IND vs PAK Match Cricket Score Online, Champions Trophy 2025 (પાકિસ્તાન વિ. ભારત ક્રિકેટ સ્કોર) : બોલરોના શાનદાર પ્રદર્શન પછી વિરાટ કોહલીની અણનમ સદી (100) અને શ્રેયસ ઐયરની (56) અડધી સદીની મદદથી ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરતા 49.4 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
ભારતે સતત બીજો વિજય મેળવ્યો છે. બીજી તરફ પાકિસ્તાનનો સતત બીજો પરાજય થયો છે. ભારત હવે 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે અને પાકિસ્તાન 27 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે ટકરાશે.
પાકિસ્તાન તરફથી સઉદ શકીલે સૌથી વધારે 62 રન બનાવ્યા હતા. આ સિવાય મોહમ્મદ રિઝવાને 46 અને ખુશદીલ શાહે 38 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાને 2 વિકેટ, જ્યારે અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાને 1-1 વિકેટ મળી હતી.
ભારત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી.
પાકિસ્તાન પ્લેઇંગ ઇલેવન
બાબર આઝમ, ઇમામ-ઉલ હક, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), સલમાન અલી આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ.





