જસપ્રીત બુમરાહ એજબેસ્ટન ટેસ્ટમાં નહીં રમે! ભારત પાસે શું છે રિપ્લેસમેન્ટ વિકલ્પ અને બોલિંગ પ્લાન?

ind vs eng edgbaston test : શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમને એજબેસ્ટન ટેસ્ટમાં બુમરાહ વિના જ જવું પડી શકે છે. હેડિંગ્લેમાં 44 ઓવર નાંખ્યા બાદ જસપ્રીત બુમરાહ એજબેસ્ટનમાં રમાનારી બીજી ટેસ્ટ માટે બહાર બેસવાનું નિશ્ચિત છે. બીજી ટેસ્ટ 2 જુલાઇથી રમાશે

Written by Ashish Goyal
Updated : June 26, 2025 20:21 IST
જસપ્રીત બુમરાહ એજબેસ્ટન ટેસ્ટમાં નહીં રમે! ભારત પાસે શું છે રિપ્લેસમેન્ટ વિકલ્પ અને બોલિંગ પ્લાન?
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ. (તસવીર - બીસીસીઆઈ)

ind vs eng edgbaston test : ઈંગ્લેન્ડના લાંબા પ્રવાસની શરૂઆતમાં જ ભારતીય ટીમ સંકટમાં છે. તેણે પ્રથમ ટેસ્ટ જીતવી જોઈતી હતી પણ હારનો સામનો કરવો પડયો હતો. હવે શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમને એજબેસ્ટન ટેસ્ટમાં બુમરાહ વિના જ જવું પડી શકે છે. હેડિંગ્લેમાં 44 ઓવર નાંખ્યા બાદ જસપ્રીત બુમરાહ એજબેસ્ટનમાં રમાનારી બીજી ટેસ્ટ માટે બહાર બેસવાનું નિશ્ચિત છે. તે 10 જુલાઈએ લંડનમાં ‘હોમ ઓફ ક્રિકેટ’ લોર્ડ્ઝમાં યોજાનારી ત્રીજી ટેસ્ટમાં પુનરાગમન કરે તેવી શક્યતા છે.

બીજી ટેસ્ટ લગભગ એક અઠવાડિયામાં શરૂ થશે, પરંતુ આ સમય ખૂબ જ ટૂંકો છે. ભારતીય ટીમે બોલિંગ વિભાગમાં ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે. ભારતના ફાસ્ટ બોલરોએ કુશળ બનવાની જરુર છે અને તેમાં સમય લાગે છે. શિસ્ત અને વ્યૂહરચના પણ મહત્ત્વની છે. બે દિવસના બ્રેક બાદ ભારતીય ટીમ નેટ્સમાં ઉતરશે.

ભારતીય ટીમ 20 વિકેટ કેવી રીતે લેશે?

જો બુમરાહ હોય ત્યારે પણ ભારત 20 વિકેટ ન લઈ શકે તો તેના મુખ્ય વિકેટ ઝડપનાર બોલર વિના કેવી રીતે થશે? તે ટીમ મેનેજમેન્ટ માટે મોટો પ્રશ્ન છે. એજબેસ્ટન ટેસ્ટ માટે તેઓ જે બોલરોની પસંદગી કરશે તેણે આનો જવાબ આપવો પડશે. પ્રતિકૂળ પરિસ્થિતિઓ ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ મેળવી શકે છે. જવાબદારીનો ભાર નવા લીડર્સને બહાર લાવી શકે છે.

ભારતીય બોલિંગ આક્રમણની ખામીઓ છતી થઈ

ટેસ્ટના આખરી દિવસે ઈંગ્લેન્ડના ઓપનર બેટ્સમેનોએ ભારતીય બોલિંગ આક્રમણની ખામીઓને ઉજાગર કરી હતી. બે આક્રમક બેટ્સમેનોએ બોલરોને ખરાબ રીતે ધોલાઇ કરી હતી અને તેમને પાટા પરથી પણ ઉતાર્યા હતા. તેમણે દેખાડ્યું કે ભારતના ફાસ્ટ બોલરોમાં એવી કુશળતા અને વ્યુહરચનાનો અભાવ છે કે જે ઈંગ્લેન્ડની આશ્ચર્યજનક રીતે બેટીંગ ફ્રેન્ડલી પીચો પર કામ કરી શકે. કાં કોચે સારી યોજના બનાવી ન હતી અથવા બોલરો તેમને અમલમાં મૂકવામાં કુશળ ન હતા. ઓવરઓલ ભારત ચોથી ઈનિંગમાં 371 રન ડિફેન્ડ કરી શક્યું ન હોવાથી 0-1થી પાછળ છે.

સ્ટમ્પ્સને ટાર્ગેટ કરવાની જરુરિયાત

પ્રથમ ટેસ્ટમાં મુખ્ય બેટ્સમેનો જે રીતે આઉટ થયા હતા તેના પર નજીકથી નજર નાખવા પર એ એક પેટર્ન સામે આવી છે. ફૂલ બોલ એ વિકેટ મેળવવાની શ્રેષ્ઠ તક હતી. સચિન તેંડુલકરે ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા એમ પણ કહ્યું હતું કે બુમરાહે પણ સ્ટમ્પ્સને ટાર્ગેટ કરવાની જરુર છે. ફુલ ઓન ધ સ્ટમ્પ બોલ બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી શકે છે. જેના કારણે વિકેટો પડી શકે છે. આ તે બોલ છે જે સ્ટમ્પની પાછળ બોલિંગ, એલબીડબલ્યુ અને કેચનો વિકલ્પ આપે છે. ડકેટ, ક્રાઉલી, જો રુટ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરૂણ નાયર, શુભમન ગિલ આ બધા જ એવા બોલ પર આઉટ થયા જે ફુલ લેન્થ પર પીચ થઈને બહાર નીકળી હતી.

પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુરથી શું ભૂલ થઇ

જે બે ભારતીય બોલરોની સૌથી વધુ ટીકા થઈ હતી તેમાં પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુર હતા. આખરી દિવસના નિર્ણાયક પ્રથમ સેશન દરમિયાન તેઓ આદર્શ લાઈન અને લેન્થને વળગી રહેવામાં નિષ્ફળ રહ્યા હતા, જ્યારે ભારતને કોઇ વિકેટ મળી ન હતી અને ઈંગ્લેન્ડના ઓપનર બેટ્સમેનોએ ઝડપથી ટાર્ગેટ તરફ આગેકૂચ કરવાનું શરુ કરી દીધું હતુ. તે દિવસે હેડિંગ્લેની પિચ સૂકી અને ભૂરી હતી, પરંતુ 5માં દિવસે વાદળછાયું વાતાવરણ હતું અને ઝરમર વરસાદ વરસ્યો હતો. હવામાં ભેજ હતો, સ્વિંગને ફાયદો મળી રહ્યો હતો, સ્ટમ્પને હિટ કરવાના હતા. ક્રિકેટ પંડિતો કહે છે કે ફુલ બોલ વધુ સ્વિંગ થાય છે કારણ કે તે લાંબા સમય સુધી હવામાં રહે છે. પ્રસિદ્ધ અને ઠાકુર તે સિદ્ધાંતમાં માનતા ન હતા અથવા તેમને વૈકલ્પિક યોજનાઓ આપવામાં આવી હતી.

પ્રસિદ્ધ અને શાર્દુલે દબાણ ખતમ કરી દીધું

બુમરાહ અને સિરાજે તેમના પ્રથમ સ્પેલમાં વિકેટ લીધી ન હતી પણ તેઓએ ઓપનર બેટ્સમેનોને પરેશાન કર્યા હતા અને રન ફ્લોને નિયંત્રણમાં રાખ્યો હતો. પરંતુ જ્યારે પ્રસિદ્ધ અને શાર્દુલે બોલિંગ કરી ત્યારે દબાણ દૂર થઈ ગયું હતું અને અચાનક રન બનાવવાનું આસાન બની ગયું હતું. પ્રસિદ્ધ દ્વારા ફેંકવામાં આવેલી પ્રથમ ઓવર પર ધ્યાન આપો. તેણે યોર્કરથી શરૂઆત કરી. એવું લાગતું ન હતું કે આ બેટસમેનોને આશ્ચર્યચકિત કરવાની યોજના છે, પરંતુ તે એક ફાસ્ટ બોલર હતો, જે ટેસ્ટ ફિલ્ડમાં નવો હતો અને ‘ફુલ બોલિંગ’ની થિયરીને અનુસરવા આતુર હતો.

અર્શદીપ સિંહ કે આકાશદીપે તાત્કાલિક પ્રભાવ પાડવો પડશે

બર્મિંગહામમાં બુમરાહના સ્થાને જે પણ રમે – અર્શદીપ સિંહ કે આકાશદીપે તેમણે તત્કાળ પ્રભાવ પાડવો પડશે. તેઓ જોશ ટંગ કે બ્રાયડન કાર્સે પાસેથી પ્રેરણા લઈ શકે છે, જેઓ વધારે ટેસ્ટ રમ્યા નથી. પણ તેમણે જરૂરી કામ કર્યું. જ્યારે પ્રસિદ્ધ અને ઠાકુરે 18મીથી 23મી ઓવર સુધી એકસાથે બોલિંગ કરી ત્યારે ઈંગ્લેન્ડે પ્રતિ ઓવર 6 રનના દરથી રન બનાવ્યા હતા અને સ્કોર 63/0થી 92/0 થઈ ગયો હતો.

ભારતને મોહમ્મદ શમીની જરૂર છે

અહીં ભારતને એક એવા ઝડપી બોલરની જરૂર હતી જેની પાસે સારી સીમ હોય અને જે બોલને ફુલ અને ઓફ સ્ટમ્પ રાખતો હોય. બીજા શબ્દોમાં કહીએ તો ભારતને મોહમ્મદ શમીની જરુર છે.

સિરાજ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે

લાંબા સમય સુધી નેટ્સમાં પ્રેક્ટિસ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય બોલરોને જે કૌશલ્ય અને શિસ્ત પ્રાપ્ત થાય છે. પરંતુ પેસ બોલિંગ એટેકનું નેતૃત્વ કરવાની ક્ષમતાનું શું થશે? બુમરાહની ગેરહાજરીમાં સિરાજે તે ભૂમિકામાં રહેવું પડશે. મેદાન પર એક ક્ષણ એવી પણ આવી જ્યારે એવું લાગતું હતું કે સિરાજને હજુ પણ એક એવા સીનિયરની જરૂર છે જે તેના ખભા પર હાથ મૂકી શકે. સિરાજે પોતાના એક સ્પેલમાં સારી બોલિંગ કરી હતી, પરંતુ તેને વિકેટ મળી ન હતી. કેચ પણ મિસ થઈ રહ્યા હતા.

(રિપોર્ટ – સંદીપ દ્વિવેદી)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ