T20 World cup 2026: બાપુએ ઈંગ્લેન્ડને કર્યું ઘર ભેગુ, અક્ષર પટેલના બે કેચે ઈન્ડિયાને પહોંચાડી T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનમાં, જુઓ બંને કેચના વીડિયો

IND vs ENG Semifinal Axar Patel Catch : ભારત ઈંગ્લેન્ડ સેમીફાઈનલ રસાકસીવાળી મેચમાં અક્ષર પટેલના બે કેચ ટર્નિંગ પોઈન્ટ બન્યા હતા. અક્ષર પટેલના બંને કેચ એટલા શાનદાર હતા કે એક તબક્કે દર્શકોના શ્વાસ થંભાવી દીધા હતા.

IND vs ENG Semifinal Axar Patel Catch : ભારત ઈંગ્લેન્ડ સેમીફાઈનલ રસાકસીવાળી મેચમાં અક્ષર પટેલના બે કેચ ટર્નિંગ પોઈન્ટ બન્યા હતા. અક્ષર પટેલના બંને કેચ એટલા શાનદાર હતા કે એક તબક્કે દર્શકોના શ્વાસ થંભાવી દીધા હતા.

author-image
Ankit Patel
New Update
Axar Patel catch

ભારત ઈંગ્લેન્ડ સેમીફાઈનલ મેચ અક્ષર પટેલ કેચ Photograph: (X icc)

IND vs ENG Semifinal Axar Patel Catch : 5 માર્ચ 2026ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમાં ટી20 વર્લ્ડકપ 2026ની નોકઆઉટ- સેમીફાઈનલ મેચમાં ભારત અને ઈંગ્લેન્ડ ટકરાયા હતા. આ મેચમાં ભારતે સાત રનથી ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. અને ફાઈનમાં જગ્યા બનાવી હતી. આ મેચ એકદમ રસાકસી વાળી હતી. 

Advertisment

ભારતે પહેલા બેટિંગ કરીને 253 રનનો પહાડી ટાર્ગેટ ઇંગ્લેન્ડને આપ્યો હતો. જોકે, ઈંગ્લેન્ડના બેસ્ટમેનોએ પણ 246 રન કર્યા હતા. જોકે, આ આખી રસાકસીવાળી મેચમાં અક્ષર પટેલના બે કેચ ટર્નિંગ પોઈન્ટ બન્યા હતા. અક્ષર પટેલના બંને કેચ એટલા શાનદાર હતા કે એક તબક્કે દર્શકોના શ્વાસ થંભાવી દીધા હતા.

અક્ષર પટેલે પકડ્યા બે જોરદાર કેચ

પહેલો કેચ - કેપ્ટન બ્રુકને પેવેલિયન ભેગો કર્યો

વાનખેડે સ્ટેડિયમમાં અક્ષર પટેલે એક સનસનાટીભર્યા કેચથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કેચ બીજા કોઈનો નહીં પણ વિરોધી ટીમના કેપ્ટન હેરી બ્રુકનો હતો. ભારત તરફથી ઇનિંગની પાંચમી ઓવર ફેંકવા આવેલા જસપ્રીત બુમરાહે પહેલો બોલ ધીમી ગતિએ ફેંક્યો હતો. 

Advertisment

બ્રુકે મોટા શોટની આશામાં પોતાનું બેટ જોરથી ફેરવ્યું, પરંતુ તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. બોલ સ્વીપર કવર તરફ ઉછળ્યો હતો. એક ક્ષણ માટે એવું લાગતું હતું કે બોલ બાઉન્ડ્રીની ઉપર જશે. પરંતુ પોઈન્ટની પાછળથી દોડતા અક્ષર પટેલે બાઉન્ડ્રીની અંદર કેચ પકડીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

બીજો કેચ - વિલ જેક્સની વિકેટ લીધી

ઈંગ્લેન્ડના બેસ્ટમેનો ધડાધર રન બનાવી રહ્યા હતા. ત્યારે આ મેચની સૌથી નોંધપાત્ર વિકેટ વિલ જેક્સની હતી, જ્યારે જેકબ બેથેલ સાથેની તેની ભાગીદારી ભારત પાસેથી મેચ છીનવી રહી હતી. આ વિકેટમાં ફિલ્ડર અક્ષર પટેલ બોલર અર્શદીપ સિંહ કરતા પણ વધુ પ્રભાવશાળી હતો.

આ પણ વાંચોઃ- IND vs ENG: હેરી બ્રુકની ભૂલને કારણે ઇંગ્લેન્ડને 74 રન મોંઘા પડ્યા, સંજુ સેમસનને ત્રીજી ઓવરમાં મળ્યું જીવનદાન

ભારતીય ઉપ-કેપ્ટને વિલ જેક્સના શોટ પર માત્ર સિક્સર જ નહીં, પણ તેને કેચ આઉટ કરવા માટે શાનદાર છલાંગ પણ લગાવી હતી. બોલને પકડીને શિવમ દુવે તરફ બોલ ફેંક્યો અને પોતાને સંભાળ્યો હતો. શિવમ દુબે એ કેચ કરી લીધો હતો. આમ વિલ જેક્સની વિકેટ પડી હતી.

ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ વર્લ્ડકપ T20 વર્લ્ડ કપ