IND vs NZ 2nd Test : ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને એક રેકોર્ડ બનાવ્યો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારની યાદીમાં 7માં નંબરે પહોંચી ગયો હતો. રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર નાથન લિયોનને પાછળ છોડી દીધો છે. અશ્વિનના નામે હવે ટેસ્ટ ક્રિકેટમાં 531 વિકેટ છે.
ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર 9 બોલર જ 500 કે તેથી વધુ વિકેટ ઝડપી શક્યા છે. તેમાંથી બે ભારતીય છે. આ યાદીમાં સૌથી વધુ 3 બોલર ઓસ્ટ્રેલિયા (શેન વોર્ન, ગ્લેન મેકગ્રા અને નાથન લિયોન)ના છે, જ્યારે ઇંગ્લેન્ડના 2 બોલરો (જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ) છે.
રવિચંદ્રન અશ્વિને પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ડેવોન કોનવેને લંચ બાદ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ વિકેટ સાથે જ તેણે નાથન લિયોનને પાછળ છોડી દીધો હતો. ખાસ વાત એ છે કે અશ્વિને 25 ટેસ્ટ ઓછી રમીને નાથન લિયોનને પાછળ છોડી દીધો છે.
આ પણ વાંચો – ઝિમ્બાબ્વેએ ટી 20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બનાવ્યો સૌથી મોટો સ્કોર, સિકંદર રઝાએ 33 બોલમાં સદી ફટકારી
ટેસ્ટ ક્રિકેટમાં 500 કરતા વધારે વિકેટ ઝડપનાર બોલરો
ખેલાડી ટેસ્ટ કારકિર્દી મેચ ઇનિંગ્સ બોલ ફેંક્યા ઓવરો મેઇડન રન આપ્યા વિકેટ એક ઇનિંગ્સમાં શ્રેષ્ઠ બોલિંગ એવરેજ ઇકોનોમી સ્ટ્રાઇક રેટ એક ઈનિંગ્સમાં 4 વિકેટ એક ઈનિંગ્સમાં 5 વિકેટ મુથૈયા મુરલીધરન (આઈસીસી/શ્રીલંકા) 1992-2010 133 230 44039 7339.5 1794 18180 800 9/51 22.72 2.47 55.04 45 વખત 67 વખત શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા) 1992-2007 145 273 40705 6784.1 1761 17995 708 8/71 25.41 2.65 57.49 48 વખત 37 વખત જેમ્સ એન્ડરસન (ઇંગ્લેન્ડ) 2003-2024 188 350 40037 6672.5 1730 18627 704 7/42 26.45 2.79 56.87 32 વખત 32 વખત અનિલ કુંબલે (ભારત) 1990-2008 132 236 40850 6808.2 1576 18355 619 10/74 29.65 2.69 65.99 31 વખત 35 વખત સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ) 2007-2023 167 309 33698 5616.2 1304 16719 604 8/15 27.68 2.97 55.79 28 વખત ૨૦ વખત ગ્લેન મેકગ્રાથ (ઓસ્ટ્રેલિયા) 1993-2007 124 243 29248 4874.4 1470 12186 563 8/24 21.64 2.49 51.95 28 વખત 29 વખત રવિચંદ્રન અશ્વિન (ભારત) 2011-2024 104* 196 26742 4457 899 12603 531 7/59 23.75 2.82 50.40 25 વખત 37 વખત નાથન લિયોન (ઓસ્ટ્રેલિયા) 2011-2024 129 242 32761 5460.1 1044 16052 530 8/50 30.28 2.93 61.81 24 વખત 24 વખત કર્ટની વોલ્શ (વેસ્ટ ઈન્ડિઝ) 1984-2001 132 242 30019 5003.1 1144 12688 519 7/37 24.44 2.53 57.84 32 વખત
ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ અડધી સદી ફટકારી
ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો આ સમાચાર લખાયા ત્યાં સુધી 67 ઓવરમાં ન્યૂઝીલેન્ડનો સ્કોર 6 વિકેટે 226 રન હતો. રચિન રવિન્દ્રએ અડધી સદી ફટકારી હતી. તેણે 105 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 65 રન બનાવ્યા હતા. ડેવોન કોનવે 141 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 76 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી અશ્વિન અને વોશિંગ્ટન સુંદરે 3-3 વિકેટ ઝડપી હતી.