/indian-express-gujarati/media/media_files/2026/01/21/abhishek-sharma-sixes-2026-01-21-21-36-13.jpg)
અભિષેક શર્મા Photograph: (BCCI/X)
IND vs NZ 2nd T20I : ભારતનો આક્રમક બેટ્સમેન અભિષેક શર્મા ન્યૂઝીલેન્ડ સામે રાયપુરમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં ફ્લોપ રહ્યો હતો. અભિષેકનો જલવો નાગપુરમાં જોવા મળ્યો હતો પરંતુ બીજી મેચમાં તે કંઇ ખાસ કમાલ કરી શક્યો ન હતો અને ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. અભિષેક સાથે ઈનિંગની શરૂઆત કરવા આવેલા સંજુ સેમસને પણ બીજી મેચમાં નિરાશ કર્યા હતા અને તે 6 રને આઉટ થયો હતો.
અભિષેક શર્મા પહેલી વખત શૂન્ય રન પર આઉટ
ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20માં અભિષેક શર્મા ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. તે જેકોબ ડફીના બોલ પર ડેવોન કોનવેના હાથે કેચ આઉટ થયો હતો. અભિષેક શર્મા તેના ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વખત ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.
અભિષેક શર્માએ મુરલી વિજય, અજિંક્ય રહાણે, પૃથ્વી શો, શિખર ધવન, વિરાટ કોહલી, સંજુ સેમસન અને શુભમન ગિલની બરોબરી કરી હતી. આ તમામ બેટ્સમેનો એક વખત ટી-20માં ઓપનર તરીકે ગોલ્ડન ડક પર આઉટ થયા છે.
આ પણ વાંચો - ભારત વિ ન્યૂઝીલેન્ડ બીજી ટી 20 મેચ લાઇવ અપડેટ્સ
ટી-20માં સૌથી વધારે ગોલ્ડન ડક પર આઉટ થનાર ભારતીય ઓપનર
3 - રોહિત શર્મા
2 - કેએલ રાહુલ
1- મુરલી વિજય
1 - અજિંક્ય રહાણે
1 - પૃથ્વી શો
1 - શિખર ધવન
1 - વિરાટ કોહલી
1 - સંજુ સેમસન
1 - શુભમન ગિલ
1 - અભિષેક શર્મા


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us