Ind vs Eng 5th Test : પાંચમી ટેસ્ટમાં ભારતનો રોમાંચક વિજય, શ્રેણી 2-2થી ડ્રો, સિરાજ બન્યો હીરો

ભારત વિ ઇંગ્લેન્ડ સ્કોર અપડેટ્સ, પાંચમી ટેસ્ટ : પાંચમી ટેસ્ટમાં ભારતનો 6 રને રોમાંચક વિજય, પાંચ મેચની શ્રેણી 2-2થી ડ્રો, સિરાજની 5 વિકેટ અને પ્રસિદ્ધ ક્રિષ્નાની 4 વિકેટ

Written by Ashish Goyal
Updated : August 04, 2025 17:32 IST
Ind vs Eng 5th Test : પાંચમી ટેસ્ટમાં ભારતનો રોમાંચક વિજય, શ્રેણી 2-2થી ડ્રો, સિરાજ બન્યો હીરો
IND vs ENG 5th Test: ભારત વિ. ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ મેચમાં ભારતની 6 રનથી રોમાંચક જીત (ફોટો ક્રેડિટ સોશિયલ)

Ind vs Eng 5th Test, India vs England Score Updates : મોહમ્મદ સિરાજ (5 વિકેટ) અને પ્રસિદ્ધ ક્રિષ્નાની (4 વિકેટ) શાનદાર બોલિંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં 6 રને રોમાંચક વિજય મેળવ્યો છે. ભારતે જીતવા માટે આપેલા 374 રનના પડકાર સામે ઇંગ્લેન્ડ 85.1 ઓવરમાં 367 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરી છે.

અંતિમ દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 35 રનની જરુર હતી અને ભારતને 4 વિકેટની જરુર હતી. પાંચમાં દિવસે મોહમ્મદ સિરાજે 3 વિકેટ અને ક્રિષ્નાએ 1 વિકેટ ઝડપી હતી.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), કરુણ નાયર, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ કૃષ્ણા.

ઇંગ્લેન્ડ : ઝેક ક્રોલી, ⁠બેન ડકેટ, ⁠ઓલી પોપ (કેપ્ટન), ⁠જો રૂટ, ⁠હેરી બ્રુક, ⁠જેમી સ્મિથ, જેકોબ બેથેલ, ક્રિસ વોક્સ, ગસ એટકિંસન, જેમી ઓવરટન, જોશ ટંગ.

Live Updates

Ind vs Eng 5th Test Live Day 5 : શુભમન ગિલ મેન ઓફ ધ સિરીઝ

પાંચ ટેસ્ટમાં 754 રન બનાવનાર ભારતનો શુભમન ગિલ મેન ઓફ ધ સિરીઝ જાહેર થયો.

Ind vs Eng 5th Test Live Day 5 : મેચમાં 9 વિકેટ ઝડપનાર મોહમ્મદ સિરાજ મેન ઓફ ધ મેચ

Ind vs Eng 5th Test Live Day 5 : પાંચમી ટેસ્ટમાં ભારતનો 6 રને વિજય

મોહમ્મદ સિરાજ (5 વિકેટ)અને પ્રસિદ્ધ ક્રિષ્નાની (4 વિકેટ)શાનદાર બોલિંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં 6 રને રોમાંચક વિજય મેળવ્યો છે. ભારતે જીતવા માટે આપેલા 374 રનના પડકાર સામે ઇંગ્લેન્ડ 85.1 ઓવરમાં 367 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરી છે. અંતિમ દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 35 રનની જરુર હતી અને ભારતને 4 વિકેટની જરુર હતી. પાંચમાં દિવસે મોહમ્મદ સિરાજે 3 વિકેટ અને ક્રિષ્નાએ 1 વિકેટ ઝડપી હતી.

Ind vs Eng 5th Test Live Day 5 : જોશ ટંગ બોલ્ડ

જોશ ટંગ 12 બોલમાં ખાતું ખોલાયા વિના પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં બોલ્ડ થયો. ઇંગ્લેન્ડે 357 રને નવમી વિકેટ ગુમાવી.

Ind vs Eng 5th Test Live Day 5 : ઓવરટોન 9 રને આઉટ

જીમી ઓવરટોન 17 બોલમાં 2 ફોર સાથે 9 રન બનાવી મોહમ્મદ સિરાજની ઓવરમાં એલબી આઉટ થયો. ઇંગ્લેન્ડે 354 રને આઠમી વિકેટ ગુમાવી.

Ind vs Eng 5th Test Live Day 5 : સ્મિથ 2 રને આઉટ

જેમી સ્મિથ 20 બોલમાં 2 રન બનાવી મોહમ્મદ સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 347 રને સાતમી વિકેટ ગુમાવી.

Ind vs Eng 5th Test Live Day 5 : ભારત અને ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટનો આજે નિર્ણાયક દિવસ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટનો આજે પાંચમો અને નિર્ણાયક દિવસ છે. ભારતે આપેલા 374 રનના પડકાર સામે ઇંગ્લેન્ડે ચોથા દિવસના અંતે 6 વિકેટે 339 રન બનાવી લીધા છે. ભારત જીતથી 4 વિકેટ અને ઇંગ્લેન્ડ જીતથી 35 રન દૂર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ