વોશિંગ્ટન સુંદરના પિતાએ ગંભીર-અગરકર પર કર્યો પ્રહાર, કહ્યું – મારા પુત્રને પાંચમાં નંબરે તક મળવી જોઈએ

IND vs ENG Test : વોશિંગ્ટન સુંદરના પિતાની આ પ્રતિક્રિયા ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં વોશિંગ્ટનના શાનદાર પ્રદર્શન બાદ આવી હતી, જ્યાં ઓલરાઉન્ડરે તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી અને ઇંગ્લેન્ડ સામેની મેચ ડ્રો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી

July 29, 2025 14:43 IST
વોશિંગ્ટન સુંદરના પિતાએ ગંભીર-અગરકર પર કર્યો પ્રહાર, કહ્યું – મારા પુત્રને પાંચમાં નંબરે તક મળવી જોઈએ
વોશિંગ્ટન સુંદરે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં સદી ફટકારી હતી (તસવીર - વોશિંગ્ટન સુંદર ટ્વિટર)

IND vs ENG Test : ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરના પિતા એમ.સુંદરે ભારતીય પસંદગીકારો પર આકરા પ્રહારો કર્યા હતા અને પુત્રને સતત તક ન મળવા પર નિરાશા વ્યક્ત કરી હતી. સુંદરના પિતાની આ પ્રતિક્રિયા ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં વોશિંગ્ટનના શાનદાર પ્રદર્શન બાદ આવી હતી, જ્યાં ઓલરાઉન્ડરે તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી અને ઇંગ્લેન્ડ સામેની મેચ ડ્રો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

પાંચમાં નંબર પર તક આપવી જોઈએ

ટીઓઆઈ સાથે વાત કરતા વોશિંગ્ટન સુંદરના પિતાએ કહ્યું કે વોશિંગ્ટન સતત ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ લોકો તેના પ્રદર્શનને અવગણે છે અને ભૂલી જાય છે. અન્ય ખેલાડીઓને નિયમિત સમયે તક મળે પણ છે પણ મારા પુત્રને જ મળતી નથી. તેમણે વધુમાં કહ્યું કે વોશિંગ્ટને સતત પાંચમા ક્રમે બેટીંગ કરવી જોઈએ, જેમ તેણે ચોથી ટેસ્ટની બીજી ઈનિંગમાં કર્યું હતું અને તેને સતત પાંચથી દસ તક મળવી જોઈએ.

નવાઈની વાત એ છે કે મારા પુત્રની પસંદગી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે કરવામાં આવી ન હતી. તેના પર્ફોમન્સ પર પસંદગીકારોએ નજર રાખવી જોઈએ.

આ પણ વાંચો – અંગ્રેજોને વધારે થકવી દેવા જોઈતા હતા, ભારતે કરી દીધી ભૂલ, બેન સ્ટોક્સને પાઠ ભણાવવાની જરૂર હતી

ભારત માટે ઋષભ પંત 5માં નંબર પર બેટિંગ કરે છે

તમને જણાવી દઈએ કે ટેસ્ટમાં ભારત માટે ઋષભ પંત 5માં નંબર પર બેટિંગ કરે છે, તો વોશિંગ્ટન સુંદરના પિતાની આ માંગ કેટલી હદે યોગ્ય છે તે પણ એક મોટો સવાલ છે. તમને જણાવી દઈએ કે સુંદરે વર્ષ 2017 માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું, જ્યારે વર્ષ 2021માં તેણે ભારત માટે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તે ભારત માટે અત્યાર સુધી કુલ 11 ટેસ્ટ મેચ રમ્યો છે અને આ દરમિયાન બેટિંગમાં તેની એવરેજ 44.86ની રહી છે જ્યારે બોલિંગમાં તેની એવરેજ 27.87 છે. આ આંકડાઓ તેના ઓલરાઉન્ડ પ્રદર્શનને દર્શાવે છે.

વોશિંગ્ટન સુંદરે ચોથી ટેસ્ટમાં 206 બોલમાં 9 ફોર અને 1 સિક્સરની મદદથી અણનમ 101 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સની મદદથી ભારતે ચોથી ટેસ્ટ ડ્રો કરવામાં સફળતા મેળવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ