India Squad For New Zealand Test Series : ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની આગેવાની રોહિત શર્માના હાથમાં છે, જ્યારે જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. લાંબા સમય પછી જ્યારે ટીમની પસંદગી કરતી વખતે કેપ્ટન તેમજ વાઇસ કેપ્ટનના નામની જાહેરાત કરવામાં આવી છે.
ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસનો પ્રારંભ 16મી ઓક્ટોબરે બેંગલુરુમાં પ્રથમ ટેસ્ટ મેચથી થશે.સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ 1 નવેમ્બર 2024થી શરૂ થશે. તે દિવસે દિવાળી પણ છે
મોહમ્મદ શમી ટીમમાંથી હજુ દૂર
મોહમ્મદ શમીનું નામ ટીમમાં નથી. મોહમ્મદ શમી હજુ ઈજામાંથી સાજો થયો છે કે કેમ તે જાણી શકાયું નથી. શમી ગત વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે મેન્સ વર્લ્ડ કપની ફાઈનલ બાદ ભારત તરફથી રમ્યો નથી. આ પછી તે ટીમમાં પરત ફરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
યશ દયાલ બહાર, મયંક યાદવ ટ્રાવેલિંગ રિઝર્વ
ગત મહિને બાંગ્લાદેશ સામેની શ્રેણીના 16માં સભ્ય તરીકે પસંદગી પામેલા ડાબોડી ફાસ્ટ બોલર યશ દયાલને ડ્રોપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીની સાથે ત્રણ ફાસ્ટ બોલર હર્ષિત રાણા, મયંક યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો – BCCI એ ડોમેસ્ટિક ક્રિકેટના નિયમોમાં કર્યો ફેરફાર, હવે બેટ્સમેનને ચાલાકી કરવી ભારે પડશે
ભારત વિ. ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ
ટેસ્ટ તારીખ સ્થળ પ્રથમ ટેસ્ટ મેચ 16 થી 20 ઓક્ટોબર 2024 બેંગલુરુ બીજી ટેસ્ટ મેચ 24 થી 28 ઓક્ટોબર 2024 પુણે ત્રીજી ટેસ્ટ મેચ 1 થી 5 નવેમ્બર 2024 મુંબઈ
ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત , ધુ્રવ જુરેલ , રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ.
ટ્રાવેલિંગ રિઝર્વઃ હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, મયંક યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા.





