/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/India-vs-Pakistan1.jpg)
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની વન-ડે મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી (BCCI/Twitter)
Asia Cup 2023, India vs Pakistan Score : એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની વન-ડે મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ભારતીય ટીમ 48.5 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જોકે વરસાદના કારણે પાકિસ્તાનની ઇનિંગ્સ શરૂ થઇ શકી ન હતી અને મેચ રદ જાહેર કરવામાં આવી છે. બન્ને ટીમોને 1-1 પોઇન્ટ મળ્યા છે. પાકિસ્તાનની ટીમ સુપર-4 માં પહોંચી ગઇ છે. ભારત હવે 4 સપ્ટેમ્બરે નેપાળ સામે રમશે.
26 વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વન ડે મેચ કોઇ પરિણામ વિના જ પૂરી થઇ હતી. બંને દેશો વચ્ચે છેલ્લે 1997માં કેનેડામાં આવું બન્યું હતું ત્યારે મેચનું પરિણામ આવ્યા વિના જ મેચ પુરી થઈ હતી. ત્યાર બાદ હવે આવી સ્થિતિ આવી છે. ભારત-પાકિસ્તાનના વન-ડે ઈતિહાસમાં આ પાંચમી વખત એવું બન્યું હતું કે જ્યારે મેચ કોઈ પણ પરિણામ વિના પૂરી થઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ વન ડે 1984માં અને ત્યાર બાદ 1989માં કોઈ પરિણામ વિના જ પુરી થઈ હતી. આ પછી 1997માં આવું બે વખત બન્યું હતું
ભારત-પાકિસ્તાન પ્લેઇંગ ઇલેવન
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.
પાકિસ્તાન : ફખર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, આગા સલમાન, ઇફ્તિકાર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ.
- Sep 02, 2023 23:38 IST
26 વર્ષ પછી ભારત-પાકિસ્તાનની વન-ડે મેચ કોઈ પરિણામ વગર ખતમ થઈ
26 વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વન ડે મેચ કોઇ પરિણામ વિના જ પૂરી થઇ હતી. બંને દેશો વચ્ચે છેલ્લે 1997માં કેનેડામાં આવું બન્યું હતું ત્યારે મેચનું પરિણામ આવ્યા વિના જ મેચ પુરી થઈ હતી. ત્યાર બાદ હવે આવી સ્થિતિ આવી છે. ભારત-પાકિસ્તાનના વન-ડે ઈતિહાસમાં આ પાંચમી વખત એવું બન્યું હતું કે જ્યારે મેચ કોઈ પણ પરિણામ વિના પૂરી થઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ વન ડે 1984માં અને ત્યાર બાદ 1989માં કોઈ પરિણામ વિના જ પુરી થઈ હતી. આ પછી 1997માં આવું બે વખત બન્યું હતું
- Sep 02, 2023 22:34 IST
The rain has a final say as the match is Called Off!
Scorecard ▶️ https://t.co/hPVV0wT83S
#AsiaCup2023 | #TeamIndia | #INDvPAKpic.twitter.com/XgEEkjvrC5— BCCI (@BCCI) September 2, 2023
- Sep 02, 2023 22:11 IST
ભારત અને પાકિસ્તાન વચ્ચેની વન-ડે મેચ રદ
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની વન-ડે મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ભારતીય ટીમ 48.5 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જોકે વરસાદના કારણે પાકિસ્તાનની ઇનિંગ્સ શરૂ થઇ શકી ન હતી અને મેચ રદ જાહેર કરવામાં આવી છે. બન્ને ટીમોને 1-1 પોઇન્ટ મળ્યા છે. પાકિસ્તાનની ટીમ સુપર-4 માં પહોંચી ગઇ છે. ભારત હવે 4 સપ્ટેમ્બરે નેપાળ સામે રમશે.
- Sep 02, 2023 21:49 IST
20 ઓવરની મેચ માટે ભારતીય સમય પ્રમાણે રાત્રે 10.27 સુધી મેચ શરૂ થવી જોઈએ
પાકિસ્તાનની ઇનિંગ્સ હજુ શરુ થઇ નથી. 20 ઓવરની મેચ માટે ભારતીય સમય પ્રમાણે રાત્રે 10.27 સુધી મેચ શરૂ થવી જોઈએ. આમ નહીં થાય તો મેચ રદ થશે. 20 ઓવરમાં પાકિસ્તાનને 155 રનનો ટાર્ગેટ મળશે.
- Sep 02, 2023 21:45 IST
એશિયા કપ : ઇશાન કિશને સતત ચોથી અડધી સદી ફટકારી, હજુ પણ કેએલ રાહુલ આવશે તો થશે બહાર? બેવડી સદી પછી પણ થયો હતો ડ્રોપ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/ishan-kishan.jpg)
India vs Pakistan : એશિયા કપ પહેલા ઈશાન કિશને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન ડે શ્રેણીમાં 52, 55 અને 77 રન ફટકાર્યા હતા અને તે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. વધુ વાંચો
- Sep 02, 2023 21:24 IST
પલ્લીકેલમાં ફરી વરસાદ
પલ્લીકેલમાં ફરી વરસાદ થયો છે. પાકિસ્તાનની ઇનિંગ્સની 14 ઓવરો કપાઇ છે. હવે દર 5 મિનિટ પર એક ઓવર કાપવામાં આવશે.
- Sep 02, 2023 21:17 IST
ઓવરો કપાશે તો પાકિસ્તાનને કેટલો મળશે ટાર્ગેટ
વરસાદના કારણે ઓવરો કાપવામાં આવશે તો પાકિસ્તાનને 45 ઓવરમાં 254 રન, 40 ઓવરમાં 239 રન અને 30 ઓવરમાં 203 રનનો ટાર્ગેટ મળી શકે છે. 20 ઓવરમાં 155 રનનો ટાર્ગેટ મળશે.
- Sep 02, 2023 20:45 IST
મેદાનનું નિરીક્ષણ 9 વાગે કરવામાં આવશે
UPDATE
Inspection at 09.00 PM Local Time (Same as IST). #AsiaCup2023 | #TeamIndia | #INDvPAKhttps://t.co/DJlHh9D58M— BCCI (@BCCI) September 2, 2023
- Sep 02, 2023 20:42 IST
પલ્લીકેલમાં વરસાદ
પલ્લીકેલમાં વરસાદ થઇ રહ્યો છે જેના કારણે પાકિસ્તાનની ઇનિંગ્સ શરુ થઇ શકી નથી. ભારતની ઇનિંગ્સમાં પણ બે વખત વરસાદે મેચ અટકાવી હતી.
- Sep 02, 2023 19:51 IST
શાહીન આફ્રિદીએ 4 વિકેટ ઝડપી
પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ 4 વિકેટ, જ્યારે નસીમ શાહ અને હારિસ રાઉફે 3-3 વિકેટ ઝડપી.
- Sep 02, 2023 19:51 IST
ટીમ ઇન્ડિયા 48.5 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ
ટીમ ઇન્ડિયા 48.5 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ. પાકિસ્તાનને જીતવા માટે 267 રનનો પડકાર
- Sep 02, 2023 19:50 IST
બુમરાહ 16 રને આઉટ
જસપ્રીત બુમરાહ 16 રન બનાવી નસીમ શાહનો શિકાર બન્યો.
- Sep 02, 2023 19:34 IST
ભારતે 250 રન પુરા કર્યા
ભારતે 45.2 ઓવરમાં 8 વિકેટે 250 રન બનાવ્યા.
- Sep 02, 2023 19:28 IST
રવિન્દ્ર જાડેજા 14 રને આઉટ
રવિન્દ્ર જાડેજા 14 રને શાહીન આફ્રિદીનો અને શાર્દુલ ઠાકુર 3 રને નસીમ શાહનો શિકાર બન્યા. ભારતે 242 રને આઠમી વિકેટ ગુમાવી.
- Sep 02, 2023 19:17 IST
હાર્દિક પંડ્યા 87 રને આઉટ
હાર્દિક પંડ્યા 90 બોલમાં 7 ફોર, 1 સિક્સરની મદદથી 87 રને શાહીન આફ્રિદીની ઓવરમાં આઉટ થયો. ભારતે 239 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.
- Sep 02, 2023 19:00 IST
હાર્દિક પંડ્યાએ રાઉફની 40મી ઓવરમાં 3 ફોર ફટકારી
હાર્દિક પંડ્યાએ રાઉફની 40મી ઓવરમાં 3 ફોર ફટકારી. ભારતના 40 ઓવરમાં 5 વિકેટે 221 રન. હાર્દિક પંડ્યા 80 અને રવિન્દ્ર જાડેજા 3 રને રમતમાં છે.
- Sep 02, 2023 18:51 IST
ઇશાન કિશન 82 રને આઉટ
ઇશાન કિશન 81 બોલમાં 9 ફોર 2 સિક્સર સાથે 82 રન બનાવી હારિસ રઉફનો શિકાર બન્યો. ભારતે 204 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Sep 02, 2023 18:46 IST
ભારતે 36.4 ઓવરમાં 200 રન પુરા કર્યા
ભારતે 36.4 ઓવરમાં 200 રન પુરા કર્યા. ઇશાન કિશન 82 અને હાર્દિક પંડ્યા 65 રને ક્રિઝ પર છે.
- Sep 02, 2023 18:33 IST
હાર્દિક પંડ્યાની 62 બોલમાં અડધી સદી
હાર્દિક પંડ્યાએ 62 બોલમાં 3 ફોર સાથે અડધી સદી ફટકારી. ભારતના 34 ઓવરમાં 4 વિકેટે 178 રન. ઇશાન કિશન 72 અને હાર્દિક પંડ્યા 50 રને રમતમાં છે.
- Sep 02, 2023 18:16 IST
ભારતના 30.1 ઓવરમાં 4 વિકેટે 150 રન
ભારતે 30.1 ઓવરમાં 4 વિકેટે 150 રન બનાવ્યા. ઇશાન કિશન 56 અને હાર્દિક પંડ્યા 40 રને રમતમાં છે
- Sep 02, 2023 18:09 IST
ઇશાન કિશનની 54 બોલમાં અડધી સદી
ઇશાન કિશને 54 બોલમાં 6 ફોર, 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી. ઇશાને સતત ચોથી અડધી સદી ફટકારી
- Sep 02, 2023 17:45 IST
ઇશાન કિશન અને હાર્દિક પંડ્યા વચ્ચે 50 રનની ભાગીદારી
ઇશાન કિશન અને હાર્દિક પંડ્યા વચ્ચે પાંચમી વિકેટ માટે 50 રનની ભાગીદારી નોંધાઇ છે.
- Sep 02, 2023 17:36 IST
ભારતના 20 ઓવરમાં 4 વિકેટે 102 રન
ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 102 રન બનાવ્યા. ઇશાન કિશન 32 અને હાર્દિક પંડ્યા 16 રને રમી રહ્યા છે.
- Sep 02, 2023 17:35 IST
ભારતના 19.4 ઓવરમાં 100 રન
ભારતે 19.4 ઓવરમાં 100 રન પુરા કર્યા, ઇશાન કિશન અને હાર્દિક પંડ્યા રમતમાં છે
- Sep 02, 2023 17:11 IST
શુભમન ગિલ 10 રને આઉટ
શુભમન ગિલ 32 બોલમાં 1 ફોર સાથે 10 રન બનાવી રઉફની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 66 રને ચોથી વિકેટ ગુમાવી. હાર્દિક પંડ્યા બેટિંગ માટે મેદાનમાં આવ્યો.
- Sep 02, 2023 16:44 IST
વરસાદના કારણે મેચ ફરી અટકાવવામાં આવી
વરસાદના કારણે મેચ ફરી અટકાવવામાં આવી છે. ભારતે 11.2 ઓવરમાં 3 વિકેટે 51 રન બનાવી લીધા છે. શુભમન ગિલ અને ઇશાન કિશન ક્રીઝ પર છે.
- Sep 02, 2023 16:42 IST
ભારતના 50 રન
ભારતે 11 ઓવરમાં 50 રન પુરા કર્યા.
- Sep 02, 2023 16:33 IST
ભારતના 10 ઓવરમાં 3 વિકેટે 48 રન
ભારતના 10 ઓવરમાં 3 વિકેટે 48 રન. શુભમન ગિલ અને ઇશાન કિશન રમતમાં
- Sep 02, 2023 16:32 IST
શ્રેયસ ઐય્યર 14 રને આઉટ
શ્રેયસ ઐય્યર 9 બોલમાં 2 ફોર સાથે 14 રન બનાવી રાઉફની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 48 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Sep 02, 2023 16:10 IST
વિરાટ કોહલી 4 રને બોલ્ડ
વિરાટ કોહલી 7 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી શાહીન આફ્રીદીની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 27 રને બીજી વિકેટ ગુમાવી.
- Sep 02, 2023 16:03 IST
રોહિત શર્મા 11 રને બોલ્ડ
રોહિત શર્મા 22 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી શાહીન આફ્રીદીની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 15 રને પ્રથમ વિકેટ ગુમાવી. વિરાટ કોહલી બેટિંગ કરવા મેદાનમાં આવ્યો.
- Sep 02, 2023 15:28 IST
વરસાદના કારણે મેચ અટકાવવામાં આવી
વરસાદના કારણે મેચ અટકાવવામાં આવી છે. પીચની સાથે સાઇડ કવર પણ લગાડવામાં આવી રહ્યા છે. ભારતે 4.2 ઓવરમાં વિના વિકેટે 15 રન બનાવી લીધા છે.
- Sep 02, 2023 15:06 IST
રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતર્યા
રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતર્યા. ભારતે પ્રથમ ઓવરમાં 6 રન બનાવ્યા. શાહીન આફ્રિદીએ પ્રથમ ઓવર ફેંકવા આવ્યો.
- Sep 02, 2023 14:52 IST
વિરાટ કોહલી અને ઇશાન કિશન પ્રેક્ટિસ સેશનમાં
In the ZONE! 👌 👌
Follow the match ▶️ https://t.co/hPVV0wT83S#AsiaCup2023 | #TeamIndia | #INDvPAKpic.twitter.com/mlKMAQtxX1— BCCI (@BCCI) September 2, 2023
- Sep 02, 2023 14:50 IST
ભારતની પ્લેઇંગ ઇલેવન
🚨 Toss & Team Update 🚨
Captain @ImRo45 has won the toss & #TeamIndia have elected to bat against Pakistan. #INDvPAK
A look at our Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/hPVV0wT83S#AsiaCup2023pic.twitter.com/onUyEVBwvA— BCCI (@BCCI) September 2, 2023
- Sep 02, 2023 14:42 IST
પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન
ફખર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, આગા સલમાન, ઇફ્તિકાર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ.
- Sep 02, 2023 14:41 IST
ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.
- Sep 02, 2023 14:38 IST
કેવી રહેશે પીચ
પીચને લઇને સંજય માંજરેકરે કહ્યું કે આ પીચ પર સ્પિનરોને ઘણી મદદ મળશે. સાથે જ ફાસ્ટ બોલરોને શરૂઆતમાં મદદ મળશે. વરસાદની શક્યતાઓ છે, તેથી ટોસનો નિર્ણય પણ DLSને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.
- Sep 02, 2023 14:33 IST
ભારતે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
એશિયા કપમાં પાકિસ્તાન સામેના હાઈ પ્રોફાઇલ મુકાબલામાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- Sep 02, 2023 14:18 IST
કેન્ડીમાં વરસાદ રોકાઇ ગયો
કેન્ડીમાં વરસાદ રોકાઇ ગયો છે અને ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આકાશ પુરી રીતે ક્લિન છે અને ટોસ સમય પર થાય તેવી સંભાવના છે.
- Sep 02, 2023 14:08 IST
ભારત-પાકિસ્તાન મેચ રમાવાની છે તે મેદાનનું દ્રશ્ય
#AsiaCup2023#INDvsPAK
The groundstaff are bringing the covers on as the drizzle begins to pick pace
Video credits: @venkatatweetspic.twitter.com/wS2a32kPOD— Express Sports (@IExpressSports) September 2, 2023
- Sep 02, 2023 14:01 IST
એશિયા કપ 2023 : વિરાટ કોહલીને લઇને પાકિસ્તાનના ઓલરાઉન્ડરે પોતાની ટીમને આપી ચેતવણી, કહ્યું – તેનાથી બચીને રહેજો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/1-4.jpg)
ind vs pak match : એશિયા કપ 2023 : ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે. નેપાળ સામે આટલી મોટી જીત મેળવ્યા બાદ પાકિસ્તાનની ટીમ ઘણી ઉત્સાહમાં. વધુ વાંચો
- Sep 02, 2023 12:23 IST
મેચમાં વરસાદ વિધ્નરૂપ બની શકે છે
એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ વિધ્નરૂપ બની શકે છે. કેન્ડીમાં છેલ્લા બે દિવસથી કાળા વાદળો જોવા મળે છે. આજે પણ વરસાદની સંભાવના છે. રિપોર્ટ્સ પ્રમાણે વરસાદના કારણે ટોસમાં વિલંબ થઇ શકે છે. જોકે સાંદ થતા-થતા મોસમ સુધરી શકે છે.
- Sep 02, 2023 12:20 IST
ભારત સામેની મેચ માટે પાકિસ્તાને પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે
પાકિસ્તાન ટીમ : ફખર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, આગા સલમાન, ઇફ્તિકાર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ.
- Sep 02, 2023 12:18 IST
પાકિસ્તાન 2012 પછી આ મેદાનમાં જીતી શક્યું નથી
પાકિસ્તાનની વાત કરીએ તો તેઓ પલ્લીકેલેમાં 5 વન ડે મેચ રમ્યું છે, જેમાંથી 2માં વિજય અને 3 મેચમાં પરાજય થયો છે. પાકિસ્તાન માટે ચિંતાજનક બાબત એ છે કે તે 2012 પછી અહીં મેચ જીતી શક્યું નથી.
- Sep 02, 2023 12:16 IST
પલ્લીકેલના મેદાન પર ભારતની જીતની ટકાવારી 100 ટકા
ભારતીય ટીમ પલ્લીકેલના મેદાન પર 3 વન-ડે મેચ રમ્યું છે અને ત્રણેયમાં જીત મેળવી છે. આવી સ્થિતિમાં આ મેદાન પર ભારતીય ટીમની જીતની ટકાવારી 100 ટકા છે. ભારતીય ટીમ આ મેદાન પર સૌપ્રથમ 2012માં શ્રીલંકા સામે રમી હતી. ભારતે તે મેચ 20 રનથી જીતી લીધી હતી. આ પછી ભારતે 2017માં આ મેદાન પર શ્રીલંકા સામે બે વન ડે રમી હતી અને બંનેમાં જીત મેળવી હતી.
- Sep 02, 2023 12:15 IST
આજે એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો
એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે હાઇવોલ્ટેજ મુકાબલો રમાશે. ભારત એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us