IND vs NZ 1st Test Day 4 : ભારત વિ ન્યૂઝીલેન્ડ પ્રથમ ટેસ્ટ, ટીમ ઇન્ડિયા 462 રનમાં આઉટ, ન્યૂઝીલેન્ડને 107 રનનો પડકાર

India vs New Zealand 1st Test Day 4 Score Highlights Guarati: ભારત વિ ન્યૂઝીલેન્ડ પ્રથમ ટેસ્ટ મેચ ચોથો દિવસ સ્કોર અપડેટ, સરફરાઝ ખાનના 195 બોલમાં 18 ફોર 3 સિક્સર સાથે 150 રન, પંતના 105 બોલમાં 9 ફોર 5 સિક્સર સાથે 99 રન

India vs New Zealand 1st Test Day 4 Score Highlights Guarati: ભારત વિ ન્યૂઝીલેન્ડ પ્રથમ ટેસ્ટ મેચ ચોથો દિવસ સ્કોર અપડેટ, સરફરાઝ ખાનના 195 બોલમાં 18 ફોર 3 સિક્સર સાથે 150 રન, પંતના 105 બોલમાં 9 ફોર 5 સિક્સર સાથે 99 રન

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ મેચ ચોથો દિવસ લાઇવ સ્કોર અપડેટ સરફરાઝ ખાન સદી | India vs New Zealand 1st Test Day 4 Live Score update Sarfaraz Khan Century

IND vs NZ Test Series: ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ મેચ ચોથા દિવસનો સ્કોર અપડેટ, સરફરાઝ ખાને સદી ફટકારી

India vs New Zealand 1st Tet Day 4 Score Highlights: ભારત વિ ન્યૂઝીલેન્ડ પ્રથમ ટેસ્ટનો ચોથો દિવસ રોમાંચક રહ્યો. ભારત બીજા દાવમાં 99.3 ઓવરમાં 462 રનમાં ઓલઆઉટ થતા ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રનનો પડકાર મળ્યો છે. જેના જવાબમાં ચોથા દિવસના અંતે ન્યૂઝીલેન્ડે 0.4 બોલમાં વિના વિકેટે 00 રન બનાવ્યા છે. વરસાદના કારણે મેચ વહેલી બંધ કરવી પડી હતી. હવે પાંચમો અને અંતિમ દિવસ નિર્ણાયક બની રહેશે.

Advertisment

ચોથા દિવસે ભારતના સરફરાઝ ખાન અને ઋષભ પંતે લડાયક બેટિંગ કરી હતી. સરફરાઝ ખાને 195 બોલમાં 18 ફોર 3 સિક્સર સાથે 150 રન બનાવ્યા હતા. જ્યારે પંતે 105 બોલમાં 9 ફોર 5 સિક્સર સાથે 99 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરી અને વિલિયમે સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી.

IND vs NZ 1st Test: મેચમાં બીજી સદી

બેંગલુરુ ખાતે ચાલી રહેલી ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ મેચમાં બીજી સદી નોંધાઇ છે. મેચના ચોથા દિવસે ભારતીય યુવા ખેલાડી સરફરાઝ ખાને સદી ફટકારી છે. તેણે 110 બોલમાં 14 ચોગ્ગા અને 3 સિક્સ સાથે સદી પુરી કરી હતી. સરફરાઝ 195 બોલમાં 18 ફોર 3 સિક્સર સાથે 150 રન બનાવી આઉટ થયો હતો. મેચના ત્રીજા દિવસે ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડ યુવા ખેલાડી રચિન રવિન્દ્રએ સદી ફટકારી 134 રનની ઇનિંગ રમી હતી.

IND vs NZ 1st Test: ભારત બીજો દાવ , 462 રન ઓલ આઉટ

  • યશસ્વી જયસ્વાલ : 35 રન 63 બોલ, 8 ફોર, 1 સિક્સ (સ્ટમ્પ ટોમ બ્લુનડેલ, બોલ એજાઝ પટેલ)
  • રોહિત શર્મા : 52 રન, 63 બોલ, 8 ફોર, 1 સિક્સ (બોલ્ડ એજાઝ પટેલ)
  • વિરાટ કોહલી : 70 રન, 102 બોલ, 8 ફોર, 1 સિક્સ (કેચ ટોમ બ્લુનડેલ બોલ ગ્લેન ફિલિપ્સ)
  • સરફરાઝ ખાન : 150 રન, 195 બોલ, 18 ફોર, 3 સિક્સ (કેચ એજાઝ પટેલ, બોલ ટીમ સાઉથી)
  • રિષભ પંત : 99 રન, 105 બોલ, 9 ફોર, 5 સિક્સ (બોલ્ડ વિલ ઓરાર્કે)
  • કેએલ રાહુલ : 12 રન, 16 બોલ, 2 ફોર (કેચ ટોમ બ્લુનડેલ બોલ વિલ ઓરાર્કે)
  • રવિન્દ્ર જાડેજા : 5 રન 15 બોલ, 1 ફોર (કેચ વિલ યંગલ બોલ વિલ ઓરાર્કે)
  • રવિચંદ્રન અશ્વિન : 15 રન 24 બોલ 1 ફોર (એલબીડબલ્યૂ મેટ હેન્રી)
  • કુલદીપ યાદવ : 6 રન 20 બોલ અણનમ
  • જસપ્રીત બુમરાહ : 0 રન 2 બોલ (કેચ ટીમ સાઉથી બોલ મેટ હેન્રી)
Advertisment

IND vs NZ 1st Test: ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવ - 402 રન ઓલઆઉટ

  • રચિન રવિન્દ્ર 134 રન (157 બોલ, 13 ફોર, 4 સિકસ)
  • ડેવોન કોનવે 91 રન (105 બોલ, 11 ફોર, 3 સિક્સ)
  • ટિમ સાઉથી 65 રન (73 બોલ, 5 ફોર, 4 સિક્સ)

આ પણ વાંચો - ઋષભ પંતે એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો, ચેલો ગુરુ કરતા આગળ નીકળ્યો

IND vs NZ 1st Test: ભારત પ્રથમ દાવ - 46 રન ઓલઆઉટ

  • ઋષભ પંત 20 રન (49 બોલ, 2 ફોર)
  • યશસ્વી જયસ્વાલ 13 રન (63 બોલ, 1 ફોર)
  • મોહમ્મદ સિરાજ 4 રન (16 બોલ, 1 ફોર)

ભારત અને ન્યૂઝીલેન્ડ ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ 2024 અંતર્ગત પહેલી ટેસ્ટ મેચ બેંગલુરુમાં 16 ઓક્ટોબરથી રમાઇ રહી છે. જોકે મેચનો પ્રથમ દિવસ વરસાદથી ધોવાઇ ગયો હતો. બીજા દિવસે ટોસ થતાં મેચ શરુ થઇ હતી. પરંતુ ભારતીય ટીમનું પ્રદર્શન પ્રથમ ઇનિંગમાં ખરાબ રહ્યું હતું અને માત્ર 46 રનમાં ઓલ આઉટ થયું હતું.

ભારતના ખરાબ પ્રદર્શન બાદ ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગમાં મેચના ત્રીજા દિવસે મજબૂત રીતે આગળ વધ્યું અને 402 રન કર્યા હતા. જેમાં ભારતીય મૂળના ખેલાડી રચિન રવિન્દ્ર એ 134 રનની શાનદાર ઇનિંગ રમી ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. ન્યૂઝીલેન્ડને પ્રથમ ઇનિંગ્સમાં 356 રનની લીડ મળી હતી.

ભારત ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ ક્રિકેટ રોહિત શર્મા Virat Kohli