/indian-express-gujarati/media/media_files/2026/02/18/india-vs-netherlands-live-score-2026-02-18-17-08-32.jpg)
India vs Netherlands T20 Live Cricket Score in gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, ભારત વિ નેધરલેન્ડ્સ મેચ અપડેટ
T20 World Cup 2026, India vs Netherlands LIVE Cricket Score Updates : ટી 20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચમાં ભારતે આપેલા 194 રનના પડકાર સામે નેધરલેન્ડ્સે 8 ઓવરમાં 2 વિકેટે 52 રન બનાવી લીધા છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડયા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.
નેધરલેન્ડ્સ : માઈકલ લેવિટ, મેક્સ ઓ'ડાઉડ, બાસ ડી લીડે, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન), ઝેક લિયોન કેચેટ, લોગાન વાન બીક, નોહ કોરેસ, આર્યન દત્ત, રોલોફ વાન ડેર મર્વે, કાયલે કેલિન.
- Feb 18, 2026 21:53 IST
IND vs NED LIVE : નેધરલેન્ડ્સના 10 ઓવરમાં 2 વિકેટે 72 રન
નેધરલેન્ડ્સે 10 ઓવરમાં 2 વિકેટે 72 રન બનાવી લીધા છે. બાસ ડી લીડે 15 અને કોલિન એકરમેન 9 રને રમતમાં છે.
- Feb 18, 2026 21:41 IST
IND vs NED LIVE : હાર્દિક પંડ્યાને સફળતા
માઈકલ લેવિટ 23 બોલમાં 4 ફોર સાથે 24 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો. નેધરલેન્ડ્સે 51 રને બીજી વિકેટ ગુમાવી.
- Feb 18, 2026 21:31 IST
IND vs NED LIVE : મેક્સ ઓ'ડાઉડ આઉટ
મેક્સ ઓ'ડાઉડ 18 બોલમા 2 ફોર અને 1 સિક્સર સાથે 20 રને વરુણ ચક્રવર્તીની ઓવરમાં બોલ્ડ થયો. નેધરલેન્ડ્સે 35 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Feb 18, 2026 21:25 IST
IND vs NED LIVE : નેધરલેન્ડ્સના 5 ઓવરમાં વિના વિકેટે 33 રન
નેધરલેન્ડ્સે 5 ઓવરમાં વિના વિકેટે 33 રન બનાવી લીધા છે. માઈકલ લેવિટ 12 અને મેક્સ ઓ'ડાઉડ 19 રને રમતમાં છે.
- Feb 18, 2026 21:07 IST
IND vs NED LIVE : અર્શદીપ સિંહની પ્રથમ ઓવરમાં 6 રન
નેધરલેન્ડ્સ તરફથી માઈકલ લેવિટ અને મેક્સ ઓ'ડાઉડ ઓપનિંગમાં ઉતર્યા. અર્શદીપ સિંહની પ્રથમ ઓવરમાં 6 રન બનાવ્યા.
- Feb 18, 2026 20:53 IST
IND vs NED LIVE : નેધરલેન્ડ્સને 194 રનનો પડકાર
ટી 20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચમાં ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 193 રન બનાવી લીધા છે. નેધરલેન્ડ્સને જીતવા માટે 194 રનનો પડકાર મળ્યો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. રિંકુ સિંહ 3 બોલમાં 1 સિક્સર સાથે 6 રને અણનમ રહ્યો. નેધરલેન્ડ્સ તરફથી લોગાન વાન બીક સૌથી વધારે 3 વિકેટ ઝડપી.
- Feb 18, 2026 20:50 IST
IND vs NED LIVE : શિવમ દુબે 66 રને આઉટ
શિવમ દુબે 31 બોલમાં 4 ફોર અને 6 સિક્સર સાથે 66 રને લોગાન વાન બીકની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 186 રનમાં 5 વિકેટ ગુમાવી. હાર્દિક પંડ્યા 21 બોલમાં 3 સિક્સર સાથે 30 રને કેચ આઉટ થયો.
- Feb 18, 2026 20:31 IST
IND vs NED LIVE : શિવમ દુબેની અડધી સદી
શિવમ દુબેએ 25 બોલમાં 2 ફોર અને 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ભારતે 17 ઓવરમાં 150 રન પુરા કર્યા.
- Feb 18, 2026 20:26 IST
IND vs NED LIVE : ભારતના 16 ઓવરમાં 4 વિકેટે 133 રન
ભારતે 16 ઓવરમાં 4 વિકેટે 133 રન બનાવી લીધા છે. શિવમ દુબે 33 અને હાર્દિક પંડ્યા 13 રને રમતમાં છે.
- Feb 18, 2026 20:13 IST
IND vs NED LIVE : સૂર્યકુમાર યાદવ આઉટ
સૂર્યકુમાર યાદવ 28 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 34 રન બનાવી કાયલે કેનિનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 110 રને ચોથી વિકેટ ગુમાવી. આ પહેલા ભારતે 12.4 ઓવરમાં 100 રન પુરા કર્યા હતા.
- Feb 18, 2026 19:56 IST
IND vs NED LIVE : તિલક વર્મા આઉટ
તિલક વર્મા 27 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 31 રન બનાવી વાન બીકની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 69 રનમાં 3 વિકેટ ગુમાવી.
- Feb 18, 2026 19:42 IST
IND vs NED LIVE : ભારતના 8 ઓવરમાં 2 વિકેટે 60 રન
ભારતે 8 ઓવરમાં 2 વિકેટે 60 રન બનાવી લીધા છે. તિલક વર્મા 29 અને સૂર્યકુમાર યાદવ 13 રને રમતમાં છે
- Feb 18, 2026 19:25 IST
IND vs NED LIVE : ઇશાન કિશન 18 રને બોલ્ડ
ઇશાન કિશન 7 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 18 રને આર્યન દત્તની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 39 રને બીજી વિકેટ ગુમાવી.
- Feb 18, 2026 19:22 IST
IND vs NED LIVE : ભારતના 4 ઓવરમાં 1 વિકેટે 35 રન
ભારતે 4 ઓવરમાં 1 વિકેટે 35 રન બનાવી લીધા છે. ઇશાન કિશન 14 અને તિલક વર્મા 21 રને રમતમાં છે.
- Feb 18, 2026 19:08 IST
IND vs NED LIVE : અભિષેક શર્મા ફરી એક વખત ખાતું ખોલાયા વિના આઉટ
અભિષેક શર્મા ફરી એક વખત ખાતું ખોલાયા વિના આઉટ થયો. અભિષેક 3 બોલમાં શૂન્ય રને આર્યન દત્તની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે ઝીરો રનમાં પ્રથમ વિકેટ ગુમાવી.
- Feb 18, 2026 19:04 IST
IND vs NED LIVE : નેધરલેન્ડ્સ પ્લેઇંગ ઇલેવન
માઈકલ લેવિટ, મેક્સ ઓ'ડાઉડ, બાસ ડી લીડે, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન), ઝેક લિયોન કેચેટ, લોગાન વાન બીક, નોહ કોરેસ, આર્યન દત્ત, રોલોફ વાન ડેર મર્વે, કાયલે કેલિન.
- Feb 18, 2026 19:04 IST
IND vs NED LIVE : ભારત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડયા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.
- Feb 18, 2026 18:35 IST
IND vs NED LIVE : ભારતે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
ટી 20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચમાં નેધરલેન્ડ્સ સામે ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.
- Feb 18, 2026 18:09 IST
IND vs NED LIVE : અમદાવાદની પીચ કેવી રહેશે?
અમદાવાદમાં અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાએ આ મેદાન પર રમાયેલી ત્રણેય મેચમાં 170 થી વધુ રન બનાવ્યા છે. અત્યાર સુધી રાત્રિ મેચોમાં બેટિંગનું પ્રભુત્વ રહ્યું છે. સ્વિંગ બોલરોને સાંજે થોડી મદદ મળી શકે છે. સ્પિનરોને આ પીચ પર ખાસ મદદ નહીં મળે. જોકે વેરિએશન બોલરોને મદદ કરી શકે છે. ઝાકળને કારણે પાછળથી બોલિંગ કરતી ટીમને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જો ભારતીય ટીમ આ મેદાન પર પહેલા બેટિંગ કરે છે તો તે નેધરલેન્ડ્સ સામે ઓછામાં ઓછા 200 કે 220 રન બનાવી શકે છે.
- Feb 18, 2026 17:12 IST
IND vs NED LIVE : અમદાવાદમાં હવામાન કેવું રહેશે
અમદાવાદમાં હવામાનની વાત કરીએ તો હવામાન હાલમાં સ્વચ્છ છે. દિવસ દરમિયાન તડકો છે અને મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. વરસાદની સંભાવના નથી. મેચ કોઈપણ વિક્ષેપ વિના રમાશે. જોકે રાત્રે ઝાકળ બીજા દાવમાં બોલિંગ માટે સમસ્યા ઊભી કરી શકે છે.
- Feb 18, 2026 17:11 IST
IND vs NED LIVE : આજે ભારત વિ નેધરલેન્ડ્સ મેચ
ટી 20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચમાં ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો માટે આ છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ છે. ભારતીય ટીમ સુપર-8 માં પહોંચી ગઈ છે. તેણે 3 માંથી 3 મેચ જીતી છે. નેધરલેન્ડ 2 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us