારી નોંધાઇ.
- ભારત અને ઇંગ્લેન્ડના 8 બેટ્સમેનોએ (શુભમન ગિલ, જો રુટ, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, હેરી બ્રુક, ઋષભ પંત, બેન ડકેટ, જેમી સ્મિથ, યશસ્વી જયસ્વાલે) શ્રેણીમાં 400થી વધારે રન બનાવ્યા.
આ પણ વાંચો - ઐતિહાસિક જીત બાદ મેચના હીરો મોહમ્મદ સિરાજે કહી આવી વાત, તમને પણ મળશે પ્રેરણા
- શુભમન ગિલે 5 ટેસ્ટની 10 ઇનિંગ્સમાં 75.40ની એવરેજથી 754 રન બનાવ્યા. જેમાં 4 સદી ફટકારી હતી.
- જો રુટે 5 ટેસ્ટની 9 ઇનિંગ્સમાં 67.12ની એવરેજથી 537 રન બનાવ્યા. જેમાં 3 સદી ફટકારી છે.
ઇંગ્લેન્ડમાં એક ટેસ્ટ શ્રેણીમાં ભારત તરફથી સર્વાધિક વિકેટ
- 23 વિકેટ - જસપ્રીત બુમરાહ, 2021-22
- 23 વિકેટ - મોહમ્મદ સિરાજ - 2025
- 19 વિકેટ - ભુવનેશ્વર કુમાર - 2014
ઇંગ્લેન્ડના સૌથી લોએસ્ટ પરાજય (રન પ્રમાણે)
- 1 રન - વિ ન્યૂઝીલેન્ડ, 2023
- 3 રન - વિ ઓસ્ટ્રેલિયા, 1902
- 6 રન - વિ ઓસ્ટ્રેલિયા, 1885
- 6 રન - વિ ભારત, 2025


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us