/indian-express-gujarati/media/media_files/2026/01/14/ind-vs-nz-2nd-odi-live-score-2026-01-14-13-00-00.jpg)
IND vs NZ 2nd ODI LIVE Score : રાજકોટમાં ભારત વિ ન્યૂઝીલેન્ડ બીજી વન ડે મેચ અપડેટ્સ
India vs New Zealand Cricket Match Scorecard : ડેરિલ મિશેલની અણનમ સદી (131)અને વિલ યંગના 87 રનની મદદથી ન્યૂઝીલેન્ડે ભારત સામેની બીજી વન ડેમાં 7 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 284 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 47.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ સાથે જ 3 મેચની શ્રેણી 1-1થી બરાબરી પર આવી ગઇ છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ વન ડે 18 જાન્યુઆરીને રવિવારના રોજ રમાશે. ડેરિલ મિશેલે 117 બોલમાં 11 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 131 રન બનાવ્યા હતા.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ન્યૂઝીલેન્ડ : ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ હે, માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ઝેક ફોલ્ક્સ, ક્રિસ્ટિયન ક્લાર્ક, કાયલે જેમીસન, જેડેન લેનોક્સ.
- Jan 14, 2026 21:36 IST
IND vs NZ 2nd ODI LIVE : ન્યૂઝીલેન્ડનો બીજી વન ડેમાં 7 વિકેટે વિજય
ડેરિલ મિશેલની અણનમ સદી (131)અને વિલ યંગના 87 રનની મદદથી ન્યૂઝીલેન્ડે ભારત સામેની બીજી વન ડેમાં 7 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 284 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 47.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ સાથે જ 3 મેચની શ્રેણી 1-1થી બરાબરી પર આવી ગઇ છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ વન ડે 18 જાન્યુઆરીને રવિવારના રોજ રમાશે. ડેરિલ મિશેલે 117 બોલમાં 11 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 131 રન બનાવ્યા હતા.
- Jan 14, 2026 21:16 IST
IND vs NZ 2nd ODI LIVE : ડેરિલ મિશેલની સદી
ડેરિલ મિશેલે 96 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે સદી ફટકારી. ન્યૂઝીલેન્ડે 43.3 ઓવરમાં 250 રન પુરા કર્યા.
- Jan 14, 2026 20:50 IST
IND vs NZ 2nd ODI LIVE : વિલ યંગ 87 રને આઉટ
વિલ યંગ 98 બોલમાં 7 ફોર સાથે 87 રને કુલદીપ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો. ન્યૂઝીલેન્ડે 208 રને ત્રીજી વિકેટ ગુમાવી. ટીમે 36 ઓવરમાં 200 રન પુરા કર્યા.
- Jan 14, 2026 20:09 IST
IND vs NZ 2nd ODI LIVE : મિચેલ અને વિલ યંગની અડધી સદી
ડેરિલ મિચેલ 52 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી. જ્યાર વિલ યંગે 68 બોલમાં 3 ફોર સાથે અડધી સદી ફટકારી. ન્યૂઝીલેન્ડે 30.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.
- Jan 14, 2026 19:15 IST
IND vs NZ 2nd ODI LIVE : હેનરી નિકોલ્સ આઉટ
હેનરી નિકોલ્સ 24 બોલમાં વિના વિકેટે 10 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં બોલ્ડ થયો. ન્યૂઝીલેન્ડે 46 રને બીજી વિકેટ ગુમાવી.
- Jan 14, 2026 18:38 IST
IND vs NZ 2nd ODI LIVE : કોનવે આઉટ
ડેવોન કોનવે 21 બોલમાં 3 ફોર સાથે 16 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં બોલ્ડ થયો. ન્યૂઝીલેન્ડે 22 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Jan 14, 2026 18:03 IST
IND vs NZ 2nd ODI LIVE : ન્યૂઝીલેન્ડને જીતવા માટે 285 રનનો પડકાર
બીજી વન ડે માં ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 284 રન બનાવી લીધા છે. ન્યૂઝીલેન્ડને જીતવા માટે 285 રનનો પડકાર મળ્યો છે. કેએલ રાહુલના 92 બોલમાં 11 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 112 રન.
- Jan 14, 2026 16:33 IST
IND vs NZ 2nd ODI LIVE : કેએલ રાહુલની અડધી સદી
કેએલ રાહુલે 52 બોલમાં 6 ફોર સાથે અડધી સદી ફટકારી. રવિન્દ્ર જાડેજા 44 બોલમાં 1 ફોર સાથે 27 રને બ્રેસવેલનો શિકાર બન્યો. ભારતે 191 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Jan 14, 2026 15:15 IST
IND vs NZ 2nd ODI LIVE : વિરાટ કોહલી 23 રને આઉટ
વિરાટ કોહલી 29 બોલમાં 2 ફોર સાથે 23 રન બનાવી ક્રિસ્ટીયન ક્લાર્કની ઓવરમાં બોલ્ડ થઇ. ભારતે 118 રને ચોથી વિકેટ ગુમાવી.
- Jan 14, 2026 15:09 IST
IND vs NZ 2nd ODI LIVE : શ્રેયસ ઐયર આઉટ
શ્રેયસ ઐયર 17 બોલમાં 8 રન બનાવી ક્લાર્કની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 115 રને ત્રીજી વિકેટ ગુમાવી. ભારતે 17 ઓવરમાં 100 રન પુરા કર્યા હતા.
- Jan 14, 2026 14:43 IST
IND vs NZ 2nd ODI LIVE : શુભમન ગિલ આઉટ
શુભમન ગિલ 53 બોલમાં 9 ફોર અને 1 સિક્સર સાથે 56 રન બનાવી જેમિસનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 99 રને બીજી વિકેટ ગુમાવી. ગિલે 47 બોલમાં અડધી સદી ફટકારી હતી.
- Jan 14, 2026 14:32 IST
IND vs NZ 2nd ODI LIVE : રોહિત શર્મા આઉટ
રોહિત શર્મા 38 બોલમાં 4 ફોર સાથે 24 રન બનાવી ક્લાર્કની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 70 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Jan 14, 2026 14:18 IST
IND vs NZ 2nd ODI LIVE : ભારતના 10 ઓવરમાં વિના વિકેટે 57 રન
ભારતે 10 ઓવરમાં વિના વિકેટે 57 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 21 અને શુભમન ગિલ 31 રને રમતમાં છે.
- Jan 14, 2026 13:18 IST
IND vs NZ 2nd ODI LIVE : વોશિંગ્ટન સુંદરના સ્થાને નીતિશ કુમાર રેડ્ડીનો સમાવેશ
ભારતની ટીમમાં એક ફેરફાર કરાયો છે. ઇજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરના સ્થાને નીતિશ કુમાર રેડ્ડીનો ટીમમાં સમાવેશ કરાયો છે. ન્યૂઝીલેન્ડમાં જેડેન લેનોક્સનું ડેબ્યુ થયું છે.
- Jan 14, 2026 13:14 IST
IND vs NZ 2nd ODI LIVE : ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન
ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ હે, માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ઝેક ફોલ્ક્સ, ક્રિસ્ટિયન ક્લાર્ક, કાયલે જેમીસન, જેડેન લેનોક્સ.
- Jan 14, 2026 13:13 IST
IND vs NZ 2nd ODI LIVE : ભારત પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
- Jan 14, 2026 13:06 IST
IND vs NZ 2nd ODI LIVE : ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ભારત સામેની બીજી વન ડે માં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ બ્રેસવેલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
- Jan 14, 2026 13:02 IST
IND vs NZ 2nd ODI LIVE : રાજકોટમાં ભારત વિ ન્યૂઝીલેન્ડ બીજી વન ડે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની બીજી વન ડે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે. વડોદરામાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે 4 વિકેટથી જીત મેળવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us