Ind vs Eng 5th Test, India vs England Score Updates : યશસ્વી જયસ્વાલની સદી (118) અને રવિન્દ્ર જાડેજા, આકાશદીપ અને વોશિંગ્ટન સુંદરની અડધી સદીની મદદથી ભારતે ત્રીજા દિવસે સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ભારતે જીતવા માટે આપેલા 374 રનના પડકાર સામે ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના અંતે 13.5 ઓવરમાં 1 વિકેટે 50 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડની જીતવા માટે હવે 324 રનની જરુર છે અને ભારતને 9 વિકેટની જરુર છે. દિવસના અંતે બેન ડકેટ 34 રને રમતમાં છે.
ટીમ ઇન્ડિયા 396 રનમાં ઓલઆઉટ
ભારત બીજા દાવમાં 88 ઓવરમાં 396 રનમાં ઓલઆઉટ થયું. ઇંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો વિશાળ પડકાર મળ્યો છે. ભારત તરફથ યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા, આકાશદીપ અને વોશિંગ્ટન સુંદરે અડધી સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગે સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી. ગસ એટકિંસનને 3 અને જેમી ઓવરટનને 2 વિકેટ મળી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), કરુણ નાયર, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઇંગ્લેન્ડ : ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ, જેકોબ બેથેલ, ક્રિસ વોક્સ, ગસ એટકિંસન, જેમી ઓવરટન, જોશ ટંગ.





