/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/India-vs-New-Zealand-1st-Test-Match-Bengaluru.jpg)
IND vs NZ 1st Test: ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ મેચ બેંગાલુરુ સ્થિત એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ વરસાદનું સંકટ (ફોટો ક્રેડિટ એક્સપ્રેસ)
India vs New Zealand 1st test Day 1 Score : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગાલુરુ ખાતે આજથી પ્રથમ ટેસ્ટ મેચ શરુ થઇ છે. જોકે અહીંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાનાર આ મેચ ઉપર વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વરસાદના કારણે પ્રથમ દિવસ ધોવાઇ ગયો છે. પ્રથમ દિવસે ટોસ પણ થયો ન હતો.
ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમ
- ભારત ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાજ ખાન, ઋષભ પંત (વિકેટ કિપર), રવિચંદ્રન અશ્વિન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદિપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દિપ
- ન્યૂઝીલેન્ડ ટીમ : ટોમ લૈથમ (કેપ્ટન), ટોમ બ્લંડેલ (વિકેટ કિપર), માર્ક ચૈપમેન, માઇકલ બ્રેસવેલ, ડેવોન કોન્વે, ડેરિલ મિચેલ, મૈટ હેનરી, વિલ ઓ રુરકે, ગ્લેન ફિલિપ્સ, એઝાઝ પટેલ, રચિન રવિન્દ્ર, મિચેલ સેંટનર, ટિમ સાઉદી, ઇશ સોઢી, કેન વિલિયમસન, જૈકબ ડફી અને વિલ યંગ
ભારત વિ ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સીરીઝ
ન્યૂઝીલેન્ડ ટીમ ભારત પ્રવાસે આવી છે. અહીં ભારત વિ ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ રમાશે. જેમાં પહેલી ટેસ્ટ મેચ 16 ઓક્ટોબર બેંગલુરુ ખાતે, બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબર પૂણે ખાતે અને ત્રીજી ટેસ્ટ મેચ 1 લી નવેમ્બર મુંબઇ ખાતે રમાશે.
ભારતમાં ભારત વિ ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ઇતિહાસ
- ન્યૂઝીલેન્ડ ટીમ ભારતમાં અત્યાર સુધી એક પણ ટેસ્ટ સીરીઝ જીતી શક્યું નથી.
- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ 13મી ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે.
- કૂલ 12 સીરીઝ પૈકી તમામ ભારત જીત્યું છે. ન્યૂઝીલેન્ડ એક પણ સીરીઝ જીતી શક્યું નથી.
- ભારતમાં IND vs NZ વચ્ચે કૂલ 36 ટેસ્ટ મેચ રમાઇ છે.
- 36 મેચ પૈકી ભારત 17 મેચ જીત્યું છે. ન્યૂઝીલેન્ડ માત્ર 2 મેચ જીત્યું છે જ્યારે 17 મેચ ડ્રો રહી છે.
આ પણ વાંચો : ઇમર્જિંગ એશિયા કપ 2024, જાણો શેડ્યૂલ
ભારત વિ ન્યૂઝીલેન્ડ 2012 ટેસ્ટ સીરીઝ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છેલ્લે 2021 માં ટેસ્ટ સીરીઝ રમાઇ હતી. આ ટેસ્ટ સીરીઝ પણ ભારતમાં રમાઇ હતી. 2 ટેસ્ટ મેચની સીરીઝમાં ભારત 1-0 થી ટેસ્ટ સીરીઝ જીત્યું હતું. ભારત એક મેચ જીત્યું હતું જ્યારે એક મેચ ડ્રો રહી હતી. ન્યૂઝીલેન્ડ એક પણ મેચ જીતી શક્યું ન હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us