World Cup 2023 India vs New Zealand Cricket Match Records : વનડે વર્લ્ડ કપ 2023માં રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમ સતત સારું પ્રદર્શન કરી રહી છે અને ટીમે તેની પ્રથમ 4 લીગ મેચ જીતી છે. રવિવાર ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચમી મેચ રમવાની છે, જે અત્યાર સુધી ટીમ ઈન્ડિયાની જેમ અજેય રહી છે. કિવી ટીમે પણ પોતાની પ્રથમ મેચો જીતી લીધી છે અને તેઓ પણ ભારતની જેમ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે. ધર્મશાલામાં રવિવારે યોજાનારી આ મેચ ખૂબ જ રોમાંચક હશે, પરંતુ હાર્દિક પંડ્યાની ઈજા ટીમ ઈન્ડિયા માટે મોટી સમસ્યા બની ગઈ છે અને ભારતીય ટીમ તેનો કેવી રીતે સામનો કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
ભારતને 20 વર્ષથી જીત હાંસલ કરવાનો ઇંતેજાર (World Cup 2023 Ind vs NZ Cricket Match)
વનડે વર્લ્ડ કપની વાત કરીએ તો ભારતીય ટીમ છેલ્લા 20 વર્ષથી ન્યૂઝીલેન્ડ સામે જીતી શકી નથી. ભારતે 2003માં ODI વર્લ્ડ કપમાં આ ટીમ સામે તેની છેલ્લી મેચ જીતી હતી અને આ ટીમને 7 વિકેટથી હરાવ્યું હતું. 2003 વનડે વર્લ્ડ કપ બાદ બંને દેશો વચ્ચે બે મેચ રમાઈ હતી જેમાં એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને એક મેચમાં ભારતને કિવી ટીમે 18 રને પરાજય આપ્યો હતો અને આ મેચ 2019 વનડે વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ હતી.
વર્લ્ડકપમાં ભારત – ન્યુઝીલેન્ડે કેટલી મેચ રમી, કઇ ટીમ કેટલી વખત જીતી? (ODI India vs New Zealand Cricket Match)
વનડે વર્લ્ડકપના ઈતિહાસની વાત કરીએ તો ટીમ ભારત અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 9 મેચ રમાઈ છે. તેમાંથી કિવી ટીમે 5 વખત જીત મેળવી છે જ્યારે ટીમ ઈન્ડિયા આ ટીમને 3 વખત હરાવવામાં સફળ રહી છે અને એક મેચ કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ છે. ભારતે અત્યાર સુધી 1987ના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને 16 રને હરાવ્યું હતું, ત્યાર બાદ તે જ વર્લ્ડ કપમાં ભારતે ફરીથી કીવી ટીમને 9 વિકેટે હરાવ્યું હતું અને ત્યારબાદ 2003માં ભારતે આ ટીમ સામે જીત મેળવી હતી.
આ પણ વાંચો | હાર્દિક પંડ્યાની ઈજા પર આવી અપડેટ, જાણો કેટલા દિવસ રહેશે ટીમમાંથી બહાર
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે મેચના પરિણામ (ODI India vs New Zealand Cricket Match Results)
1975 – ન્યુઝીલેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું1979 – ન્યુઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું1987 – ભારતે કિવીને 16 રનથી હરાવ્યું (14 ઓક્ટોબર), ભારતે ન્યૂઝીલેન્ડને 9 વિકેટથી હરાવ્યું (31 ઓક્ટોબર)1992 – ન્યુઝીલેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું1999 – ન્યુઝીલેન્ડે ભારતને 5 વિકેટે હરાવ્યું2003 – ભારતે ન્યુઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું2019 – ભારત-ન્યૂઝીલેન્ડ મેચ અનિર્ણાયક રીતે સમાપ્ત થઈ (13 જૂન), ન્યુઝીલેન્ડે ભારતને 18 રનથી હરાવ્યું (પ્રથમ સેમિફાઇનલ, 10 જુલાઈ)





