IND vs ENG, Ravindra Jadeja and Rivava Jadeja : ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છેલ્લા કેટલાક દિવસોથી તેના પિતાએ આપેલા ઈન્ટરવ્યુના કારણે ચર્ચામાં છે. રવિન્દ્ર જાડેજાના કહેવા મુજબ લગ્ન બાદ તેમનો પુત્ર બદલાઈ ગયો હતો. રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ પુત્રને તેમની પાસેથી છીનવી લીધો હતો. દરમિયાન હવે રવિન્દ્ર જાડેજાએ પોતાની પત્ની વિશે મોટું નિવેદન આપ્યું છે અને તેને પોતાની સૌથી મોટી તાકાત ગણાવી છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી રાજકોટ ટેસ્ટમાં જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે આ મેચની પ્રથમ ઇનિંગમાં 112 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. જાડેજાએ ટેસ્ટ ફોર્મેટમાં બીજી વખત આ સિદ્ધિ મેળવી છે જ્યારે તેણે 100 રન બનાવ્યા હતા અને તે જ મેચમાં પાંચ વિકેટ પણ લીધી હતી. આ પહેલા 2022માં મોહાલીમાં શ્રીલંકા સામે રમાયેલી મેચમાં પ્રથમ વખત આ સિદ્ધિ મેળવી હતી. તેણે અણનમ 175 રન બનાવવા ઉપરાંત 41 રનમાં 5 વિકેટ પણ લીધી હતી. જાડેજાએ આ એવોર્ડ તેમની પત્ની રીવાબાને અર્પણ કર્યો હતો.
આ પણ વાંચોઃ- યશસ્વી જયસ્વાલની બેવડી સદી, વિરાટ અને કાંબલીની બરાબરી કરી, ગાવસ્કરની ક્લબમાં સામેલ
જાડેજાએ આ એવોર્ડ તેમના પત્નીને અર્પણ કર્યો હતો
જાડેજાએ પોતાના હોમ ગ્રાઉન્ડ પર આ એવોર્ડ જીત્યો હતો. BCCIએ એક વીડિયો શેર કર્યો જેમાં જાડેજા કહે છે, ‘ઘરે આ એવોર્ડ જીતવો ખૂબ જ ખાસ છે. હું આ એવોર્ડ મારી પત્ની રીવાબાને સમર્પિત કરવા માંગુ છું. તે મારા માટે ખૂબ મહેનત કરે છે. તેણીએ મારો આત્મવિશ્વાસ વધાર્યો છે.” આ નિવેદન સાથે, તેણે એક રીતે તે બધા લોકોનો જવાબ આપ્યો જેઓ તેની પત્ની પર પ્રશ્નો ઉઠાવતા હતા.
આ પણ વાંચોઃ- 500 અને 501 વિકેટ વચ્ચે ઘણું બધુ થયું, રવિચંદ્રન અશ્વિનની પત્નીની ઈમોશનલ પોસ્ટ
રોહિતના નિર્ણયથી જાડેજા ખુશ હતો
આ પહેલા જાડેજાએ પણ મેચમાં પોતાની ભૂમિકા વિશે વાત કરી હતી. તેણે કહ્યું, ‘મને આ વિકેટ વિશે ખબર હતી. હું જાણતો હતો કે અહીં પ્રથમ બેટિંગ હંમેશા સારો નિર્ણય છે. બોલ બીજા હાફમાં સ્પિન થાય છે. જ્યારે રોહિતે ટોસ જીત્યો ત્યારે અમે વિચારતા હતા કે તે સારું છે, અમે આ જ ઇચ્છતા હતા. આ પીચ પર વિકેટ લેવી સરળ નથી, તમારે ઘણી મહેનત કરવી પડશે.