IND vs NZ 1st Test Day 2 Score: ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ મેચમાં ભારતનો ધબડકો, ન્યૂઝીલેન્ડ સ્કોર 180 રન 3 વિકેટ

India vs New Zealand 1st Test Day 2 Score live updates: ભારત વિ ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ભારતે ટોસ જીતી બેટીંગ લીધી હતી. જોકે 31.2 ઓવરમાં ટીમ ઇન્ડિયા માત્ર 46 રનમાં ઓલ આઉટ થઇ હતી. બીજા દિવસના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે 3 વિકેટ ગુમાવી 180 રન બનાવ્યા છે.

India vs New Zealand 1st Test Day 2 Score live updates: ભારત વિ ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ભારતે ટોસ જીતી બેટીંગ લીધી હતી. જોકે 31.2 ઓવરમાં ટીમ ઇન્ડિયા માત્ર 46 રનમાં ઓલ આઉટ થઇ હતી. બીજા દિવસના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે 3 વિકેટ ગુમાવી 180 રન બનાવ્યા છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ મેચ બેંગાલુરુ | India vs New Zealand 1st Test Score update Bengaluru

IND vs NZ 1st Test Score: ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ મેચ (ફોટો ક્રેડિટ સોશિયલ)

India vs New Zealand 1st Test Day 2 Score Live: ભારત વિ ન્યૂઝીલેન્ડ વચ્ચેની 1લી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ધબડકો થઇ રહ્યો છે. વરસાદને લીધે પ્રથમ દિવસે મેચ શરુ થઇ શકી ન હતી. જે આજે બીજા દિવસે શરુ થઇ છે. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી. ન્યૂઝીલેન્ડની ધારદાર બોલિંગ સામે ભારતીય બેટ્સમેન ટકી શક્યા ન હતા અને ભારત 46 રનમાં ઓલ આઉટ થયું. ન્યૂઝીલેન્ડે દાવ લેતાં બીજા દિવસના અંત સુધીમાં 3 વિકેટ ગુમાવી 180 રન બનાવ્યા છે.

Advertisment

ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવ, 3 વિકેટ 180 રન

ભારતને માત્ર 46 રનમાં ઓલ આઉટ કર્યા બાદ ન્યૂઝીલેન્ડ દાવ લેવા ઉતર્યું હતું. કિવીએ બીજા દિવસના અંત સુધીમાં 50 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 180 રન બનાવ્યા છે. જેમાં ટોમ લથામ 15 રન, ડેવોન કોન્વે 91 રન અને વિલ યંગ 33 રન બનાવી આઉટ થયા હતા. રચિન રવિન્દ્ર 22 રન અને ડેરેલ મિચેલ 14 રન સાથે રમતમાં છે. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાને એક એક વિકેટ મળી હતી. જ્યારે ફાસ્ટ બોલર વિકેટ વગરના રહ્યા હતા.

ભારત પ્રથમ દાવ 46 રનમાં ઓલ આઉટ

ભારતે પ્રથમ બેટીંગ લીધી હતી. પરંતુ ભારતની શરુઆત નબળી રહી હતી. ભારતીય બેટ્સમેનો ન્યૂઝીલેન્ડ બોલિંગ સામે ટકી શક્યા ન હતા અને એક પછી એક પેવેલિયન ભેગા થયા. 31.2 ઓવરમાં માત્ર 46 રન બનાવી ટીમ ઇન્ડિયા ઓલ આઉટ થઇ ગઇ.

પાંચ ખેલાડીઓ શૂન્ય રને આઉટ

વરસાદી વિધ્ન વચ્ચે શરુ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડની ધારદાર બોલિંગ સામે ભારતીય ખેલાડીઓ અસહજતા અનુભવી રહ્યા છે. વિરાટ કોહલી, સરફરાજ ખાન, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન શૂન્ય રને આઉટ થયા છે. જ્યારે યશસ્વી જયસ્વાલ 13 રન અને રોહિત શર્મા 2 રન બનાવી આઉટ થયા છે.

Advertisment

ભારતીય ટીમ પ્રથમ દાવ

  • યશસ્વી જયસ્વાલ : 63 બોલ રમ્યો, 1 ફોર સાથે 13 રન બનાવી વિલ ઓરોર્કેની બોલિંગમાં એજાજ પટેલના હાથમાં કેચ આઉટ
  • રોહિત શર્મા : 16 બોલ રમ્યો, 2 રન બનાવી ટીમ સાઉથીની બોલિંગમાં બોલ્ડ થયો
  • વિરાટ કોહલી : 9 બોલ રમ્યો, 0 રન બનાવી વિલ ઓરોર્કેની બોલિંગમાં ગ્લેન ફિલિપ્સના હાથમાં કેચ આઉટ
  • સરફરાજ ખાન : 3 બોલ રમ્યો, 0 રન બનાવી મેટ હેન્રીની બોલિંગમાં ડેવોન કોન્વેના હાથમાં કેચ આઉટ
  • ઋષભ પંત : 49 બોલ રમ્યો, 2 ફોર સાથે 20 રન બનાવી મેટ હેન્રીની બોલિંગમાં ટોમ લાથમના હાથમાં કેચ આઉટ
  • કેએલ રાહુલ : 6 બોલ રમ્યો, 0 રન બનાવી વિલ ઓરોર્કેની બોલિંગમાં ટોમ બ્લનડેલના હાથમાં કેચ આઉટ
  • રવિન્દ્ર જાડેજા : 6 બોલ રમ્યો, 0 રન બનાવી મેટ હેન્રીની બોલિંગમાં એજાજ પટેલના હાથમાં કેચ આઉટ
  • રવિચંદ્રન અશ્વિન : 1 બોલ રમ્યો, 0 રન બનાવી મેટ હેન્રીની બોલિંગમાં ગ્લેન ફિલિપ્સના હાથમાં કેચ આઉટ
  • કુલદીપ યાદવ : 17 બોલ રમ્યો, 2 રન બનાવી મેટ હેન્રીની બોલિંગમાં કેચ આઉટ
  • જસપ્રીત બુમરાહ : 3 બોલ રમ્યો, 1 રન બનાવી વિલ ઓરોર્કેની બોલિંગમાં મેટ હેન્રીના હાથમાં કેચ આઉટ થયો
  • મોહમ્મદ સિરાજ : 16 બોલ રમ્યો, 1 ફોર સાથે 4 રન સાથે અણનમ

ન્યૂઝીલેન્ડ બે બોલર બન્યા ઘાતક

ન્યૂઝીલેન્ડ બોલર્સ આજે આક્રમક બન્યા અને ઘાતક બોલિંગ કરતાં ટીમ ઇન્ડિયા કિવીના વાવાઝોડામાં જાણે ઉડી ગઇ. મેટ હેન્રી અને વિલ ઓરોર્કેએ ઝંઝાવાતી બોલિંગ કરી હતી. મેટ હેન્રીએ 13.2 ઓવરમાં 3 મેડન સાથે 15 રન આપી 5 વિકેટ લીધી. જ્યારે વિલ ઓરોર્કે 12 ઓવરમાં 6 મેડન સાથે 22 રન આપી 4 વિકેટ ઝડપી હતી. જ્યારે ટીમ સાઉથીએ 6 ઓવરમાં 4 મેડન સાથે 8 રન આપી 1 વિકેટ લીધી હતી.

ભારત પ્રવાસે આવેલ ન્યૂઝીલેન્ડ ટીમ અહીં ભારત સામે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ બેંગલુરુમાં રમાઇ રહી છે. જે બુધવારે શરુ થવાની હતી. જોકે વરસાદને પગલે મેચનો પ્રથમ દિવસ ધોવાઇ ગયો હતો. આજે બીજા દિવસે ટોસ થઇ શક્યો અને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી છે.

ભારત ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ રોહિત શર્મા