T20 World Cup 2024, IND vs ENG 2nd Semi Final Weather Report Head To Head : આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિ ફાઈનલમાં ભારત અને ઇગ્લેન્ડની ટીમ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 27 જૂનને ગુરુવારના રોજ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 કલાકે રમાશે. ભારત ટી 20 વર્લ્ડ કપ 2024માં અજેય છે. હજુ સુધી એકપણ મેચ ગુમાવી નથી. બીજી તરફ ઇંગ્લેન્ડનો સુપર 8 માં દક્ષિણ આફ્રિકા સામે પરાજય થયો હતો. અહીં ભારત અને ઇંગ્લેન્ડ મેચની લાઇવ સ્ટ્રીમિંગ, વેધર રિપોર્ટ, હેડ ટુ હેડ અને પ્લેઇંગ ઇલેવન વિશે જણાવી રહ્યા છીએ.
ભારત વિ ઇંગ્લેન્ડ હેડ ટુ હેડ રેકોર્ડ્સ (IND vs ENG Head To Head Records)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી 20 ક્રિકેટમાં હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો ભારતનું પલડું સહેજ ભારે છે. ટી 20 ક્રિકેટમાં અત્યાર સુધી બંને ટીમ વચ્ચે 23 મેચ રમાઇ છે. જેમાં ભારત 12 મેચ જીત્યું છે અને ઈંગ્લેન્ડ 11 મેચ જીત્યું છે. ટી20 વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો ભારત અને ઈંગ્લેન્ડ બરોબરી પર છે. બંને વચ્ચે ચાર મેચ રમાઇ છે જેમાં બંને 2-2 મેચ જીત્યા છે.
ભારત વિ. ઇંગ્લેન્ડ પીચ અને હવામાન રિપોર્ટ (India vs England Pitch And Weather Report)
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિ ફાઈનલ ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર છેલ્લી 20 મેચોમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 150 રન છે. ગુયાના સ્ટેડિયમની પીચ બેટ્સમેન અને બોલરો બંને માટે યોગ્ય છે. ટોસ જીતનારી ટીમ તે સમયની પરિસ્થિતિના આધારે બેટિંગ અથવા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.
આ પણ વાંચો – દક્ષિણ આફ્રિકા વિ. અફઘાનિસ્તાન પ્રથમ સેમિ ફાઇનલ, હેડ ટુ હેડ, પીચ રિપોર્ટ અને પ્લેઇંગ ઇલેવન પર નજર
Weather.com મુજબ, ગુયાનામાં મેચના દિવસે 60% વરસાદની સંભાવનાની આગાહી કરવામાં આવી છે. જે મેચમાં અસર કરી શકે છે. વરસાદની આગાહી સ્થાનિક સમય અનુસાર સવારે 10:30 વાગ્યે રમતની શરૂઆતમાં 33% થી શરૂ થાય છે અને લગભગ 1 વાગ્યાની આસપાસ 59% સુધી જાય છે.
ભારત અને ઇંગ્લેન્ડ લાઇવ સ્ટ્રીમિંગ (IND vs ENG Semi Final Live Streaming)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી 20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલ મેચ 27 જૂનને ગુરુવારે રાત્રે 8.00 વાગ્યાથી હોટસ્ટાર એપ અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
ભારત અને ઈંગ્લેન્ડ સંભવિત પ્લેઇંગ ઇલેવન (IND vs ENG Semi Final Playing 11)
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, શિવમ દૂબે, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ
ઈંગ્લેન્ડ : જોશ બટલર, ફિલ સોલ્ટ, જોની બેયરસ્ટો, હૈરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, મોઇન અલી, ક્રિસ જોર્ડન, સેમ કરન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, રીસ ટોપ્લી.





