IND vs ENG 2nd Semi Final T20 World Cup 2026 LIVE : ટી 20 વર્લ્ડ કપ 2026, શિવમ દુબેની આક્રમક બેટિંગ

India vs England, ICC Men’s T20 World Cup 2026 2nd Semi Final Live Match Updates : ટી20 વર્લ્ડ કપ 2026 ની બીજી સેમિફાઇનલ મેચમાં ભારત સામે ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. સંજુ સેમસનના 42 બોલમાં 8 ફોર અને 7 સિક્સર સાથે 89 રન.

India vs England, ICC Men’s T20 World Cup 2026 2nd Semi Final Live Match Updates : ટી20 વર્લ્ડ કપ 2026 ની બીજી સેમિફાઇનલ મેચમાં ભારત સામે ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. સંજુ સેમસનના 42 બોલમાં 8 ફોર અને 7 સિક્સર સાથે 89 રન.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India vs England Live Cricket Score T20 World Cup 2026 Semi Final at Wankhede Stadium Mumbai

IND vs ENG 2nd Semi Final T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026, ભારત વિ ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલ લાઇવ અપડેટ્સ

T20 World Cup 2026 2nd Semi Final, Ind vs Eng Live Scorecard Updates : ટી20 વર્લ્ડ કપ 2026 ની બીજી સેમિફાઇનલ મેચમાં ભારતે 16 ઓવરમાં 4 વિકેટે 190 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. 

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

ઇંગ્લેન્ડ : ફિલ સોલ્ટ, જોસ બટલર, જેકોબ બેથેલ,  ટોમ બેન્ટન, હેરી બ્રુક (કેપ્ટન), સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, જેમી ઓવરટોન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ.

  • Mar 05, 2026 20:21 IST

    IND vs ENG Live : સૂર્યકુમાર યાદવ આઉટ

    સૂર્યકુમાર યાદવ 6 બોલમાં 1 સિક્સર સાથે 11 રને રાશિદની ઓવરમાં આઉટ થયો. ભારતે 190 રને ચોથી વિકેટ ગુમાવી.



  • Mar 05, 2026 20:16 IST

    IND vs ENG Live : ભારતના 15 ઓવસમાં 3 વિકેટે 177 રન

    ભારતે 15 ઓવરમાં 3 વિકેટે 177 રન બનાવી લીધા છે. શિવમ દુબે 28 અને સૂર્યકુમાર યાદવ 5 રને રમતમાં છે.



  • Advertisment
  • Mar 05, 2026 20:08 IST

    IND vs ENG Live : સેમસન 89 રને આઉટ

    સંજુ સેમસન 42 બોલમાં 8 ફોર અને 7 સિક્સર સાથે 89 રને વિલ જેક્સની ઓવરમાં કેચ આઉટ થયો. 11 રન માટે સદી ચુકી ગયો. ભારતે 160 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Mar 05, 2026 19:47 IST

    IND vs ENG Live : ઇશાન કિશન 39 રને આઉટ

    ઇશાન કિશન 18 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 39 રને રાશિદની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 117 રને બીજી વિકેટ ગુમાવી.



  • Mar 05, 2026 19:43 IST

    IND vs ENG Live : સેમસનની અડધી સદી

    સંજુ સેમસને 26 બોલમાં 7 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ભારતે 8.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.



  • Mar 05, 2026 19:22 IST

    IND vs ENG Live : ભારતના 50 રન

    ભારતે 4.5 ઓવરમાં 50 રન પુરા કર્યા. સંજુ સેમસન 31 અને ઇશાન કિશન 15 રને રમતમાં છે.



  • Mar 05, 2026 19:11 IST

    IND vs ENG Live : અભિષેક શર્મા આઉટ

    અભિષેક શર્મા ફરી એક વખત ફ્લોપ રહ્યો છે. તે  7 બોલમાં 2 ફોર સાથે 9 રને વિલ જેક્સની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 20 રને પ્રથમ વિકેટ ગુમાવી દીધી. 



  • Mar 05, 2026 19:05 IST

    IND vs ENG Live : સેમસન અને અભિષેક શર્મા ઓપનિંગમાં ઉતર્યા

    ભારત તરફથી સંજુ સેમસન અને અભિષેક શર્મા ઓપનિંગમાં ઉતર્યા. જોફ્રા આર્ચરની પ્રથમ ઓવરમાં 12 રન બનાવ્યા. સેમસને એક ફોર અને એક સિક્સર ફટકારી.



  • Mar 05, 2026 18:38 IST

    IND vs ENG Live : ભારત પ્લેઇંગ ઇલેવન

    સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.



  • Mar 05, 2026 18:38 IST

    IND vs ENG Live : ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન

    ફિલ સોલ્ટ, જોસ બટલર, જેકોબ બેથેલ,  ટોમ બેન્ટન, હેરી બ્રુક (કેપ્ટન), સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, જેમી ઓવરટોન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ.



  • Mar 05, 2026 18:37 IST

    IND vs ENG Live : ઇંગ્લેન્ડે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    ટી20 વર્લ્ડ કપ 2026 ની બીજી સેમિફાઇનલ મેચમાં ભારત સામે ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે



  • Mar 05, 2026 17:26 IST

    IND vs ENG Live : 2024 ટી 20 વર્લ્ડ કપ સેમિ ફાઇનલમાં ભારત સામે ઇંગ્લેન્ડનો પરાજય

    ટી 20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ  ટીમ ઈન્ડિયાએ સેમિફાઇનલમાં અંગ્રેજો સામે છેલ્લા વર્લ્ડ કપની હારનો બદલો લીધો હતો. આ સેમિ ફાઈનલ મુકાબલામાં ભારતે ઈંગ્લેન્ડને 68 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જે પછી ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટી20 વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું હતું.



  • Mar 05, 2026 16:56 IST

    IND vs ENG Live : 2022 ટી 20 વર્લ્ડ કપ સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો પરાજય

    ટી 20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં ભારતીય ટીમનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થયો હતો. આ મેચમાં ઈંગ્લિશ ઓપનર જોસ બટલર અને એલેક્સ હેલ્સે ભારતીય બોલરોની જે ક્લાસ લીધી હતી તે ટીમ ક્યારેય ભૂલી શકશે નહીં. કારણ કે 169 રનનો ટાર્ગેટ ઈંગ્લેન્ડે 16 ઓવરમાં મેળવી લીધો હતો અને મેચ 10 વિકેટથી જીતી લીધી હતી. આ ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું.



  • Mar 05, 2026 16:17 IST

    IND vs ENG Live : ભારત-ઇંગ્લેન્ડ ટી-20 વર્લ્ડ કપમાં હેડ ટુ હેડ રેકોર્ડ

    ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને ઇંગ્લેન્ડ પાંચ વખત આમને-સામને આવી ચૂક્યા છે. ભારતનો ત્રણ મેચમાં વિજય થયો છે જ્યારે ઇંગ્લિશ ટીમનો બે વખત વિજય થયો છે. 2007ના વર્લ્ડ કપથી આ સિલસિલો તે મેચથી થયો હતો જેમાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી. જે પછી ઇંગ્લેન્ડે 2009ના વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું. ત્યાર બાદ 2012માં ભારતે ઇંગ્લેન્ડને 90 રનથી હરાવ્યું હતું. જે પછી 2022ની સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડે અને 2024ની સેમિ ફાઈનલમાં ભારતે જીત મેળવી હતી.



  • Mar 05, 2026 16:10 IST

    IND vs ENG Live : આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિ ફાઇનલ

    ટી20 વર્લ્ડ કપ 2026 ની બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુરુવારે (5 માર્ચ) મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ જીતનાર ટીમ રવિવાર (8 માર્ચ) ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં ટકરાશે. ન્યૂઝીલેન્ડે પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત અને ઇંગ્લેન્ડ સતત ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં એકબીજાનો સામનો કરશે. ઇંગ્લેન્ડે 2022માં અને ભારતે 2024માં જીત મેળવી હતી. 



સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ