Ind vs Eng 4th Test : ચોથી ટેસ્ટ, બીજા દિવસે ઇંગ્લેન્ડનું પ્રભુત્વ, ભારતીય બોલરોનો ફ્લોપ શો

ભારત વિ ઇંગ્લેન્ડ સ્કોર અપડેટ્સ, ચોથી ટેસ્ટ : ભારતીય ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 114.1 ઓવરમાં 358 રનમાં ઓલઆઉટ, સ્ટોક્સની 5 વિકેટ. ઇંગ્લેન્ડના બેન ડકેટ અને ઝેક ક્રોલીની અડધી સદી

ભારત વિ ઇંગ્લેન્ડ સ્કોર અપડેટ્સ, ચોથી ટેસ્ટ : ભારતીય ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 114.1 ઓવરમાં 358 રનમાં ઓલઆઉટ, સ્ટોક્સની 5 વિકેટ. ઇંગ્લેન્ડના બેન ડકેટ અને ઝેક ક્રોલીની અડધી સદી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
ભારત વિ ઇંગ્લેન્ડ લાઇવ ક્રિકેટ સ્કોર અપડેટ ગુજરાતી, ભારત વિ ઇંગ્લેન્ડ લાઇવ ક્રિકેટ સ્કોર, Ind vs Eng 4th Test Live score

India vs England Live Score Updates, 4th Test : ભારત વિ ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટ સ્કોર અપડેટ્સ

Ind vs Eng 4th Test, India vs England Score Updates: બેન ડકેટના 94 અને ઝેક ક્રોલીના 84 રનની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામેની ચોથી ટેસ્ટમાં બીજા દિવસે પ્રભુત્વ બનાવ્યું છે. ભારતના 358 રનના જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસના અંતે 46 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 225 રન બનાવી લીધા છે. દિવસના અંતે જો રુટ 11 અને ઓલી પોપ 20 રને રમતમાં છે. ઇંગ્લેન્ડ 133 રન પાછળ છે અને તેની 8 વિકેટો બાકી છે. ભારત તરફથી જાડેજા અને અંશુલ કંબોજે 1-1 વિકેટ ઝડપી હતી.

Advertisment

ભારતીય ટીમ 358 રનમાં ઓલઆઉટ

બીજા દિવસે ભારતીય ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 114.1 ઓવરમાં 358 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ છે. ભારત તરફથી યશસ્વી જયસ્વાલ, સાઇ સુદર્શન અને ઋષભ પંતે અડધી સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચરને 3 વિકેટ મળી હતી

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, અંશુલ કંબોજ.

ઇંગ્લેન્ડ : ઝેક ક્રોલી, ⁠બેન ડકેટ, ⁠ઓલી પોપ, ⁠જો રૂટ, ⁠હેરી બ્રુક, ⁠બેન સ્ટોક્સ (કેપ્ટન), ⁠જેમી સ્મિથ, જોફ્રા આર્ચર, ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, લિયામ ડોસન.

Advertisment
  • Jul 24, 2025 23:09 IST

    Ind vs Eng 4th Test Live : બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડના 2 વિકેટે 225 રન

    બેન ડકેટના 94 અને ઝેક ક્રોલીના 84 રનની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામેની ચોથી ટેસ્ટમાં બીજા દિવસે પ્રભુત્વ બનાવ્યું છે. ભારતના 358 રનના જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસના અંતે 46 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 225 રન બનાવી લીધા છે. દિવસના અંતે જો રુટ 11 અને ઓલી પોપ 20 રને રમતમાં છે. ઇંગ્લેન્ડ 133 રન પાછળ છે અને તેની 8 વિકેટો બાકી છે. ભારત તરફથી જાડેજા અને અંશુલ કંબોજે 1-1 વિકેટ ઝડપી હતી.



  • Jul 24, 2025 22:30 IST

    Ind vs Eng 4th Test Live : ડકેટ 94 રને આઉટ

    બેન ડકેટ 100 બોલમાં 13 ફોર સાથે 94 રન બનાવી અંશુલ કંબોજની ઓવરમાં કેચ આઉટ થયો. કંબોજે ટેસ્ટમાં પ્રથમ વિકેટ ઝડપી.



  • Jul 24, 2025 22:28 IST

    Ind vs Eng 4th Test Live : ઝેક ક્રોલી 84 રને આઉટ

    ઝેક ક્રોલી 113 બોલમાં 13 ફોર અને 1 સિક્સર સાથે 84 રન બનાવી જાડેજાની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 166 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Jul 24, 2025 21:55 IST

    Ind vs Eng 4th Test Live : ઇંગ્લેન્ડના 30 ઓવરમાં વિના વિકેટે 156 રન

    ઇંગ્લેન્ડે 30 ઓવરમાં વિના વિકેટે 156 રન બનાવી લીધા છે. બેન ડકેટ 71 અને ઝેક ક્રોલી 78 રને રમતમાં છે.



  • Jul 24, 2025 21:12 IST

    Ind vs Eng 4th Test Live : ઝેક ક્રોલીની અડધી સદી

    ઝેક ક્રોલીએ 73 બોલમાં 9 ફોર સાથે અડધી સદી ફટકારી. ભારતીય બેટ્સમેનો એકપણ વિકેટ ઝડપી શક્યા નથી.



  • Jul 24, 2025 20:59 IST

    Ind vs Eng 4th Test Live : ઇંગ્લેન્ડના 20 ઓવરમાં વિના વિકેટે 102 રન

    ઇંગ્લેન્ડે 20 ઓવરમાં વિના વિકેટે 102 રન બનાવી લીધા છે. બેન ડકેટ 54 અને ઝેક ક્રોલી 47 રને રમતમાં છે.



  • Jul 24, 2025 20:58 IST

    Ind vs Eng 4th Test Live : ડકેટની અડધી સદી

    બેન ડકેટે 46 બોલમાં 7 ફોર સાથે અડધી સદી ફટકારી. ઇંગ્લેન્ડે 18.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.



  • Jul 24, 2025 19:51 IST

    Ind vs Eng 4th Test Live : ઇંગ્લેન્ડના 10 ઓવરમાં વિના વિકેટે 49 રન

    ઇંગ્લેન્ડે 10 ઓવરમાં વિના વિકેટે 49 રન બનાવી લીધા છે. બેન ડકેટ 33 અને ઝેક ક્રોલી 16 રને રમતમાં છે.



  • Jul 24, 2025 18:54 IST

    Ind vs Eng 4th Test Live : ભારતીય ટીમ 358 રનમાં ઓલઆઉટ

    ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગ્સમાં 114.1 ઓવરમાં 358 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. જસપ્રીત બુમરાહ 7 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી આર્ચરની ઓવરમાં આઉટ થયો. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચરને 3 વિકેટ મળી હતી.



  • Jul 24, 2025 18:41 IST

    Ind vs Eng 4th Test Live : ઋષભ પંત 54 રને આઉટ

    ઋષભ પંત 75 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 54 રન બનાવી આર્ચરની ઓવરમાં બોલ્ડ થયો. તેણે 69 બોલમાં અડધી સદી ફટકારી હતી.



  • Jul 24, 2025 18:31 IST

    Ind vs Eng 4th Test Live : વોશિંગ્ટન સુંદર 27 રને આઉટ

    વોશિંગ્ટન સુંદર 90 બોલમાં 2 ફોર સાથે 27 રને અને અંશુલ કંબોજ 3 બોલમાં ખાતું ખોલાયા વિના સ્ટોકનો શિકાર બન્યા. ભારતે 337 રેન આઠમી વિકેટ ગુમાવી.



  • Jul 24, 2025 17:29 IST

    Ind vs Eng 4th Test Live : લંચ સમયે ભારતના 6 વિકેટે 321 રન

    બીજા ટેસ્ટના બીજા દિવસે ભારતે લંચ સમયે 105 ઓવરમાં 6 વિકેટે 321 રન બનાવી લીધા છે. ઋષભ પંત 39 અને શાર્દુલ ઠાકુર 21 રને રમતમાં છે.



  • Jul 24, 2025 17:28 IST

    Ind vs Eng 4th Test Live : શાર્દુલ ઠાકુર 41 રને આઉટ

    શાર્દુલ ઠાકુર 88 બોલમાં 5 ફોર સાથે 41 રન બનાવી સ્ટોક્સની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 314 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.



  • Jul 24, 2025 16:32 IST

    Ind vs Eng 4th Test Live : ભારતના 300 રન

    ભારતે 94.1 ઓવરમાં 300 રન પુરા કર્યા. શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદર રમતમાં છે.



  • Jul 24, 2025 15:48 IST

    Ind vs Eng 4th Test Live : રવિન્દ્ર જાડેજા આઉટ

    રવિન્દ્ર જાડેજા 40 બોલમાં 3 ફોર સાથે 20 રન બનાવી જોફ્રા આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 266 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • Jul 24, 2025 15:16 IST

    Ind vs Eng 4th Test Live : ભારત વિ ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટનો બીજો દિવસ

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ચોથી ટેસ્ટનો બીજો દિવસ છે. પ્રથમ દિવસના અંતે ભારતે સાંઇ સુદર્શન અને યશસ્વી જયસ્વાલની અડધી સદીની મદદથી 83 ઓવરમાં 4 વિકેટે 264 રન બનાવી લીધા છે. દિવસના અંતે રવિન્દ્ર જાડેજા 19 અને શાર્દુલ ઠાકુર 19 રને રમતમાં છે.



વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ભારત ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ