ભારત વિ ઇંગ્લેન્ડ : પ્રથમ ટી 20 માટે આ 4 ખેલાડીઓએ રાહ જોવી પડશે, આવી હશે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

India vs England 1st T20I : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી 5 મેચોની ટી20 સીરીઝ શરૂ થશે અને બંને દેશો વચ્ચે પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે

India vs England 1st T20I : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી 5 મેચોની ટી20 સીરીઝ શરૂ થશે અને બંને દેશો વચ્ચે પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Ind vs Eng 1st T20I, Ind vs Eng

Ind vs Eng 1st T20I : ભારતીય ટીમે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પ્રેક્ટિસ કરી હતી (BCCI)

India vs England 1st T20I, ભારત વિ ઇંગ્લેન્ડ પ્રથમ ટી 20: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી 5 મેચોની ટી20 સીરીઝ શરૂ થશે અને બંને દેશો વચ્ચે પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. ભારતીય સમયાનુસાર સાંજે 7:00 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ મજબૂત દેખાઈ રહી છે, પરંતુ ઈંગ્લેન્ડની ટીમ પણ ક્યાંયથી નબળી લાગતી નથી.

Advertisment

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ અત્યાર સુધી સતત 3 ટી20 સિરીઝ જીતી ચૂકી છે અને જો આ ટીમ આ શ્રેણીમાં ઇંગ્લેન્ડને હરાવશે તો તે સતત ચોથી ટી20 સિરીઝ જીતી લેશે. ઈંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણી માટે જાહેર કરાયેલી ભારતીય ટીમમાં કોઈ નવો ચહેરો જોવા મળ્યો ન હતો, માત્ર મોહમ્મદ શમી લાંબા સમય બાદ આ ફોર્મેટમાં પાછો ફર્યો હતો.

આ 4 ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં નહીં મળે તક

ભારતે કોલકાતામાં પ્રથમ મેચ રમવાની છે અને અહીં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લિશ ટીમને હરાવવા માટે પૂરી કોશિશ કરવી પડશે. ભારતે પોતાની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાન પર ઉતરવું પડશે અને 4 ખેલાડીઓને રાહ જોવી પડી શકે છે એટલે કે બેન્ચ પર બેસવું પડી શકે છે. આખરે એ 4 ખેલાડી કોણ હોઈ શકે જેમને પહેલી મેચની પ્લેઇંગ ઇલેવનમાં ભાગ્યે જ સ્થાન મળશે?

ભારતની ઓપનિંગ જોડીની વાત કરીએ તો સંજુ સેમસન અને અભિષેક શર્મા ઈનિંગની શરૂઆત કરશે, જ્યારે તિલક વર્મા ત્રીજા નંબર પર અને કેપ્ટન સૂર્યકુમાર ચોથા સ્થાન પર રહેશે. આ પછી બોલિંગ ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી અને હાર્દિક પંડયા ત્યાં આવી શકે છે. રિંકુ સિંહ સાતમાં નંબર પર જોવા મળી શકે છે.

Advertisment

આ પણ વાંચો - BCCIએ ક્રિકેટરો માટે જાહેર કર્યા નવા નિયમો, જો કોઈ ક્રિકેટરે આ 10 રુલ્સ તોડ્યા તો લાગશે પ્રતિબંધ!

આ મેચ માટે ટીમમાં સ્પિન ઓલરાઉન્ડર તરીકે વાઇસ કેપ્ટન અક્ષર પટેલ હોઇ શકે છે, જ્યારે તાજેતરમાં જ હોમગ્રાઉન્ડ પર સારું પ્રદર્શન કરનાર વરુણ ચક્રવર્તી સ્પિનર તરીકે ટીમમાં જોવા મળી શકે છે.

ટીમમાં મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ ફાસ્ટ બોલર તરીકે પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો બની શકે છે. જે ચાર ખેલાડીઓને રાહ જોવી પડી શકે છે તેમાં સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર, સ્પિનર રવિ બિશ્નોઈ, વિકેટકિપર બેટ્સમેન ધ્રુવ જુરેલ અને ફાસ્ટ બોલર હર્ષિત રાણાનો સમાવેશ થાય છે.

પ્રથમ ટી-20 મેચ માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી, અર્શદીપ

ઈંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણી માટે ભારતની ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડયા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ કેપ્ટન), ધ્રુવ જુરેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર.

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ક્રિકેટ ભારત ક્રિકેટ ટીમ સૂર્યકુમાર યાદવ સ્પોર્ટ્સ