IND vs NZ Final T20 Match: ભારત ન્યૂઝિલેન્ડ ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પિચ રિપોર્ટ, જાણો અમદાવાદમાં તાપમાન કેટલું રહેશે?

IND vs NZ Final T20 World Cup 2026 Match Weather / Pitch Report: ટી20 વર્લ્ડ કપ 2026 ફાઈનલ મેચ જીતવા ભારત અને ન્યૂઝિલેન્ડ ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. જાણો સ્ટેડિયમનો પિચ રિપોર્ટ અને અમદાવાદમાં હવામાન કેવું રહેશે?

IND vs NZ Final T20 World Cup 2026 Match Weather / Pitch Report: ટી20 વર્લ્ડ કપ 2026 ફાઈનલ મેચ જીતવા ભારત અને ન્યૂઝિલેન્ડ ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. જાણો સ્ટેડિયમનો પિચ રિપોર્ટ અને અમદાવાદમાં હવામાન કેવું રહેશે?

author-image
Ajay Saroya
New Update
narendra modi stadium, world cup 2023

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Express Photo)

T20 World Cup 2026, India vs New Zealand Match Pitch Report, Weather Forecast : ટી20 વર્લ્ડ કપ 2026 ની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 7 રનથી જીત્યા પછી ટીમ ઈન્ડિયા ફાઇનલ મેચમાં અમદાાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. મેન ઇન બ્લુને આ મેદાન પર બે આંચકો લાગ્યો છે. વર્ષ 2023માં શાનદાર દેખાવ બાદ ભારતીય ટીમને વર્લ્ડકપની ફાઈનલમાં દિલધડક હારનો સામનો કરવો પડયો. થોડા અઠવાડિયા પહેલા ટી 20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમ સુપર 8માં દક્ષિણ આફ્રિકા સામે ભારે હાર બાદ બહાર થવાના આરે પહોંચી ગઈ હતી.

Advertisment

સૂર્યકુમાર યાદવ એન્ડ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની આખરી મેચમાં પોતાનું નસીબ બદલવાની આશા રહેશે. ભારતની જેમ કિવી ટીમ પણ ટુર્નામેન્ટમાં સતત સારી રહી નથી. તેઓ ગ્રૂપ સ્ટેજમાં સાઉથ આફ્રિકા સામે અને ત્યાર બાદ સુપર 8માં ઈંગ્લેન્ડ સામે હારી ગયા હતા, પણ સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ઈડન ગાર્ડનમાં રમાયેલી ફિન એલનની 33 બોલની સદીની મદદથી ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો. આનાથી દક્ષિણ આફ્રિકાનું કામ સમાપ્ત થયું.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પિચ રિપોર્ટ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેન ફ્રેન્ડલી માનવામાં આવી રહી છે અને ભારત-ન્યુઝીલેન્ડની ફાઈનલમાં પણ તે જ યથાવત રહે તેવી શક્યતા છે. પિચ કાળી અને લાલ બંને માટીથી બનેલી છે. કાળી માટી કરતાં વધુ લાલ માટી છે, જેના કારણે બેટ્સમેનોને શોટ રમવાની તક મળશે. લાલ માટીની સપાટી પર ફ્રી-ફ્લોઇંગ સ્ટ્રોક પ્લે અને પરફેક્ટ બાઉન્સ હશે, જે ઉચ્ચ સ્કોરિંગ હરીફાઈ માટે અપેક્ષા રાખી શકાય છે.

અમદાવાદ હવામાન રિપોર્ટ

એક્યુવેધર એપ અનુસાર રવિવારે સવારે અમદાવાદમાં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેશે. હવામાન ખૂબ ગરમ રહેવાની સંભાવના છે. બપોરે તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે. પછી સાંજે તે 29 ડિગ્રી સુધી ઘટી જશે. મેચ શરુ થાય ત્યાં સુધી હવામાન સાફ અને ગરમ રહેવાની શક્યતા છે. વરસાદની કોઈ સંભાવના નથી. ઝાકળ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Advertisment

ભારત VS ન્યૂઝિલેન્ડ ટી 20 વર્લ્ડ કપ 2026 ફાઇનલ ક્યાં જોવા મળશે?

ટી 20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે.  8 માર્ચને રવિવારના રોજ આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન સતત બે ટી-20 વર્લ્ડ કપ ટાઈટલ જીતનારી પ્રથમ ટીમ બનવાથી માત્ર એક જ જીત દૂર છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.

સ્પોર્ટ્સ ક્રિકેટ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ Team India ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ