Ind vs Eng 5th Test, India vs England Score Updates : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટનો બીજો દિવસ બોલરોના નામે રહ્યો હતો. બીજા દિવસે કુલ 15 વિકેટોનું પતન થયું હતું. ભારતે બીજા દાવમાં બીજા દિવસના અંતે 18 ઓવરમાં 2 વિકેટે 75 રન બનાવી લીધા છે. ભારતને 52 રનની લીડ મેળવી લીધી છે અને 8 વિકેટો બાકી છે. દિવસના અંતે યશસ્વી જયસ્વાલ 51 અને આકાશદીપ 4 રને રમતમાં છે. આ પહેલા ભારતે પ્રથમ દાવમાં 224 અને ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 247 રન બનાવ્યા હતા.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), કરુણ નાયર, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઇંગ્લેન્ડ : ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ, જેકોબ બેથેલ, ક્રિસ વોક્સ, ગસ એટકિંસન, જેમી ઓવરટન, જોશ ટંગ.





