India vs New Zealand 2nd Test: ભારત ન્યૂઝીલેન્ડ 2જી ટેસ્ટમાં ફરી એકવાર ન્યૂઝીલેન્ડ હાવી રહ્યું. ભારતને પ્રથમ દાવમાં 156 રનમાં ઓલ આઉટ કર્યા બાદ ન્યૂઝીલેન્ડ બીજા દાવમાં પણ મજબૂત સ્થિતિમાં છે. ન્યૂઝીલેન્ડ 255 રનમાં ઓલ આઉટ થયું છે. ભારત બીજા દાવમાં 245 રનમાં ઓલઆઉટ થતાં ન્યૂઝીલેન્ડે ભારતને 113 રનથી હરાવ્યું છે. આ સાથે 3 ટેસ્ટ મેચની સીરીઝમાં ન્યૂઝીલેન્ડ 2-0 થી શ્રેણી જીતી ગયું છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરુવારથી પૂણે ખાતે શરુ થયેલ બીજી ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસે પરિણામ આવી ગયું છે. ભારત પ્રવાસે આવેલ ન્યૂઝીલેન્ડ અહીં ત્રણ ટેસ્ટ સીરીઝ રમવાનું છે. બેંગલુરુ ટેસ્ટમાં જીત્યા બાદ ન્યૂઝીલેન્ડ 1-0 થી આગળ છે. ગુરુવારથી પૂણે ખાતે શરુ થયેલ બીજી ટેસ્ટ મેચ શનિવારે સમાપ્ત થઇ છે. મેચના ત્રીજા દિવસે ભારત ફરી એકવાર લથડ્યું. ભારતીય બેટ્સમેન એક પછી એક આઉટ થતા અને બીજા દાવમાં 245 રનમાં ઓલ આઉટ થઇ ગયું.
ભારત બીજો દાવ 245 રન ઓલ આઉટ
- યશસ્વી જયસ્વાલ : 77 રન 65 બોલ 9 ફોર 3 સિક્સ – કેચ ડેરિલ મિશેલ બોલ મિચેલ સેંટનર
- રોહિત શર્મા : 8 રન 16 બોલ 1 ફોર – કેચ વિલ યંગ બોલ મિચેલ સેંટનર
- શુભમન ગિલ : 23 રન 31 બોલ 4 ફોર – કેચ ડેરિલ મિશેલ બોલ મિચેલ સેંટનર
- વિરાટ કોહલી : 17 રન 40 બોલ 2 ફોર એલબીડબલ્યૂ મિચેલ સેંટનર
- રિષભ પંત : 0 રન 3 બોલ – રન આઉટ
- વોશિંગ્ટન સુંદર : 21 રન 47 બોલ 2 ફોર – કેચ વિલ યંગ બોલ ગ્લેન ફિલિપ્સ
- સરફરાઝ ખાન : 9 રન 15 બોલ 1 ફોર – બોલ્ડ મિચેલ સેંટનર
- રવિન્દ્ર જાડેજા : 42 રન 84 બોલ 2 ફોર – કેચ ટિમ સાઉથી બોલ એજાઝ પટેલ
- રવિચંદ્રન અશ્વિન : 18 રન 34 બોલ 2 ફોર – કેચ ડેરિલ મિશેલ બોલ મિચેલ સેંટનર
- આકાશ દીપ : 1 રન 24 બોલ – કેચ રચિન રવિન્દ્ર બોલ એજાઝ પટેલ
- જસપ્રીત બુમરાહ : 10 રન 4 બોલ 1 ફોર 1 સિક્સ નોટ આઉટ
ન્યૂઝીલેન્ડ બીજો દાવ – 255 રન
- ટોમ લેથમ : 86 રન 133 10 ફોર એલબીડબલ્યૂ વોશિંગ્ટન સુંદર
- ડેવોન કોનવે : 17 રન 25 બોલ 2 ફોર એલબીડબલ્યૂ વોશિંગ્ટન સુંદર
- વિલ યંગ : 23 રન 28 બોલ 2 ફોર એલબીડબલ્યૂ રવિચંદ્રન અશ્વિન
- રચિન રવિન્દ્ર : 9 રન 13 બોલ 1 ફોર બોલ્ડ વોશિંગ્ટન સુંદર
- ડેરિલ મિશેલ : 18 રન 23 બોલ 2 ફોર કેચ યશસ્વી જયસ્વાલ બોલ વોશિંગ્ટન સુંદર
- ટીમ બ્લંડેલ : 41 રન 83 બોલ 3 ફોર (બોલ્ડ રવિન્દ્ર જાડેજા)
- ગ્લેન ફિલિપ્સ : 48 રન 82 બોલ 4 ફોર 2 સિક્સ નોટ આઉટ
- મિચેલ સેંટનર : 4 રન 16 બોલ કેચ જસપીત બુમરાહ બોલ રવિન્દ્ર જાડેજા
- ટિમ સાઉથી : 0 રન 3 બોલ કેચ રોહિત શર્મા બોલ રવિચંદ્રન અશ્વિન
- એજાઝ પટેલ : 1 રન 12 બોલ કેચ વોશિંગ્ટન સુંદર બોલ રવિન્દ્ર જાડેજા
- વિલ ઓરોર્કે : 0 રન રન આઉટ
ભારત પ્રથમ દાવ, 165 રન
- યશસ્વી જયસ્વાલ : 30 રન 60 બોલ 4 ફોર (કેચ ડેરિલ મિશેલ બોલ ગ્લેન ફિલિપ્સ)
- રોહિત શર્મા : 0 રન 9 બોલ (બોલ્ડ ટિમ સાઉથી)
- શુભમન ગિલ : 30 રન 72 બોલ 2 ફોર 1 સિક્સ (એલબીડબલ્યૂ મિચેલ સેંટનર)
- વિરાટ કોહલી : 1 રન 9 બોલ (બોલ્ડ મિચેલ સેંટનર)
- રિષભ પંત : 18 રન 19 બોલ 2 ફોર (બોલ્ડ ગ્લેન ફિલિપ્સ)
- સરફરાઝ ખાન : 11 રન 24 બોલ 1 ફેર ( કેચ વિલ ઓરોર્કે બોલ મિચેલ સેંટનર)
- રવિન્દ્ર જાડેજા : 38 રન 46 બોલ 3 ફોર 2 સિક્સ (એલબીડબલ્યૂ મિચેલ સેંટનર)
- રવિચંદ્રન અશ્વિન : 4 રન 5 બોલ (એલબીડબલ્યૂ મિચેલ સેંટનર)
- વોશિંગ્ટન સુંદર : 18 રન 21 બોલ 2 ફોર 1 સિક્સ નોટ આઉટ
- આકાશ દીપ : 6 રન 5 બોલ 1 સિક્સ બોલ્ડ મિચેલ સેંટનર
- જસપ્રીત બુમરાહ : 0 રન 3 બોલ એલબીડબલ્યૂ મિચેલ સેંટનર
IND vs NZ 2જી ટેસ્ટ પ્રથમ દિવસ
ભારત અને ન્યૂઝીલેન્ડ 2જી ટેસ્ટ મેચના 1લા દિવસની રમતની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ ટોસ જીતી પ્રથમ દાવ લેવા મેદાનમાં આવ્યું હતું. ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને શરુઆતમાં કિવી ખેલાડીઓને કાબુમાં રાખ્યા હતા અને શરુઆતની 3 વિકેટ પોતાને નામ કરી હતી. બાદમાં બોલિંગ કરવા આવેલ સ્પિનર વોશિંગ્ટન સુંદરે કમાલ કરી હતી. ન્યૂઝીલેન્ડના 7 ખેલાડીઓને આઉટ કર્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમ 259 રન પર ઓલ આઉટ થઇ હતી. લીડ સાથે ભારત બેટીંગમાં આવ્યું હતું. પરંતુ રોહિત શર્મા 0 રને આઉટ થયો હતા. પ્રથમ દિવસના અંતે ભારતે 1 વિકેટ ગુમાવી 16 રન બનાવ્યા હતા.