Ind vs Eng 4th Test, India vs England Score Updates: જો રુટના 150 રન, બેન સ્ટોક્સના અણનમ 77 અને ઓલી પોપના 71 રનની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામેની ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. ભારતના 358 રનના જવાબમાં ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના અંતે 135 ઓવરમાં 7 વિકેટે 544 બનાવી લીધા છે. ઇંગ્લેન્ડે 186 રનની લીડ મેળવી લીધી છે અને તેની 3 વિકેટો બાકી છે. દિવસના અંતે બેન સ્ટોક્સ 77 અને લિયામ ડોસન 21 રને રમતમાં છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, અંશુલ કંબોજ.
ઇંગ્લેન્ડ : ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ, જોફ્રા આર્ચર, ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, લિયામ ડોસન.





