/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/ks-bharat-.jpg)
ભારતીય વિકેટકીપર કેએસ ભરત. (Pics @KonaBharat_
IND vs ENG : ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કેએસ ભરત ટીમ ઈન્ડિયાની વિકેટકિપિંગની જવાબદારી સંભાળી રહ્યા છે. જોકે તેની બેટિંગે બે મેચની 4 ઈનિંગ્સમાં નિરાશ કર્યા છે. આ કારણે કેએસ ભરતની ટીકા થઈ રહી છે, પરંતુ આમ છતાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે તેનો બચાવ કર્યો છે. કે.એસ.ભરત હાલમાં રિષભ પંતની ગેરહાજરીમાં ભારત તરફથી ટેસ્ટમાં નિયમિત વિકેટકિપરની ભૂમિકા ભજવી રહ્યો છે.
કે.એસ.ભરતે સારું કિપિંગ કરી છે
રાહુલ દ્રવિડે બીજી ટેસ્ટમાં જીત બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે નિરાશ એક મોટો શબ્દ છે અને હું તેનો ઉપયોગ હું કેએસ ભરત માટે નહીં કરું. યુવા ખેલાડીઓને વિકસિત થવા માટે સમયની જરુર હોય છે અને તેઓ પોતાની ગતિએ આગળ વધી રહ્યા છે. એક કોચના રૂપમાં તમે એવા યુવા ખેલાડીઓ ઈચ્છો છો જેઓ આવીને ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરી શકે. દ્રવિડે ભરતની પ્રશંસા કરતાં કહ્યું હતુ કે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટમાં તેની વિકેટકીપિંગ ખરેખર સારી રહી છે. જોકે તે પોતાની બેટિંગમાં વધુ સારું પ્રદર્શન કરી શક્યો હોત. તે અત્યાર સુધી અલગ-અલગ ટ્રેક પર રમ્યો છે અને તેને વધુ સારું યોગદાન આપવાની તક મળી છે.
આ પણ વાંચો - રોહિત શર્માએ ધોનીનો રેકોર્ડ તોડ્યો, હવે ફક્ત સચિન અને વિરાટ કોહલીથી પાછળ
કેએસ ભરત સારી બેટિંગમાં કરીને ટીમમાં આવ્યો છે
રાહુલ દ્રવિડે વધુમાં કહ્યું કે કે.એસ.ભરતને ટીમ માટે વધુ સારું યોગદાન આપવાની તક મળી છે. નિશ્ચિત રુપથી બેટિંગ એક એવું ક્ષેત્ર છે જ્યાં તેણે ખરેખર સારો દેખાવ કર્યો છે. આ સ્તર સુધી તે એટલા માટે પહોંચ્યો છે કારણ કે તેણે એ લેવલે પણ સદી ફટકારી છે. તેણે આ પહેલા ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા એ તરફથી સદી ફટકારી હતી અને ત્યાર બાદ ટેસ્ટ શ્રેણીમાં તેને સ્થાન મળ્યું હતું. તે સારા ફોર્મ સાથે આવ્યો હતો પરંતુ કેટલીક મેચોમાં તેનું ફોર્મ ક્લિક થઈ શક્યું ન હતું.
ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમ સામે 106 રને વિજય મેળવ્યો હતો. આ જીત બાદ ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ભારત હવે 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ રમશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us