ભારતે 4331 દિવસ બાદ પોતાની ધરતી પર ટેસ્ટ શ્રેણી ગુમાવી, સેન્ટનર 13 વિકેટ ઝડપી મેચનો હીરો બન્યો

IND vs NZ 2nd Test : ટીમ ઇન્ડિયાનો પૂણે ટેસ્ટમાં 113 રનથી પરાજય થયો. આ હારની સાથે જ ભારતનો પોતાના ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી જીતવાનો સિલસિલો પણ તૂટી ગયો છે, જે છેલ્લા 12 વર્ષથી ચાલી રહ્યો હતો

Written by Ashish Goyal
October 26, 2024 17:23 IST
ભારતે 4331 દિવસ બાદ પોતાની ધરતી પર ટેસ્ટ શ્રેણી ગુમાવી, સેન્ટનર 13 વિકેટ ઝડપી મેચનો હીરો બન્યો
મેચમાં મિચેલ સેન્ટનરે કુલ 13 વિકેટ ઝડપી હતી. (તસવીર - ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટ્વિટર)

IND vs NZ : ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટમાં પણ ભારતનો પરાજય થયો છે. ટીમ ઇન્ડિયાનો પૂણે ટેસ્ટમાં 113 રનથી પરાજય થયો છે. આ જીત બાદ ન્યૂઝીલેન્ડની ટીમે 3 મેચની ટેસ્ટ સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે અને ટેસ્ટ સિરીઝ પણ જીતી લીધી છે.

આ હારની સાથે જ ભારતનો પોતાના ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી જીતવાનો સિલસિલો પણ તૂટી ગયો છે, જે છેલ્લા 12 વર્ષથી ચાલી રહ્યો હતો. ભારતને તેની ભૂમિ પર 4331 દિવસ બાદ ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડયો છે. એટલું જ નહીં ન્યૂઝીલેન્ડની ટીમે પણ ભારતમાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતવ સફળ રહી છે. ટોમ લાથમની કેપ્ટન્સી હેઠળની કિવી ટીમે ઈતિહાસ રચીને ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં પહેલી વખત ભારતમાં જીત મેળવવાની સિદ્ધિ મેળવી છે.

ન્યૂઝીલેન્ડ ટીમની જીતનો હીરો રહ્યો મિચેલ સેન્ટનર

પૂણે ટેસ્ટ માટે ભારતીય ટીમે સ્પિન ટર્નરની વિકેટ તૈયાર કરી હતી અને મિશેલ સેન્ટનરે તેનો ફાયદો ઉઠાવ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 156 રન બનાવ્યા હતા અને મિશેલ સેન્ટનરે આ સ્કોર પર ભારતને આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે 7 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનો ઐતિહાસિક વિજય

જ્યારે ભારતીય ટીમ બીજી ઇનિંગ્સમાં 245 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી અને સેન્ટનરે તેમાં 6 વિકેટ લીધી હતી. આ મેચમાં તેણે કુલ 13 વિકેટ એટલે કે ભારતની 20માંથી 13 વિકેટ એકલા સેન્ટનેરે લીધી હતી. ભારતીય બેટ્સમેનો પાસે તેના સ્પિનનો કોઈ જવાબ ન હતો.

ભારતમાં ભારત સામેની ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ

  • 14/225 – એજાઝ પટેલ, મુંબઈ, 2021
  • 13/106 – ઈયાન બોથમ, મુંબઈ, 1980
  • 13/157 – મિશેલ સેન્ટનર, પૂણે, 2024

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ