કેન્સરથી ઝઝુમી રહી છે આકાશદીપની બહેન , પિતા અને ભાઇનું પણ થઇ ગયું છે નિધન, મેચ પછી કર્યો ખુલાસો

IND vs ENG Test, Akash Deep : ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં આકાશદીપે 10 વિકેટ ઝડપી હતી. જીત મેળવ્યા પછી આકાશદીપે પૂજારા સાથેની વાતચીતમાં કહ્યું કે હું આ જીત કેન્સર સામે લડી રહેલી મારી બહેનને સમર્પિત કરું છું

Written by Ashish Goyal
July 07, 2025 14:55 IST
કેન્સરથી ઝઝુમી રહી છે આકાશદીપની બહેન , પિતા અને ભાઇનું પણ થઇ ગયું છે નિધન, મેચ પછી કર્યો ખુલાસો
જીત પછી શુભમન ગિલ, કરુણ નાયર અને આકાશદીપ (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)

IND vs ENG Test, Akash Deep : ભારતે બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 336 રનથી મોટો વિજય મેળવ્યો હતો. આ જીતમાં ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર આકાશદીપ ઝડપ્યો હતો. બીજી ટેસ્ટ મેચ પછી આકાશદીપે વિસ્ફોટક ખુલાસો કર્યો હતો. ચેતેશ્વર પૂજારા સાથેની વાતચીતમાં આકાશદીપે કહ્યું કે તેની બહેન કેન્સર સામે લડી રહી છે અને તે આ જીત તેને સમર્પિત કરે છે.

આકાશદીપની બહેન કેન્સર સામે લડી રહી છે

આકાશદીપે મોટી મુશ્કેલીઓમાંથી પસાર થઈને સફળતાનો સ્વાદ ચાખ્યો છે. તેને દરેક પગલે આકરી કસોટીનો સામનો કરવો પડ્યો છે. તેના પિતા અને તેના મોટા ભાઈનું તેની રમતની શરૂઆતમાં જ અવસાન થયું હતું અને હવે તેની બહેન કેન્સર સામે લડી રહી છે અને આ સમાચાર ખરેખર પીડાદાયક છે.

જીત મેળવ્યા પછી આકાશદીપે પૂજારા સાથેની વાતચીતમાં કહ્યું કે હું આ જીત કેન્સર સામે લડી રહેલી મારી બહેનને સમર્પિત કરું છું. પૂજારાએ ત્યારે કહ્યું કે તમે તમારી બહેનને શું કહેવા માંગો છે, આકાશદીપ થોડો ભાવુક થઈ ગયો હતો અને પછી તેણે કહ્યું હતું કે આ બધું તમારા માટે છે અને તેમનો ચહેરો હંમેશાં મારી નજર સામે જ હોય છે.

આ મેચમાં આકાશદીપની બોલિંગ સ્ટ્રેટજી વિશે પૂછવામાં આવતા તેણે કહ્યું કે મારું લક્ષ્ય બોલને યોગ્ય જગ્યાએ ફેંકવાનું હતું, પછી ભલે વિકેટ ગમે તે હોય અને તેનું ફળ મળ્યું. વિકેટ કેવું વર્તન કરશે તે અમારા હાથમાં નથી, પણ બોલને યોગ્ય જગ્યાએ ફેંકવો એ અમારા હાથમાં હતું અને અમે તેમ કર્યું હતું.

આ પણ વાંચો – શુભમન ગિલે રચ્યો ઇતિહાસ, આવી સિદ્ધિ મેળવનાર ભારતનો પ્રથમ કેપ્ટન બન્યો

આકાશદીપે 10 વિકેટ ઝડપી હતી

આકાશદીપે બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઇનિંગમાં તેણે 6 વિકેટ ઝડપી હતી. મેચમાં કુલ 10 વિકેટ ઝડપી હતી અને ભારતની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. ભારતે આ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનના અંતરથી હરાવ્યું હતું અને રનના મામલે આ ભારતના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં વિદેશની ધરતી પર સૌથી મોટી જીત પણ રહી હતી.

વિદેશમાં રનના મામલે ભારતની સૌથી મોટી જીત

  • 336 રન વિ ઇંગ્લેન્ડ- બર્મિંગહામ, 2025
  • 318 રન વિ વેસ્ટ ઇન્ડીઝ- નોર્થ સાઉન્ડ, 2016
  • 304 રન વિ શ્રીલંકા- ગાલે, 2017
  • 295 રન વિ ઓસ્ટ્રેલિયા- પર્થ, 2024
  • 279 રન વિ ઇંગ્લેન્ડ- લીડ્સ, 1986

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ