Ind vs Eng : ચોથી ટેસ્ટ, શુભમન ગિલ અને કેએલ રાહુલની લડાયક બેટિંગ, મેચમાં વાપસી કરાવી

ભારત વિ ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટ : ઇંગ્લેન્ડ 669 રનમાં ઓલઆઉટ, પ્રથમ દાવમાં 311 રનની લીડ. શુભમન ગિલના અણનમ 78 અને કેએલ રાહુલના અણનમ 87 રન. ભારતના બીજા દાવમાં 2 વિકેટે 174 રન

Written by Ashish Goyal
Updated : July 26, 2025 23:31 IST
Ind vs Eng  : ચોથી ટેસ્ટ, શુભમન ગિલ અને કેએલ રાહુલની લડાયક બેટિંગ, મેચમાં વાપસી કરાવી
India vs England Live Score Updates, 4th Test : ભારત વિ ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટ સ્કોર અપડેટ્સ

Ind vs Eng 4th Test, India vs England Score Updates: શુભમન ગિલ (અણનમ 78) અને કેએલ રાહુલની (અણનમ 87) લડાયક બેટિંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટના ચોથા દિવસે થોડા અંશે વાપસી કરી છે. ઇંગ્લેન્ડની 311 રનની લીડ સામે ભારતે બીજા દાવમાં 63 ઓવરમાં 2 વિકેટે 174 રન બનાવી લીધા છે. ભારત હજુ 137 રન પાછળ છે અને તેની 8 વિકેટો બાકી છે. ચોથા દિવસના અંતે કેએલ રાહુલ 87 અને શુભમન ગિલ 78 રને રમતમાં છે. પાંચમાં અને અંતિમ દિવસે ભારતીય બેટ્સમેનોની પરીક્ષા થશે.

ઇંગ્લેન્ડ 669 રનમાં ઓલઆઉટ

ભારતના પ્રથમ દાવમાં 358 રનના જવાબમાં ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 157.1 ઓવરમાં 669 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. ઇંગ્લેન્ડને પ્રથમ દાવમાં 311 રનની લીડ મળી છે. ઇંગ્લેન્ડ તરફથી જો રુટે 150 અને બેન સ્ટોક્સે 141 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. સુંદર અને બુમરાહને 2-2 વિકેટ. જ્યારે અંશુલ કંબોજ અને સિરાજને 1-1 વિકેટ મળી હતી.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, અંશુલ કંબોજ.

ઇંગ્લેન્ડ : ઝેક ક્રોલી, ⁠બેન ડકેટ, ⁠ઓલી પોપ, ⁠જો રૂટ, ⁠હેરી બ્રુક, ⁠બેન સ્ટોક્સ (કેપ્ટન), ⁠જેમી સ્મિથ, જોફ્રા આર્ચર, ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, લિયામ ડોસન.

Live Updates

Ind vs Eng 4th Test Live : ચોથા દિવસના અંતે ભારતના 2 વિકેટે 174 રન

શુભમન ગિલ (અણનમ 78) અને કેએલ રાહુલની (અણનમ 87) લડાયક બેટિંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટના ચોથા દિવસે થોડા અંશે વાપસી કરી છે. ઇંગ્લેન્ડની 311 રનની લીડ સામે ભારતે બીજા દાવમાં 63 ઓવરમાં 2 વિકેટે 174 રન બનાવી લીધા છે. ભારત હજુ 137 રન પાછળ છે અને તેની 8 વિકેટો બાકી છે. ચોથા દિવસના અંતે કેએલ રાહુલ 87 અને શુભમન ગિલ 78 રને રમતમાં છે. પાંચમાં અને અંતિમ દિવસે ભારતીય બેટ્સમેનોની પરીક્ષા થશે.

Ind vs Eng 4th Test Live : ભારતના 50 ઓવરમાં 2 વિકેટે 138 રન

ભારતે 50 ઓવરમાં 2 વિકેટે 138 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 67 અને કેએલ રાહુલ 62 રને રમતમાં છે.

Ind vs Eng 4th Test Live : રાહુલની અડધી સદી

કેએલ રાહુલે 137 બોલમાં 4 ફોર સાથે અડધી સદી ફટકારી.

Ind vs Eng 4th Test Live : ભારતના 100 રન

ભારતે 40 ઓવરમાં 2 વિકેટે 102 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 57 અને કેએલ રાહુલ 41 રને રમતમાં છે. ભારતે 38.3 ઓવરમાં 100 રન પુરા કર્યા હતા.

Ind vs Eng 4th Test Live : શુભમન ગિલની અડધી સદી

શુભમન ગિલે 77 બોલમાં 8 ફોર સાથે અડધી સદી ફટકારી. ભારતે ચા ના વિરામ સમયે 29 ઓવરમાં 2 વિકેટે 86 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 52 અને કેએલ રાહુલ 30 રને રમતમાં છે.

Ind vs Eng 4th Test Live : ભારતના 10 ઓવરમાં 2 વિકેટે 22 રન

ભારતે 10 ઓવરમાં 2 વિકેટે 22 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 9 અને શુભમન ગિલ 13 રને રમતમાં છે.

Ind vs Eng 4th Test Live : લંચ સમયે ભારતના 3 ઓવરમાં 1 વિકેટે 2 રન

લંચ સમયે ભારતે બીજા દાવમાં 3 ઓવરમાં 1 વિકેટે 2 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 1 અને શુભમન ગિલ 00 રને રમતમાં છે.

Ind vs Eng 4th Test Live : ભારતે પ્રથમ ઓવરમાં બે વિકેટ ગુમાવી

યશસ્વી જયસ્વાલ 4 બોલમાં ખાતું ખોલાયા વિના અને સાંઇ સુદર્શન પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના ક્રિસ વોક્સનો શિકાર બન્યા.

Ind vs Eng 4th Test Live : ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 669 રનમાં ઓલઆઉટ

ભારતના 358 રનના જવાબમાં ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 157.1 ઓવરમાં 669 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. ઇંગ્લેન્ડને પ્રથમ દાવમાં 311 રનની લીડ મળી છે. ઇંગ્લેન્ડ તરફથી જો રુટે 150 અને બેન સ્ટોક્સે 141 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. સુંદર અને બુમરાહને 2-2 વિકેટ. જ્યારે અંશુલ કંબોજ અને સિરાજને 1-1 વિકેટ મળી હતી.

Ind vs Eng 4th Test Live : બેન સ્ટોક્સની સદી

બેન સ્ટોક્સે 164 બોલમાં 9 ફોર સાથે સદી ફટકારી. ઇંગ્લેન્ડે 148 ઓવરમાં 600 રન પુરા કર્યા.

Ind vs Eng 4th Test Live : લિયામ ડોસન બોલ્ડ

લિયામ ડોસન 65 બોલમાં 3 ફોર સાથે 26 રને બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો ઇંગ્લેન્ડે 563 રને આઠમી વિકેટ ગુમાવી.

Ind vs Eng 4th Test Live : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ચોથી ટેસ્ટનો ચોથો દિવસ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ચોથી ટેસ્ટનો ચોથો દિવસ છે. ઇંગ્લેન્ડે ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. ભારતના 358 રનના જવાબમાં ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના અંતે 135 ઓવરમાં 7 વિકેટે 544 બનાવી લીધા છે. ઇંગ્લેન્ડે 186 રનની લીડ મેળવી લીધી છે અને તેની 3 વિકેટો બાકી છે. દિવસના અંતે બેન સ્ટોક્સ 77 અને લિયામ ડોસન 21 રને રમતમાં છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ