IND vs NZ 1st Test Score Highlights: ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ ન્યૂઝીલેન્ડ 8 વિકેટથી જીત્યું, રચિન રવિન્દ્ર ભારે પડ્યો

IND vs NZ Bengaluru 1st Test Day 5 score updates highlights : ભારત વિ ન્યૂઝીલેન્ડ બેંગલુરુ ટેસ્ટ ન્યૂઝીલેન્ડ આઠ વિકેટથી જીતી ગયું છે. ભારતે આપેલ 107 રનનો ટારગેટ માત્ર 28 ઓવરમાં પુરો કરી ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની સીરીઝમાં પહેલી ટેસ્ટ મેચ પોતાને નામ કરી 1-0થી આગળ થયું છે. રચિન રવિન્દ્ર આ મેચમાં ભારતને ભારે પડ્યો હતો. સરફરાઝ ખાનની સદી જરુર ફટકારી પરંતુ ઓછો ટારગેટ ભારતની હારનું કારણ બન્યું.

Written by Haresh Suthar
Updated : October 20, 2024 15:59 IST
IND vs NZ 1st Test Score Highlights: ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ ન્યૂઝીલેન્ડ 8 વિકેટથી જીત્યું, રચિન રવિન્દ્ર ભારે પડ્યો
IND vs NZ 1st Test Score: ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ મેચ (ફોટો ક્રેડિટ સોશિયલ)

Indis vs New Zealand 1st Test Live Score updates: ભારત વિ ન્યૂઝીલેન્ડ બેંગલુરુ ટેસ્ટ ન્યૂઝીલેન્ડ 8 વિકેટથી જીતી ગયું છે. ભારતને પ્રથમ ઇનિંગમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ કર્યા બાદ 402 રન કરી ભારતને 356 રનની લીડ આપી હતી. ભારતે જવાબમાં બીજી ઇનિંગમાં 462 રનની ઇનિંગ રમી ન્યૂઝીલેન્ડને જીત માટે 107 રનનો ટારગેટ આપ્યો હતો. ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડ યુવા ખેલાડી રચિન રવિન્દ્ર બીજી ઇનિંગમાં પણ ભારતને ભારે પડ્યો હતો અને ન્યૂઝીલેન્ડને જીતાડી ગયો હતો.

બેંગલુરુ ખાતે રમાઇ રહેલી ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ મેચ પરિણામ તરફ આગળ વધી રહી છે. વરસાદને લીધે પ્રથમ દિવસ ધોવાતાં મેચ ડ્રો જવાના સંજોગ સર્જાયા હતા. જોકે બંને ટીમોએ જીત માટે મરણીયા પ્રયાસ કરતાં મેચ નિર્ણાયક તબક્કામાં આવી છે. ભારતે બીજા દાવમાં 462 રન બનાવી ન્યૂઝીલેન્ડને જીત માટે 107 રનનો ટારગેટ આપ્યો છે. ન્યૂઝીલેન્ડ માટે આજનો દિવસ છે.

IND vs NZ 1st Test: ન્યૂઝીલેન્ડ બીજી ઇનિંગ 110 રન 2 વિકેટ

  • ટોમ લેથમ : 0 રન 6 બોલ (એલબીડબલ્યૂ જસપ્રીત બુમરાહ)
  • ડેવોન કોનવે : 17 રન 39 બોલ 3 ફોર એલબીડબલ્યૂ જસપ્રીત બુમરાહ
  • વિલ યંગ : 48 રન 76 બોલ 7 ફોર 1 સિક્સ અણનમ
  • રચિન રવિન્દ્ર : 39 રન 46 બોલ 6 ફોર અણનમ

IND vs NZ 1st Test: ભારત બીજી ઇનિંગ 462 રન

  • યશસ્વી જયસ્વાલ : 35 રન 63 બોલ, 8 ફોર, 1 સિક્સ (સ્ટમ્પ ટોમ બ્લુનડેલ, બોલ એજાઝ પટેલ)
  • રોહિત શર્મા : 52 રન, 63 બોલ, 8 ફોર, 1 સિક્સ (બોલ્ડ એજાઝ પટેલ)
  • વિરાટ કોહલી : 70 રન, 102 બોલ, 8 ફોર, 1 સિક્સ (કેચ ટોમ બ્લુનડેલ બોલ ગ્લેન ફિલિપ્સ)
  • સરફરાઝ ખાન : 150 રન, 195 બોલ, 18 ફોર, 3 સિક્સ (કેચ એજાઝ પટેલ, બોલ ટીમ સાઉથી)
  • રિષભ પંત : 99 રન, 105 બોલ, 9 ફોર, 5 સિક્સ (બોલ્ડ વિલ ઓરાર્કે)
  • કેએલ રાહુલ : 12 રન, 16 બોલ, 2 ફોર (કેચ ટોમ બ્લુનડેલ બોલ વિલ ઓરાર્કે)
  • રવિન્દ્ર જાડેજા : 5 રન 15 બોલ, 1 ફોર (કેચ વિલ યંગલ બોલ વિલ ઓરાર્કે)
  • રવિચંદ્રન અશ્વિન : 15 રન 24 બોલ 1 ફોર (એલબીડબલ્યૂ મેટ હેન્રી)
  • કુલદીપ યાદવ : 6 રન 20 બોલ અણનમ
  • જસપ્રીત બુમરાહ : 0 રન 2 બોલ (કેચ ટીમ સાઉથી બોલ મેટ હેન્રી)
  • મોહમ્મદ સિરાજ : 0 રન 2 બોલ (કેચ ટિમ સાઉથી બોલ મેટ હેન્રી)

IND vs NZ 1st Test: ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગ 402 રન

  • ટોમ લેથમ : 15 રન 49 બોલ 3 ફોર (એલબીડબલ્યૂ કુલદીપ યાદવ)
  • ડેવોન કોનવે : 91 રન 105 બોલ 11 ફોર 3 સિક્સ (બોલ્ડ રવિચંદ્રન અશ્વિન)
  • વિય યંગ : 33 રન 73 બોલ 5 ફોર ( કેચ કુલદીપ યાદવ બોલ રવિન્દ્ર જાડેજા)
  • રચિન રવિન્દ્ર : 134 રન 157 બોલ 13 ફોર 4 સિક્સ (કુલદીપ યાદવના બોલ પર કેચ આઉટ)
  • ડેરિલ મિશેલ : 18 રન 49 બોલ 2 ફોર (કેચ યશસ્વી જયસ્વાલ બોલ મોહમ્મદ સિરાજ)
  • ટોમ બ્લંડેલ : 5 રન 8 બોલ 1 ફોર (કેચ કેએલ રાહુલ બોલ જસપ્રીત બુમરાહ)
  • ગ્લેન ફિલિપ્સ : 14 રન 18 બોલ 1 ફોર 1 સિક્સ (બોલ્ડ રવિન્દ્ર જાડેજા)
  • મેટ હેનરી : 8 રન 9 બોલ 2 ફોર (બોલ્ડ રવિન્દ્ર જાડેજા)
  • ટિમ સાઉથી : 65 રન 75 બોલ 5 ફોર 4 સિક્સ (કેચ રવિન્દ્ર જાડેજા બોલ મોહમ્મદ સિરાજ)
  • એજાઝ પટેલ : 4 રન 8 બોલ 1 ફોર (એલબીડબલ્યૂ કુલદીપ યાદવ)
  • વિલ ઓરોર્કે : 0 રન 1 બોલ અણનમ

IND vs NZ 1st Test: ભારત પ્રથમ ઇનિંગ 46 રન

ભારત પ્રવાસે આવેલ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ અહીં 3 ટેસ્ટ મેચની સીરીઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ બેંગલુરુ ખાતે રમાઇ રહી છે. બીજી પૂણે અને ત્રીજી મુંબઇ ખાતે રમાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ