Live

IND vs Nep, Asia Cup 2023 : એશિયા કપ : રોહિત શર્મા, શુભમન ગિલની અડધી સદી, ભારતનો નેપાળ સામે 10 વિકેટે વિજય

Asia Cup 2023 Score, IND vs Nep: રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ ઝડપી, રોહિત શર્મા (74)અને શુભમન ગિલની (67) અણનમ અડધી સદી

Written by Ashish Goyal
Updated : September 05, 2023 16:05 IST
IND vs Nep, Asia Cup 2023 : એશિયા કપ : રોહિત શર્મા, શુભમન ગિલની અડધી સદી, ભારતનો નેપાળ સામે 10 વિકેટે વિજય
ભારત - નેપાળ એશિયા કપર ક્રિકેટ મેચ લાઇવ સ્ક્રોર મેચ (Express Photo)

Asia Cup 2023, India vs Nepal Score : રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ (3-3 વિકેટ)ની શાનદાર બોલિંગ પછી રોહિત શર્મા (74)અને શુભમન ગિલની (67)અડધી સદીની મદદથી ભારતે એશિયા કપ 2023માં નેપાળ સામે 10 વિકેટે વિજય મેળવ્યો હતો. નેપાળ 48.2 ઓવરમાં 230 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ડકવર્થ લુઇસના કારણે ભારતને 23 ઓવરમાં 145 રનનો પડકાર મળ્યો હતો. આ પડકાર ભારતે 20.1 ઓવરમાં વિના વિકેટે મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે.

ભારત- નેપાળ પ્લેઇંગ ઇલેવન

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.

નેપાળ : રોહિત પૌડેલ (કેપ્ટન), કુશલ ભુર્ટેલ, આસિફ શેખ, ભીમ શર્કી, સોમપાલ કામી, કુશલ મલ્લા, ગુલશન ઝા, દિપેન્દ્ર સિંહ એરી, કરન કેસી, સંદીપ લામિછાને, લલિત રાજબંશી.

Live Updates

ભારતનો 10 વિકેટે વિજય

રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ (3-3 વિકેટ)ની શાનદાર બોલિંગ પછી રોહિત શર્મા (74)અને શુભમન ગિલની (67)અડધી સદીની મદદથી ભારતે એશિયા કપમાં નેપાળ સામે 10 વિકેટે વિજય મેળવ્યો હતો. નેપાળ 48.2 ઓવરમાં 230 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ડકવર્થ લુઇસના કારણે ભારતને 23 ઓવરમાં 145 રનનો પડકાર મળ્યો હતો. આ પડકાર ભારતે 20.1 ઓવરમાં વિના વિકેટે મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે.

શુભમન ગિલની અડધી સદી

શુભમન ગિલે 47 બોલમાં 7 ફોર, 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

ભારતના 100 રન

ભારતે 13.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

રોહિત શર્માની અડધી સદી

રોહિત શર્માએ 39 બોલમાં 5 ફોર, 3 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

ભારતના 10 ઓવરમાં વિના વિકેટે 64 રન

ભારતના 10 ઓવરમાં વિના વિકેટે 64 રન. રોહિત શર્મા 30 અને શુભમન ગિલ 32 રને રમતમાં.

ભારતના 50 રન

ભારતે 7.5 ઓવરમાં 50 રન પુરા કર્યા

ભારતને હવે 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ

ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે ભારતને 23 ઓવરમાં 145 રનનો નવો ટાર્ગેટ મળ્યો

10 કલાકે અમ્પાયર મેદાનનું નિરીક્ષણ કરશે

વરસાદે ફરી મેચ અટકાવી

ભારતે 2.1 ઓવરમાં વિના વિકેટે 17 રન બનાવી લીધા છે. વરસાદના કારણે હાલ મેચ અટકાવવામાં આવી છે.

નેપાળ 48.2 ઓવરમાં 230 રનમાં ઓલ આઉટ

નેપાળ 48.2 ઓવરમાં 230 રનમાં ઓલ આઉટ. ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી છે.

લલિત રાજબંશી શૂન્ય રને આઉટ

લલિત રાજબંશી ખાતું ખોલાયા વિના મોહમ્મદ સિરાજની ઓવરમાં બોલ્ડ થયો.

સંદીપ લામિછાને રન આઉટ

સંદીપ લામિછાને 9 રન બનાવી રન આઉટ થયો.

સોમપાલ કામી 48 રને આઉટ

સોમપાલ કામી 56 બોલમાં 1 ફોર, 2 સિક્સર સાથે 48 રને મોહમ્મદ શમીનો શિકાર બન્યો.

નેપાળના 200 રન

નેપાળે 43.3 ઓવરમાં 200 રન પુરા કર્યા.

દિપેન્દ્ર સિંહ 29 રને આઉટ

દિપેન્દ્ર સિંહ એરી 25 બોલમાં 3 ફોર સાથે 29 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં આઉટ થયો. નેપાળે 194 રને સાતમી વિકેટ ગુમાવી.

વરસાદના કારણે મેચ અટકાવવામાં આવી

હાલ વરસાદના કારણે મેચ અટકાવવામાં આવી છે. નેપાળે 37.5 ઓવરમાં 6 વિકેટે 178 રન બનાવી લીધા છે.

ગુલશન ઝા 23 રને આઉટ

ગુલશન ઝા 23 રન બનાવી મોહમ્મદ સિરાજની ઓવરમાં આઉટ થયો. નેપાળે 144 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

આસિફ શેખ 58 રને આઉટ

આસિફ શેખ 97 બોલમાં 8 ફોર સાથે 58 રન બનાવી મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો. 132 રને પાંચમી વિકેટ ગુમાવી.

આસિફ શેખની અડધી સદી

આસિફ શેખે 88 બોલમાં 7 ફોર સાથે અડધી સદી ફટકારી

જાડેજાને મળી સફળતા

કેપ્ટન રોહિત પૌડેલે 5 અને કુશલ મલ્લા 2 રને જાડેજાનો શિકાર બન્યા. નેપાળના 22 ઓવરમાં 4 વિકેટે 102 રન.

ભીમ શર્કી 7 રને બોલ્ડ

ભીમ શર્કી 17 બોલમાં 7 રન બનાવી જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો. નેપાળે 77 રને બીજી વિકેટ ગુમાવી.

કુશલ ભુર્ટેલ 38 રને આઉટ

કુશલ ભુર્ટેલ 25 બોલમાં 3 ફોર, 2 સિક્સરની મદદથી 38 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં કેચ આઉટ થયો.

નેપાળના 50 રન

નેપાળે 8.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.

ભારતની ખરાબ ફિલ્ડિંગ

ભારતની ખરાબ ફિલ્ડિંગ જોવા મળી છે. સતત બે બોલમાં બે કેચ છોડ્યા છે. શ્રેયસે કુશલ ભુર્ટેલનો અને વિરાટ કોહલીએ આસિફ શેખનો કેચ છોડ્યો હતો. આ પછી ઇશન કિશને ભુર્ટેલનો કેચ છોડ્યો. ટીમ ઇન્ડિયાએ ત્રણ કેચ છોડ્યા છે.

કુશલ ભુર્ટેલ, આસિફ શેખ ઓપનિંગમાં ઉતર્યા

નેપાળના કુશલ ભુર્ટેલ, આસિફ શેખ ઓપનિંગમાં ઉતર્યા. મોહમ્મદ શમીની પ્રથમ ઓવરમાં 4 રન બનાવ્યા.

.

નેપાળ પ્લેઇંગ ઇલેવન

રોહિત પૌડેલ (કેપ્ટન), કુશલ ભુર્ટેલ, આસિફ શેખ, ભીમ શર્કી, સોમપાલ કામી, કુશલ મલ્લા, ગુલશન ઝા, દિપેન્દ્ર સિંહ એરી, કરન કેસી, સંદીપ લામિછાને, લલિત રાજબંશી.

ભારતની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.

ભારતે ટોસ જીત્યો, બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

એશિયા કપ 2023માં નેપાળ સામે ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે

Ind vs NEP: પલ્લિકલેમાં વિરાટ કોહલીનો ફ્લોપ શો

વિરાટ કોહલી પલ્લીકેલેમાં 4 વન ડે રમ્યો છે, જેમાં તેણે માત્ર 34 રન જ બનાવ્યા છે. આ દરમિયાન કોહલીનો સર્વોચ્ચ સ્કોર 23 રન છે. પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં વિરાટ કોહલી 4 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલી નેપાળ સામે માઇલસ્ટોન હાંસલ કરી શકે છે. ખરેખર તો કોહલીએ વન ડે કારકિર્દીમાં શ્રીલંકામાં હજુ સુધી એક પણ સદી ફટકારી નથી. કોહલી પાસે આ રેકોર્ડ તોડવાની સારી તક છે.

આ મેચમાં પણ વરસાદની સંભાવના

પલ્લીકેલેમાં રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ભારત-નેપાળની મેચ ઉપર પણ વરસાદની સંભાવના છે. જો આ મેચ પણ ધોવાઈ જશે તો ભારતીય ટીમ સુપર-4માં પહોંચી જશે. પાકિસ્તાન પહેલાથી જ સુપર-4માં પહોંચી ગયું છે

એશિયા કપ 2023 - આજે ભારત અને નેપાળ વચ્ચે મુકાબલો

એશિયા કપ 2023માં આજે ભારત અને નેપાળ વચ્ચે કેન્ડીના પલ્લીકેલે ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમની સામે રોહિત પૌડેલની ટીમ ઉતરશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ મોટી જીત સાથે એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટના સુપર ફોરમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઉતરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ