/indian-express-gujarati/media/media_files/2026/02/15/india-vs-pakistan-live-score-2026-02-15-14-35-17.jpg)
India vs Pakistan T20 Live Cricket Score in gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, ભારત વિ પાકિસ્તાન મેચ અપડેટ્સ
T20 World Cup 2026, India vs Pakistan LIVE Cricket Score Updates : ટી 20 વર્લ્ડ કપ 2026ની 27મી મેચમાં પાકિસ્તાન સામે ભારતે 2.1 ઓવરમાં 1 વિકેટે 20 રન બનાવી લીધા છે. પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારતની ટીમમાં બે ફેરફાર કરાયા છે. સંજુ સેમસન અને અર્શદીપ સિંહના સ્થાને અભિષેક શર્મા અને કુલદીપ યાદવનો સમાવેશ કરાયો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડયા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ.
પાકિસ્તાન : સૈમ અયુબ, સાહિબજાદા ફરહાન, સલમાન આગા (કેપ્ટન), બાબર આઝમ, ઉસ્માન ખાન, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, ઉસ્માન તારીક, અબરાર અહેમદ.
- Feb 15, 2026 19:08 IST
IND vs PAK LIVE : અભિષેક શર્મા પ્રપથમ ઓવરમાં આઉટ
અભિષેક શર્મા 4 બોલમાં ખાતું ખોલાયા વિના પ્રથમ ઓવરમાં સલમાન આગાની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 1 રને પ્રથમ વિકેટ ગુમાવી દીધી છે.
- Feb 15, 2026 18:48 IST
IND vs PAK LIVE : ભારતની ટીમમાં બે ફેરફાર
ભારતની ટીમમાં બે ફેરફાર કરાયા છે. સંજુ સેમસન અને અર્શદીપ સિંહના સ્થાને અભિષેક શર્મા અને કુલદીપ યાદવનો સમાવેશ કરાયો છે. ટોસ દરમિયાન બન્ને ટીમના કેપ્ટનોએ હાથ મિલાવ્યા ન હતા.
- Feb 15, 2026 18:39 IST
IND vs PAK LIVE : પાકિસ્તાન પ્લેઇંગ ઇલેવન
સૈમ અયુબ, સાહિબજાદા ફરહાન, સલમાન આગા (કેપ્ટન), બાબર આઝમ, ઉસ્માન ખાન, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, ઉસ્માન તારીક, અબરાર અહેમદ.
- Feb 15, 2026 18:39 IST
IND vs PAK LIVE : ભારત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડયા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ.
- Feb 15, 2026 18:36 IST
IND vs PAK LIVE : પાકિસ્તાને ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ટી 20 વર્લ્ડ કપ 2026ની 27મી મેચમાં ભારત સામે પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
- Feb 15, 2026 18:22 IST
IND vs PAK LIVE : કોલંબોમાં રંગારંગ કાર્યક્રમ
ભારત અને પાકિસ્તાનના હાઇ વોલ્ટેજ મુકાબલા પહેલા કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.
- Feb 15, 2026 16:58 IST
IND vs PAK LIVE : કોલંબોની પિચ પર કેવી રહેશે?
કોલંબોની પીચ સામાન્ય રીતે ધીમી અને સ્પિન માટે અનુકૂળ માનવામાં આવે છે. એટલે કે ત્યાં સ્પિનરોનો દબદબો જોવા મળશે તે સ્પષ્ટ છે. ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ એ જ પીચ પર રમાઈ હતી જેના પર આજની મેચ રમાશે. ઝિમ્બાબ્વેએ અપસેટ સર્જ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ બતાવે છે કે પેસરોને અહીં શરૂઆતની ઓવરોમાં મદદ પણ મળી શકે છે.
પીચ થોડી સપાટ લાગતી હતી, જે કિસ્સામાં રનનો વરસાદ થઈ શકે છે. અહીં બંને કેપ્ટન પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરશે. ઝાકળ પાછળથી બોલિંગ ટીમ માટે પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ટોસની ભૂમિકા પણ મહત્વની રહેશે.
- Feb 15, 2026 14:52 IST
IND vs PAK LIVE : એક્યુવેધર અનુસાર, કલાકદીઠ વરસાદની આગાહીની ટકાવારી
બપોરે 3 વાગ્યે: 49 ટકા વરસાદ
સાંજે 4 વાગ્યે : 49 ટકા વરસાદ
સાંજે 5 વાગ્યે : 63 ટકા વરસાદ
સાંજે 6 વાગ્યે : 49 ટકા વરસાદ
સાંજે 7 વાગ્યે : 9 ટકા વરસાદ
રાત્રે 8 વાગ્યે : 9 ટકા વરસાદ
રાત્રે 9 વાગ્યે : 9 ટકા વરસાદએટલે કે હવામાનની આગાહી અને વરસાદની ટકાવારી જોતા લાગે છે કે મેચ મોડી શરુ થશે, તે ઘણી શક્યતા છે. ભીના મેદાનને કારણે મેચ મોડી શરૂ થઈ શકે છે. કારણ કે મેચ સમયે વરસાદની સંભાવના ઘણી ઓછી રહી છે. આવી સ્થિતિમાં આ મેચમાં કેટલીક ઓવરો પણ ઓછી થઈ શકે છે.
- Feb 15, 2026 14:43 IST
IND vs PAK LIVE : મેચમાં વરસાદ બની શકે છે વિધ્ન
આ મેચ પહેલા કોલંબોના હવામાનને કારણે પ્રશંસકો ટેન્શન વધી ગયું છે. મેચના 24 કલાક પહેલા સાંજે કોલંબોમાં ભારે વરસાદ પડયો હતો. મેચના દિવસે 96 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. AccuWeather ના મતે સાંજે 6 વાગ્યા સુધી વરસાદની આગાહી 50 ટકા કે તેથી વધુ છે. ચાહકો માટે સારા સમાચાર એ છે કે સાંજે 6 વાગ્યા પછી એટલે કે મેચ સમયે વરસાદની અપેક્ષા ઓછી છે.
- Feb 15, 2026 14:42 IST
IND vs PAK LIVE : ટી 20 વર્લ્ડ કપ 2026માં આજે ભારત વિ પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ટી 20 વર્લ્ડ કપ 2026ની 27મી મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. આ મેચનો ટોસ સાંજે 6.30 વાગ્યે થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us