ટી 20 વર્લ્ડ કપની ટીમમાં પસંદગી ન થવા અંગે શુભમન ગિલનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું

Shubman Gill : શુભમન ગિલને આવતા મહિને યોજાનારા ટી -20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો, પરંતુ 26 વર્ષીય ગિલ રમતના અન્ય બે આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં ભારતનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. 11 જાન્યુઆરીથી ભારત વિ ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન ડે રમાશે

Shubman Gill : શુભમન ગિલને આવતા મહિને યોજાનારા ટી -20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો, પરંતુ 26 વર્ષીય ગિલ રમતના અન્ય બે આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં ભારતનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. 11 જાન્યુઆરીથી ભારત વિ ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન ડે રમાશે

author-image
Ashish Goyal
New Update
Shubman Gill

પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતની વન ડે ટીમનો કેપ્ટન શુભમન ગિલ Photograph: (બીસીસીઆઈ)

Shubman Gill : ટી 20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર થયા બાદ ભારતના વન ડે અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે શનિવારે કહ્યું હતું કે તેઓ પસંદગીકારોના નિર્ણયનું સન્માન કરે છે અને જ્યારે પણ તેમને તક મળશે ત્યારે પોતાની પુરી ક્ષમતા સાથે યોગદાન આપવાનો પ્રયાસ કરશે. ગિલને આવતા મહિને યોજાનારા ટી -20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો, પરંતુ 26 વર્ષીય ગિલ રમતના અન્ય બે આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં ભારતનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે.

Advertisment

શુભમન ગિલે ભારત માટે 36 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 869 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની સરેરાશ 28.03 રહી છે અને સ્ટ્રાઇક રેટ 138.59 રહ્યો છે. 

ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વન-ડે પહેલા ગિલે કહ્યું હતું કે મારે જ્યાં રહેવાની જરૂર છે ત્યાં હું છું. મારા નસીબમાં જે લખેલું છે તે કોઈ મારી પાસેથી છીનવી શકશે નહીં. એક ખેલાડી હંમેશા માને છે કે તે દેશ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપશે. પસંદગીકારોએ પોતાનો નિર્ણય લઈ લીધો છે. હું હંમેશાં વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરું છું, તે જીવનને સરળ બનાવે છે. 

કોઇપણ ફોર્મેટને આસાન ગણવું જોઈએ નહીં

ટી-20 વર્લ્ડ કપ અગાઉ ભારત ત્રણ વન ડે અને પાંચ ટી-20 રમશે. વર્લ્ડ કપનો પ્રારંભ 7 ફેબ્રુઆરીથી થશે. તેણે કહ્યું કે જ્યારે હું ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ છેલ્લે વન ડે મેચ રમ્યો હતો ત્યારે મેં ડેબ્યૂ કર્યું હતું અને હું હંમેશા તે દિવસની કદર કરું છું. કોઈ પણ ફોર્મેટને સરળ માનવું જોઈએ નહીં. જો તમે જોશો તો ભારતીય ટીમ 2011 બાદ એક પણ વન ડે વર્લ્ડ કપ જીતી શકી નથી. આવી સ્થિતિમાં કોઈ ફોર્મેટ સરળ નથી અને તેના માટે ઘણી મહેનત અને નિશ્ચયની જરૂર પડે છે. 

Advertisment

આ પણ વાંચો - ભારતનો આ સ્ટાર ખેલાડી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ ટી 20 મેચમાંથી બહાર, જાણો કેમ

કોઇ મેચ છોડીને ટીમને રમતા જોવું ક્યારેય સરળ નથી

ગિલે કહ્યું કે તેને ગત વર્ષે નવેમ્બરમાં સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ અને ત્યાર બાદ રમાયેલી વન ડે શ્રેણી ગુમાવવી પડી હતી, કારણ કે કોલકાતામાં રમાયેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ગરદનમાં થયેલી ઈજાના કારણે તેને બે દિવસ હોસ્પિટલમાં રહેવું પડયું હતુ. ભારતીય કેપ્ટને કહ્યું કે કોઇ મેચ છોડીને ટીમને રમતા જોવું ક્યારેય સરળ નથી. કેપ્ટન તરીકે, તમારે ઘણું બધું કરવું પડશે, તમારે એક લય બનાવવી પડશે અને તેના પર અમલ કરવો પડશે. 

ટેસ્ટની તૈયારી અંગે ગિલનું નિવેદન

ગિલે ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે પૂરતો સમય હોવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. છેલ્લી બે ટેસ્ટ શ્રેણીમાં અમારી પાસે તૈયારીનો પૂરતો સમય ન હતો. જો અમે સાઉથ આફ્રિકા સામે જીત્યા હોત તો પણ તેનાથી ઝાઝો ફરક પડ્યો ન હોત. મારા માટે તૈયારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝની શ્રેણી પહેલા અમારી પાસે પૂરતો સમય ન હતો. 

shubman gill ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ